દરિયાની વચ્ચે નશો:ક્રૂઝ પાર્ટીનો વીડિયો સામે આવ્યો, અડધાં કપડાં પહેરીને અનેક લોકો ઝૂમતા જોવા મળ્યા, દરોડા પહેલાંનો વીડિયો હોવાનો દાવો

મુંબઈ2 મહિનો પહેલા
  • NCBએ આ વીડિયો અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ કરી નથી

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાનની આ સમયે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ધરપકડ કરેલી છે. NCBએ આર્યન ખાન સહિત આઠ લોકોની શનિવાર, બીજી ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતા એક ક્રૂઝમાં રેવ પાર્ટી કરતાં ઝડપ્યા હતા.

ક્રૂઝનો વીડિયો હવે સામે આવ્યો છે, જેમાં લોકો બિનધાસ્ત અંદાજમાં નાચતા જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો એ જ પાર્ટીનો છે. આ જ પાર્ટીમાંથી આર્યન સહિત 8 લોકોની ધરપકડ થઈ હતી. જોકે આ વીડિયો અંગે હજી સુધી NCBએ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ટીપને આધારે NCBએ ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. એજન્સીને આરોપીઓ પાસેથી આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, એક્સ્ટસીની 22 ગોળી તથા 1.33 લાખ રૂપિયા રોકડા મળ્યા છે.

આર્યન ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતો
NCBના મતે, આર્યન તથા અરબાઝ ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતા અને આ વાત તપાસ દરમિયાન સામે આવી છે. આર્યન તથા અરબાઝની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.