નાસિક પોલીસના દરોડા:બર્થડે પાર્ટી મોંઘી પડી, મરાઠી બિગ બોસ સીઝન-2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર અભિનેત્રી હીના પંચાલ ડ્રગ્સ સાથે પકડાઈ ગઈ

નાસિક4 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • પાર્ટીમાંથી ડ્રગ્સ મળ્યું, બોલિવૂડ-સાઉથની એક્ટ્રેસિસ તથા 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધકની ધરપકડ
  • પોલીસને ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ પણ મળી, દેહવ્યાપાર થતો હોવાની પોલીસને આશંકા

ઈગતપુરી રેવ પાર્ટી પર રેડ સમયે પોલીસે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો ઉપયોગ કરનારા લોકોની ધરપકડ કરી છે. આ પાર્ટીમાંથી આશરે 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મરાઠી બિગ બોસ સીઝન-2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ધરાવતી અભિનેત્રી હીના પંચાલનો પણ સમાવેશ થાય છે. નાસિક પોલીસ વડા સચિન પાટિલ સાથે શનિવારે રાત્રે લગભગ 2 વાગે ઈગતપુરીમાં રેવ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. મરાઠી અને સાઉથ ફિલ્મોમાં કામ કરનારી પાંચ અભિનેત્રી અને બે મહિલા કોરિયોગ્રાફર સહિત 22 લોકોની ધરપકડ કરી છે.

સૂત્રોના મતે, પોલીસને માહિતી મળી હતી કે નાસિકના અંતરિયાળ વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. અહીંયા બર્થડે પાર્ટી યોજાઈ હતી અને મહેમાનોને વ્હોટ્સએપના માધ્યમથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે.

ધરપકડ થયેલાના નામ
પોલીસે કેમરે, ટ્રાઈપોડ, કોકીન ડ્રગ્સ, હુક્કા સહિત ડ્રગ્સ અને રોકડ જપ્ત કરી છે. ધરપકડ થયેલા લોકોમાં પીયૂષ સેઠીયા, અમિત લાટ, આશીષ લાટ, રાજ ત્રિવેદી, વિશાલ મહેતા, નીરજ સુરાણા, રોહિત અરોરા, હર્ષ શહા, દાનિશ ખાન, અબુ બકર, હનિફ શેખ, સર્વ રાહણાર અને 12 મહિલાનો સમાવેશ થાય છે.

22 લોકો પકડાયા
વેબ પોર્ટલ પિપિંગ મૂનના અહેવાલ પ્રમાણે, નાસિક રૂરલ પોલીસે પાર્ટીમાંથી 22 લોકોની ધરપકડ કરી છે, તેમાંથી 10 પુરુષો તથા 12 મહિલાઓ છે. આ 12 મહિલાઓ બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના-મોટા રોલ કરે છે. આટલું જ નહીં 2 કોરિયોગ્રાફર છે, તેમાંથી એક મહિલા ઈરાનની છે અને એક રિયાલિટી શો 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક છે. સૂત્રોના મતે, પોલીસને ડ્રગ્સ તથા રોકડ રકમ મળી આવી છે. આ પાર્ટી નાસિકના ઈગતપુરી વિસ્તારમાં આવેલા માનસ રિસોર્ટના સ્કાય તાજ બંગલોમાં ચાલતી હતી. રવિવાર (27 જૂન) રાતના બે વાગે પોલીસે દરોડા પાડ્યા હતા.

નાસિક ગ્રામ્ય પોલીસના ACP સચિન પાટિલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાર્ટી બે અલગ અલગ બંગલામાં યોજાઈ હતી. ડ્રગ્સ ઉપરાંત પોલીસને શંકા છે કે અહીંયા દેહવ્યાપાર પણ થતો હતો. પાટિલના મતે, આ બંગલાનો માલિક મુંબઈનો છે.

હજી 12 દિવસ પહેલાં જ એક પાર્ટીમાં ડ્રગ્સ મળી આવ્યું હતું
12 દિવસ પહેલાં મુંબઈના સબર્બન જુહુમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાં મુંબઈ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે તેલુગુ એક્ટ્રેસ નાયરા નેહલ શાહ તથા તેના મિત્ર આશિક સાજિદ હુસૈનની ધરપકડ કરી હતી. આ લોકો પરમિશન વગર હોટલના રૂમમાં બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરતા હતા અને તેમણે ડ્રગ્સ લીધું હતું. સૂત્રોના મતે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને મળેલી માહિતી અનુસાર, રવિવાર (13 જૂન)ના રોજ એક્ટ્રેસ નાયરા શાહનો જન્મદિવસ હતો. તે પોતાના બે મિત્રો સાથે હોટલના રૂમમાં પાર્ટી કરતી હતી.

પોલીસને માહિતી મળી હતી કે એક બોલિવૂડ એક્ટ્રેસ મિત્રો સાથે હોટલના રૂમમાં પાર્ટી કરે છે. ત્યાર બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી પોલીસે રોલ કરેલી ચરસની સિગારેટ સાથે એક્ટ્રેસની ધરપકડ કરી હતી. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી કોર્ટે તેમને જામીન પર છોડી મૂક્યા હતા. તેમની સાથે હાજર એક વ્યક્તિ ગોવાનો હતો અને તે દરોડા દરમિયાન ફરાર થઈ ગઈ હતી. પોલીસ હાલમાં તેને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...