પાર્ટનર ઇન ક્રાઇમ:આર્યન ખાન સાથે ધરપકડ કરાયેલી મુનમુન ધામેચા કોણ છે? ડ્રગ્સ કેસમાં પકડાયેલા આઠેય નબીરા વિશે જાણો

મુંબઈ2 મહિનો પહેલા
ડાબેથી, મુનમુન ધામેચા, અરબાઝ સેઠ મર્ચન્ટ તથા આર્યન ખાન
  • બીજી ઓક્ટોબરના રોજ આ આઠેય ક્રૂઝ પર પાર્ટી કરતા હતા

શનિવાર, 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી કરતાં પકડાયો હતો. શાહરુખ-ગૌરીના દીકરાની ધરપકડને કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. આર્યન ખાનની સાથે અન્ય 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના પાંચની અટકાયત કરવામાં આવી હતી.

પાર્ટીમાં ઝૂમતા આ આઠ નબીરા કોણ છે?
આર્યન ખાન

આર્યન ખાન શાહરુખ-ગૌરીનો મોટો દીકરો છે. આર્યન ખાન વિદેશમાં રહીને ભણ્યો છે અને તે મોટાભાગે લાઇમલાઇટથી દૂર રહે છે. આર્યન ખાન પિતા સાથે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની મેચમાં જોવા મળતો હોય છે. આર્યનને એક્ટિંગ નહીં, પરંતુ ફિલ્મમેકિંગમાં વધુ રસ છે.

અરબાઝ સેઠ મર્ચન્ટ
અરબાઝ મર્ચન્ટ એક્ટર છે. તે આર્યન ખાનને છેલ્લાં 15 વર્ષથી ઓળખે છે અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં અરબાઝ મર્ચન્ટની બોલિવૂડના ઘણાં સ્ટાર કિડ્સ સાથે ફ્રેન્ડશિપ છે. આર્યનનો મિત્ર હોવાને કારણે અરબાઝ તથા સુહાના (આર્યનની બહેન, શાહરુખ-ગૌરીની દીકરી) સારા મિત્રો છે. એક સમયે અરબાઝના સંબંધો પૂજા બેદીની દીકરી અલાયા એફ સાથે હોવાની ચર્ચા હતી. અરબાઝ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ છે.

મુનમુન ધામેચા
મુનમુન ધામેચા બિઝનેસ પરિવારમાંથી આવે છે. તે મધ્યપ્રદેશના સાગર જિલ્લાની છે. હાલમાં તે પોતાના ભાઈ પ્રિન્સ ધામેચા સાથે છ વર્ષથી દિલ્હીમાં રહે છે. તે ફેશન મોડલ તરીકે લોકપ્રિય છે. મુનમુન ધામેચાના સંબંધો બોલિવૂડ સેલેબ્સ સાથે ગાઢ છે. મુનમુન ધામેચાની મમ્મીનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેના પપ્પાનું પહેલાં જ મોત થઈ ચૂક્યું હતું.

અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી
આ ત્રણ ઉપરાંત નૂપુર સારિકા, મોહક જયસવાલ, ગોમિત ચોપરા, ઇસ્મિત સિંહ, વિક્રાંત છોકરની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ અંગે વધુ માહિતી તો નથી, પરંતુ મોહક જયસવાલ, નૂપુર સારિકા ત્રણેય દિલ્હીના છે. મોહક તથા નૂપુર ફેશન ડિઝાઈનર છે અને ગોમિત હેરસ્ટાઇલિસ્ટ તથા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે.