તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14500 કરોડનું કૌભાંડ:EDએ અભિનેતા ડિનો મોરિયા, સંજય ખાન અને ડીજે અકિલની કરોડોની પ્રોપર્ટી સીઝ કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દકીને સાંડેસરા બંધુએ મોટી રકમ લાંચમાં આપી હતી. ઈરફાન પછી હવે ડિનો મોરિયા પર કાર્યવાહી. - Divya Bhaskar
અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દકીને સાંડેસરા બંધુએ મોટી રકમ લાંચમાં આપી હતી. ઈરફાન પછી હવે ડિનો મોરિયા પર કાર્યવાહી.
  • EDને 14 હજાર 500 કરોડના બેંક લોન કૌભાંડના આરોપી સાથે અને ગુજરાતના બિઝનેસમેન સંદેસરા બંધુઓ સાથે આ ત્રણેયનું કનેક્શન મળ્યું
  • ડિનો મોરિયા દિવંગત અહમદ પટેલનો જમાઈ છે

મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગના કેસમાં અભિનેતા ડિનો મોરિયા, સંજય ખાન અને ડીજે અકીલની કરોડોની પ્રોપર્ટી સીઝ કરી છે. ડિનો, કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલનો જમાઈ પણ છે. અહમદ પટેલની ભૂમિકા મહાવિકાસ આઘાડી સરકારની નિર્માણ દરમિયાન સક્રિય રીતે જોવા મળી હતી. ગયા વર્ષે તેમનું નિધન થઈ ગયું હતું.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ કાર્યવાહી સ્ટર્લિંગ બાયોટેક બેંક છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ કેસમાં થઈ છે. EDને 14 હજાર 500 કરોડના બેંક લોન કૌભાંડના આરોપી સાથે અને ગુજરાતના બિઝનેસમેન સાંડેસરા બંધુ સાથે આ ત્રણેયનું કનેક્શન મળ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે અહમદ પટેલની સાંડેસરા બંધુ સાથે સારી ઓળખાણ હતી.

આરોપ હતો કે અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીને સાંડેસરા બંધુ લાંચમાં મોટી રકમ આપે છે. ઈરફાન બાદ હવે ડિનો પર આ કાર્યવાહી થઈ છે.

દિવંગત અહમદ પટેલના જમાઈની સાથે સાંડેસરા બંધુઓનો સંબંધ
ED સૂત્રોના અનુસાર, ચેતન અને નિતિન સાંડેસરા ઘણી વખત પટેલના જમાઈ ઈરફાનના ઘરે રૂપિયાથી ભરેલી બેગ લઈને જતા હતા. ચાર-પાંચ વખત તેઓ જાતે પણ તેમની સાથે હતા. એક વખતમાં 15-25 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. ચેતન સાંડેસરા હંમેશાં અહમદ પટેલના સરકારી નિવાસસ્થાન (23, મધર ક્રેસન્ટ, નવી દિલ્હી) જતો હતો અને સાંડેસરા બંધુ તેને કોડવર્ડમાં ‘હેડક્વોર્ટર 23’ કહેતો હતો. ઈરફાન સિદ્દીકીને સાંડેસરા બંધુ જે-2 અને ફેઝલ પટેલને જે-1 કહેતો હતો.

CBI પણ આ કેસની તપાસ કરી રહી છે
14,500 કરોડ રૂપિયાના આ બેંક કૌભાંડમાં ઓક્ટોબર 2017માં CBIની તરફથી કેસ દાખલ કર્યા બાદ EDએ પણ તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે સાંડેસરાએ દેશમાં જ નહીં વિદેશોમાં ભારતીય બેંકોને ચૂનો લગાવ્યો છે. સંદેસરાની વિદેશ સ્થિતિ કંપનીઓએ ભારતી બેંકોની વિદેશી શાખાઓમાંથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

સાંડેસરાની કંપનીને આપવામાં આવેલી લોનને પાંચ બેંકો, આંધ્ર બેંક, યુકો બેંક, ભારતીય સ્ટેટ બેંક, અલ્હાબાદ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાની સંયુક્ત કન્સોર્ટિયમ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વર્ષ 2019માં EDએ 9,778 કરોડની સંપત્તિ કબજે કરી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 27 જૂન 2019ના રોજ સાંડેસરા સમૂહની 9,778 કરોડ રૂપિયાની સંપત્તિ કબજે કરી હતી. તેમાં તેલ ક્ષેત્રે OML 143 (નાઇજીરીયા), ચાર સમુદ્રી જહાજ તુલજા ભવાની, વરિંદા, ભવ્યા, બ્રહ્માણીનો સમાવેશ થાય છે. આ જહાજ એટલાન્ટિક બ્લુ વોટર સર્વિસીસ નામથી પનામામાં નોંધાયેલું હતું.

તે ઉપરાંત અમેરિકામાં રજિસ્ટર્ટ ફ્લાઈટ અને લંડન સ્થિતિ ફ્લેટને પણ કબજે કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં કેસ દાખલ થયા બાદ નિતિન અને ચેતન સાંડેસરા દેશમાંથી ગાયબ છે.