કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક એવોર્ડ ઈવેન્ટનો છે, જેમાં અર્જુન કપૂર એવોર્ડ જીત્યા પછી સ્પીચ આપી રહ્યો છે અને કિયારા-સિદ્ધાર્થ પોતાની વાતોમાં ખોવાયેલા છે. કિયારા-સિદ્ધાર્થની વાત કરીએ તો તેમના રિલેશનશિપના સમાચારો લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, પરંતુ બંને આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
ફેન્સ કમેન્ટ્સ કરી રહ્યા છે
કિયારે એવોર્ડ નાઈટ માટે પર્પલ શિમર ગાઉન પહેર્યું હતું. તેમજ સિદ્ધાર્થ ઓરેન્જ સૂટની સાથે બ્લુ શૂઝમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ- કિયારાના આ વીડિયો પર ફેન્સ અનેક કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સિડ-કિયારા પોતાની દુનિયામાં જ વ્યસ્ત છે. બીજા યુઝરે લખ્યું, પહેલી વખત હું આટલો ખુશ છું કે કેટલાક લોકોને માત્ર પોતાનો જ મતલબ હોય છે. તેમજ ત્રીજા યુઝરે લખ્યું, આ વર્લ્ડનું બેસ્ટ કપલ છે.
કિયારાએ રિલેશનશિપ વિશે ઊડતી અફવાઓ પર વાત કરી હતી
કિયારાએ હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના રિલેશનશિપ વિશે કહ્યું હતું, હું મારી પર્સનલ લાઈફમાં આવી અફવાઓના કારણે સુરક્ષિત મહેસૂસ નથી કરતી. સારું છે કે મારી પ્રોફેશનલ લાઈફમાં મેં ક્યારે આવો અનુભવ નથી કર્યો, જે મને અને મારી ફેમિલીને અસર કરે, પરંતુ પર્સનલ લાઈફમાં જ્યારે બે લોકોનું નામ એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે મને લાગે છે કે આવી અફવાઓ કોણ ફેલાવતું હશે.
સિદ્ધાર્થ-કિયારાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કિયારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વરુણ ધવન, નીતુ કપૂર અને અનિલ કપૂરની સાથે 'જુગ જુગ જિયો'માં જોવા મળશે. એક્ટ્રેસ 'ગોવિંદા નામ મેરા'માં પણ લીડ રોલમાં જોવા મળશે. તેમજ સિદ્ધાર્થ રોહિત શેટ્ટીની ફિલ્મ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટરની પાસે 'મિશન મજનૂ', 'યોદ્ધા' અને 'થેન્ક ગોડ' જેવી ફિલ્મો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.