'ચુપ'નું ટીઝર રિલીઝ:દુલકર સલમાન અને સની દેઓલ સ્ટારર ચુપનું ટીઝર રિલીઝ, કાગળનું ફૂલ બનાવતો જોવા મળ્યો દુલકર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આર બાલ્કીના નિર્દેશનમાં બનેલી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચુપ : રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આજે દિગ્ગજ ફિલ્મમેકર-એક્ટર ગુરુદત્તની જન્મજ્યંતી છે અને આ ખાસ દિવસે જ ફિલ્મ મેકર આર. બાલ્કીએ ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ ગુરુદત્તને સમર્પિત છે. આ ફિલ્મમાં દુલકર સલમાન, સની દેઓલ,પૂજા ભટ્ટ,અને શ્રેયા ધનવંતરી લીડ રોલમાં છે.

આ ટીઝરની શરૂઆત દુલકર સલમાનથી થાય છે. ગુરુદત્તની ફિલ્મ 'કાગઝ કે ફૂલ'નું ગીત 'વક્તને કિયા ક્યા હસીં સીતમ'ની ટ્યુન પર 'હેપ્પી બર્થડે' ગાઈ રહ્યો છે અને સાથે મળીને અખબારમાંથી ફૂલો બનાવતો જોવા મળે છે. સાથે જ આ પછી શ્રેયા ધનવંતરી અને સની દેઓલની પણ ઝલક જોવા મળે છે.

આ ફિલ્મનું દિગ્દર્શન આર. બાલ્કીએ કર્યું છે જ્યારે ગૌરી શિંદે, હોપ ફિલ્મમેકર્સ અને પેન સ્ટુડિયોએ નિર્દેશન કર્યું છે. આ ફિલ્મની પટકથા અને સંવાદો આર. બાલ્કી, વિવેચકમાંથી લેખક બનેલા રાજા સેન અને ઋષિ વિરમણીએ લખ્યાં છે. ડૉ. જયંતીલાલ ગડા (પેન સ્ટુડિયો) આ ફિલ્મ રજૂ કરી રહ્યા છે અને તેનું વિતરણ પેન મરુધર દ્વારા વિશ્વભરમાં કરવામાં આવશે.

ગુરુદત્તની વાત કરવામાં આવે તો તેઓએ ડાયરેક્ટર, રાઇટર, એક્ટર, પ્રોડ્યુસર અને કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું, જેમને આજે પણ યાદ કરવામાં આવે છે. 1959માં આવેલી રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'કાગઝ કે ફૂલ' આજે ભલે ક્લાસિક ગણવામાં આવે છે, પરંતુ તે એક સમયે ફ્લોપ રહી હતી અને ગુરુદત્તને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. કહેવામાં આવે છે કે, આ પછી તે ખરાબ રીતે તૂટી ગયા હતા અને ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. 10 ઓક્ટોબર, 1964ના રોજ માત્ર 39 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

ગુરુદત્તે ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘બાઝી’, ‘સાહિબ બીવી ઔર ગુલામ’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી હતી. 'ચૂપ' આ વર્ષે રિલીઝ થશે. સનીની છેલ્લી ફિલ્મો કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. પરંતુ 'ચુપ'નું ટીઝર જોઈને ફેન્સને આશા જાગી છે.

જુઓ ટીઝર