તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રિયા અરોરા, કરનદીપ સિંહઃ ક્રિસમસના દિવસે એમેઝોન પ્રાઈમ પર ફિલ્મ 'કુલી નંબર 1' સ્ટ્રીમ થઈ હતી. મહામારીના સમયમાં થિયેટર બંધ હોવાથી અંદાજે 18 હજાર કરોડ રૂપિયાની હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જવાનું નક્કી કર્યું છે. રિસર્ચ ફર્મ ફોરેસ્ટના મતે, આ વર્ષે 28 બિગ સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. ગયા વર્ષે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહોતી.
સ્ટ્રીમિંગની વધતી જરૂરિયાતાને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સ, એમેઝોન તથા હોટસ્ટાર જેવી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. ફોરેસ્ટરના મતે, 2020માં આ કંપનીઓએ ભારતીય દર્શકોના કન્ટેન્ટ પાછળ અંદાજે 3800 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 2019માં 700 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.
નેટફ્લિક્સે બે વર્ષમાં 2900 કરોડ રૂપિયા ખર્ચ્યા
નેટફ્લિક્સે કહ્યું હતું કે તેણે ભારતમાં છેલ્લાં બે વર્ષમાં 50 ફિલ્મ તથા શોના પ્રોડક્શન પાછળ 2900 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 34 હિંદી ફિલ્મ સામેલ છે. ડિઝ્ની પ્લસ લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં હોટસ્ટારમાં મર્જ થઈ ગયું અને એક નવી શરૂઆત કરી. જોકે, બોલિવૂડમાં જેટલી ફિલ્મ બને છે, તેની તુલનાએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મની સંખ્યા હજી પણ ઘણી જ ઓછી છે.
બોલિવૂડમાં ગયા વર્ષે દર અઠવાડિયે 35 ફિલ્મ બની
અર્નેસ્ટ યંગના એક રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે બોલિવૂડમાં 1800 એટલે કે અઠવાડિયે 35 ફિલ્મ બની હતી. સ્થાનિક થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થવાથી અંદાજે 11 હજાર કરોડની કમાણી થઈ હતી. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આવક લાંબા સમયથી થિયેટર રિલીઝ પર જ નિર્ભર રહે છે.
લૉકડાઉનમાં થિયેટર્સને 75 ટકા નુકસાન થયું
ગ્લોબલ નેટવર્ક ફર્મ KPMGના મતે, મહામારી દરમિયાન થિયેટર બંધ હોવાને કારણે આવકમાં 75 ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં થિયેટર ખુલ્યા બાદ પણ કોઈ રાહત મળતી નથી. નવી ફિલ્મ રિલીઝ ના થતી હોવાને કારણે દેશની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેન PVRને સપ્ટેમ્બરમાં પૂરા થતાં ત્રિમાસિકમાં 184 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં બોલિવૂડ માટે સ્ટ્રીમિંગ સર્વિસ એક મોટો વિકલ્પ બન્યો છે.
હવે એક જ પ્રકારના કન્ટેન્ટની રણનીતિ ધીમે ધીમે દૂર થઈ રહી છે
બોલિવૂડમાં કન્ટેન્ટમાં સ્ટ્રીમિંગ સેવાઓનું રોકાણ થવાથી ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળ્યું છે. કન્ટેન્ટમાં વિવિધતા આવી છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'શકુંતલા દેવી'ના પ્રોડ્યૂસર વિક્રમ મલ્હોત્રાએ કહ્યું હતું કે એક પ્રકારનું કન્ટેન્ટ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. રોમેન્ટિક તથા એક્શન ફિલ્મ સિવાય ફિલ્મ મહિલા, યુદ્ધ તથા અન્ય સબ્જેક્ટ પર કેન્દ્રીત હોય છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.