ડ્રગ્સ પાર્ટી કેસ:SRKના દીકરાને કોર્ટમાં જોતાં જ મેનેજર પૂજા રડવા લાગી હતી, સૂટકેસ ભરીને આર્યનનો સામાન NCB ઓફિસ આવ્યો હતો

મુંબઈ16 દિવસ પહેલા
  • આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ અટકાયત કરવામાં આવી હતી, 3 ઓક્ટોબરે ધરપકડ થઈ હતી

7 ઓક્ટોબરના રોજ કોર્ટે ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરુખના દીકરાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી આવી હતી. કોર્ટ રૂમમાં તે સતત રડતી હતી. જ્યારે આર્યનની જામીન અરજી અંગે સુનાવણી ના થઈ ત્યારે પૂજા એકદમ ભાંગી પડી હતી. ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ શાહરુખ તથા અન્ય 7 આરોપીની અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી.

કોર્ટમાં આર્યનના હાલ જોઈ પૂજા રડી પડી
7 ઓક્ટોબર, ગુરુવારના રોજ સુનાવણી લગભગ 4 કલાક ચાલી. આ દરમિયાન આર્યન પરસેવાથી રેબઝેબ લગભગ સવાત્રણ કલાક સુધી એક જ જગ્યાએ ઊભો રહ્યો. આ દરમિયાન તેના ચહેરા પર ઘણી જ ઉદાસીનતા જોવા મળતી હતી. સુપરસ્ટારના દીકરાને આ હાલતમાં જોઈને પૂજાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં.

NCB ઓફિસની બહાર પૂજા.
NCB ઓફિસની બહાર પૂજા.

આર્યને શું કહ્યું?
વકીલે આર્યન તરફથી કહ્યું હતું, 'હું ક્રૂઝ ટર્મિનલ પર ગયો હતો અને અહીં અરબાઝ પણ હતો. હું તેને ઓળખતો હતો અને અમે બંને સાથે જ શિપ પર ગયા હતા. ત્યાર બાદ તેમણે (NCB)એ સવાલ કર્યો હતો કે તારી પાસે ડ્રગ્સ છે? મેં ના પાડી હતી. તેમણે મારી બેગ ચેક કરી હતી અને ત્યાર બાદ તેમણે મને તપાસ્યો હતો, પરંતુ તેને કંઈ મળ્યું નહોતું. મારો ફોન લઈ લીધો અને NCBની ઓફિસ લઈને આવ્યા હતા. અંદાજે રાતના દોઢ-બે વાગ્યે વકીલને મળવાની પરવાનગી આપી હતી.'

બેગ ભરીને કપડાં આપ્યાં
7 ઓક્ટોબરના રોજ શાહરુખના સ્ટાફ મેમ્બર્સ NCBની ઓફિસની બહાર લંચ તથા આર્યનની અન્ય જરૂરિયાતનો સામાન લઈને આવ્યા હતા. સ્ટાફના હાથમાં ટિફિન બોક્સ હતાં અને એક બ્લેક રંગની સૂટકેસ હતી.

NCB ઓફિસની બહાર શાહરુખના સ્ટાફ જોવા મળ્યો હતો.
NCB ઓફિસની બહાર શાહરુખના સ્ટાફ જોવા મળ્યો હતો.

આ પહેલાં NCBએ બર્ગર ખાવા દીધું નહોતું
આ પહેલાં ગૌરી ખાન દીકરા આર્યન માટે મેકડોનાલ્ડનું બર્ગર લઈને આવી હતી. જોકે NCBએ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગૌરી ખાનને બર્ગર સાથે લઈ જવાની ના પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...