મની લોન્ડરિંગ કેસ:EDએ જેકલીન ફર્નાન્ડિઝને નવું સમન્સ પાઠવ્યું, નોરા ફતેહીના પ્રવક્તાએ કહ્યું- તે તપાસમાં મદદ કરી રહી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે જેકલીન વ્યક્તિગત કારણોસર પૂછપરછમાં હાજર રહી શકી ન હતી
  • નોરા ફતેહીએ આ કેસમાં તેના પ્રવક્તા દ્વારા નવું નિવેદન જાહેર કર્યું છે

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં પૂછપરછ માટે હાજર ન થયા બાદ શુક્રવારે નવું સમન્સ જારી કર્યું હતું. જેકલીન વ્યક્તિગત કારણોસર પૂછપરછમાં હાજર રહી શકી ન હતી. આ બીજી વખત હતું જ્યારે એક્ટ્રેસ કેન્દ્રીય તપાસ એજન્સીના બોલાવવા પર હાજર નહોતી થઈ. જ્યારે ઓગસ્ટમાં તેની આ કેસમાં પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

તે ઉપરાંત નોરા ફતેહીએ આ કેસમાં તેના પ્રવક્તા દ્વારા નવું નિવેદન જાહેર કર્યું છે.

EDએ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં સમન્સ પાઠવ્યું
EDએ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં સમન્સ પાઠવ્યું

જેકલીનની જેમ સાક્ષી બની છે નોરા
બીજી તરફ નોરાની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે મીડિયામાં ચાલી રહેલી વિવિધ અફવાઓને સ્પષ્ટ કરવા માગએ છીએ કે નોરા ફતેહી આ કેસનો ભોગ બની છે અને સાક્ષી હોવાથી તે તપાસ અધિકારીઓની મદદ કરી રહી છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ તે મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી, તે આરોપીને નથી ઓળખતી અને ન તો તેની સાથે તેનો કોઈ અંગત સંબંધ છે અને EDએ તપાસમાં મદદ કરવા માટે તેને બોલાવી છે.

બીજી તરફ નોરાની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું.
બીજી તરફ નોરાની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું.

નિવેદનમાં આગળ જણાવ્યું કે, અમે મીડિયામાં મારા સાથી મિત્રોને વિનંતી કરવા માગીએ છીએ કે કોઈપણ સત્તાવાર સૂચના જાહેર થાય તે પહેલા તેના નામની નિંદા અને કોઈ નિવેદન આપવાથી બચવું જોઈએ.

સમગ્ર કેસ
તપાસ એજન્સીએ લાંચના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરેક શક્ય તપાસ કરી રહી છે. અગાઉ સુકેશ અને તેની પત્ની સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે.

EDના જણાવ્યા પ્રમાણે, બોલિવૂડના સેલેબ્સ પણ આ કેસમાં સક્રિય ભાગીદાર છે. આ દરમિયાન જેકલની ફર્નાન્ડીઝ, જેને આજે અધિકારીઓની સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ વ્યક્તિગત કારણોનું બહાનું આપીને શુક્રવારે પૂછપરછ માટે હાજર નહોતી થઈ.

આ કેસ દિલ્હી પોલીસના આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા સુકેશ અને અન્યની વિરુદ્ધ કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને લગભગ 200 કરોડ રૂપિયાની ખંડણીને લઈને દાખલ કેસ પર આધારિત છે.