તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોનાની અસર:કોવિડ 19ને કારણે આ વર્ષે 'લાલ સિંહ ચઢ્ઢા', 'રાધે' રિલીઝ ના થઈ શકી, કેટલીક ફિલ્મના શૂટિંગ હજી પણ બાકી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે આ વર્ષે આખા દેશમાં લૉકડાઉન હતું અને તેને કારણે અનેક ફિલ્મના શૂટિંગ અધવચ્ચે અટવાઈ પડ્યાં હતા. અનલૉકની સાથે કેટલીક ફિલ્મના શૂટિંગ તો પૂરા થયા પરંતુ થિયેટરમાં હજી સુધી દર્શકો જતાં ના હોવાને કારણે રિલીઝ થઈ શકી નહીં. કેટલીક ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે તો કેટલીક ફિલ્મ થિયેટરમાં દર્શકો આવે તેની રાહમાં છે.

લાલ સિંહ ચઢ્ઢા

આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં ચંદીગઢમાં થતું હતું. જોકે, લૉકડાઉનને કારણે શૂટિંગ અટકી પડ્યું હતું. અનલૉક થતાં આમિર ખાને શૂટિંગ કર્યું છે, પરંતુ ફિલ્મ હજી સુધી પૂરી થઈ શકી નથી. ફિલ્મનું શૂટિંગ વિદેશમાં પણ કરવાનું હતું. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ 105 કરોડના બજેટમાં બની રહી છે. ફિલ્મને અદ્વૈત ચંદન ડિરેક્ટ કરે છે.

રાધે​​​​​​​

સલમાન ખાનની ફિલ્મ 'રાધે' આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, થિયેટર બંધ હોવાને કારણે આમ શક્ય બન્યું નહીં. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. મેકર્સ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મને રિલીઝ કરવા તૈયાર નથી. મેકર્સ થિયેટરમાં જ ફિલ્મને રિલીઝ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટની, જેકી શ્રોફ તથા રણદીપ હુડ્ડા છે.

સૂર્યવંશી

રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી 'સૂર્યવંશી' આ વર્ષે 24 માર્ચે રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ ના થઈ શકી. મેકર્સ ફિલ્મને થિયેટરમાં જ રીલિઝ કરશે. ફિલ્મમાં અક્ષય કુમાર DCP વીર સૂર્યવંશીના રોલમાં છે. ફિલ્મમાં કેટરીના કૈફ પણ છે. હવે ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

સંદીપ ઔર પિંકી ફરાર

અર્જુન કપૂર તથા પરિણીતી ચોપરાની ફિલ્મ 'સંદીપ ઔર પિંકી ફરાર' આ વર્ષે 20 માર્ચે રિલીઝ થવાની હતી. ફિલ્મનું ટ્રેલર તથા સોંગ્સ રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. સ્ટાર-કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત હતી. જોકે, કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ થઈ નહીં. આ ફિલ્મ હવે આવતા વર્ષે રિલીઝ થશે.

જર્સી​​​​​​​

સાઉથ ફિલ્મ 'જર્સી'ની હિંદી રીમેકમાં શાહિદ કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ 28 ઓગસ્ટ, 2020માં રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ 14 ડિસેમ્બરના રોજ પૂરું થયું.

થલાઈવી

કંગના રનૌતની ફિલ્મ 'થલાઈવી' 26 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. ફિલ્મમાં કંગનાએ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ હજી બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો