એકતા કપૂર ઇમોશનલ:'ગુડબાય'ના ટ્રેલર લૉન્ચિંગ પર એકતા કપૂર ધ્રુસકે ધ્રુસકે રડી પડી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રોડ્યૂસર એકતા કપૂર ફિલ્મ 'ગુડબાય'ના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે રડી પડી હતી. ઇવેન્ટમાં રશ્મિકા મંદાના, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. અમિતાભે વર્ચ્યુઅલી હાજરી આપી હતી.

ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં ભાવુક થઈ
એકતા કપૂર લૉન્ચિંગ પ્રસંગે પોતાના પેરેન્ટ્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'મને લાગે છે કે બધાએ પોતાના પેરેન્ટ્સ આગળ દલીલો કરી હશે અને આપણે આપણા પેરેન્ટ્સને ઘણું બધું કહ્યું હશે. ગુસ્સો કર્યો હશે.'

એક સમયે ડર લાગે છે
વધુમાં એકતાએ કહ્યું હતું, 'એક સમય એવો આવે છે, જ્યારે તમને ડર લાગે છે. પેરેન્ટ્સની ઉંમર વધે ત્યારે તમને ડર લાગે છે. આ સમયે તમને તમારા પેરેન્ટ્સની ચિંતા થાય છે. મને ખ્યાલ નથી, પરંતુ આ સમયને આપણે ધિક્કારીએ છીએ.'

એકતાએ રડતાં રડતાં કહ્યું હતું, 'સૌથી મુશ્કેલ જન્મદિવસ એ હોય છે, જ્યારે તમારી પાસે તમને જન્મ આપનારા હોતા નથી. આ બહુ જ મુશ્કેલ છે. જીવનમાં આવો સમય આવે છે, તે ડર, તે દિવસ... ખબર નથી કે લોકો કઈ રીતે આ સાથે જીવી શકે છે.' નોંધનીય છે કે એકતા કપૂર દિગ્ગજ એક્ટર જીતેન્દ્ર તથા પ્રોડ્યૂસર શોભા કપૂરની દીકરી છે.

'ગુડબાય' 7 ઓક્ટોબરે રિલીઝ થશે
'ગુડબાય' ફિલ્મ સાત ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, અમિતાભ બચ્ચન છે. ફિલ્મના ટ્રેલરમાં નીના ગુપ્તાનું અવસાન થાય છે. નીના ગુપ્તા તથા અમિતાભ બચ્ચન પતિ-પત્નીના રોલમાં છે. અમિતાભ બચ્ચન પારંપરિક રીતે પત્નીના અંતિમ સંસ્કાર કરવા માગે છે, પરંતુ બાળકોને આ વાત પસંદ નથી. ઓવરઓલ ફિલ્મ નીના ગુપ્તાના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે, તેની પર છે. ફિલ્મને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે અને એકતા કપૂર પ્રોડ્યૂસર છે.

અન્ય સમાચારો પણ છે...