ક્રૂઝ ડ્રગ્સ કેસ:શાહરુખ ખાનનો દીકરો 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે, 12 દિવસથી જેલમાં બંધ છે, જામીનનો ફેંસલો વધુ 6 દિવસ પાછો ઠેલાયો

મુંબઈ2 મહિનો પહેલા
 • જ્યારથી આર્યન ખાન જેલમાં બંધ છે, શાહરુખ-ગૌરી એકદમ ભાંગી પડ્યાં છે

આજે 14 ઓક્ટોબરે મુંબઈ સેશન્સ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જજ વીવી પાટિલે સુનાવણીનો ચુદાકો 20 ઓક્ટોબર સુધી અનામાત રાખ્યો છે, એટલે કે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા 20 ઓક્ટોબર સુધી જેલમાં જ બંધ રહેશે. કોર્ટમાં બંને પક્ષ તરફથી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના વકીલે દલીલ દરમિયાન એમ કહ્યું હતું કે આ ગાંધી ને બુદ્ધની ભૂમિ છે. આર્યનના વકીલ દલીલ કરતાં કહ્યું હતું કે જ્યારે તપાસને કોઈ અટકાવતું નથી તો તેમના ક્લાયન્ટની આઝાદીને કેમ અટકાવવામાં આવે છે. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ જજ વીવી પાટિલે જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખ્યો હતો.

કોર્ટમાં સુનાવણી મોડી શરૂ થઈ હતી
આજે સુનાવણી 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ NCBના ASG (એડિશનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહને હાઇકોર્ટમાં જવાનું હોવાથી તેઓ સવાએકની આસપાસ સેશન્સ કોર્ટ આવ્યા હતા. કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી તથા સિક્યોરિટી ગાર્ડ રવિ હાજર રહ્યાં હતાં.

આર્યન 3 ઓક્ટોબરથી લૉકઅપમાં
આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCBએ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે લૉકઅપમાં છે. આર્યન 8 ઓક્ટોબરે બપોરે આર્થર રોડ જેલમાં આવ્યો હતો. આ રીતે આર્યન છેલ્લાં 12 દિવસથી લૉકઅપમાં છે અને તેણે વધુ છ દિવસ જેલમાં જ રહેવું પડશે.

કોર્ટ રૂમ શું બન્યું હતું?

 • દેસાઈઃ હવે હું હિંમત કરીને કંઈક કહેવા માગું છું. મને આની સત્યતાની માહિતી નથી. હું કોઈની પણ વાતચીત જાણતો નથી. આજના યુવાઓની પાસે પોતાને વ્યક્ત કરવાનો અલગ અંદાજ છે, જે આપણી જૂની પેઢીના લોકોને ટોર્ચર જેવું લાગી શકે છે. તેઓ જે ભાષાનો ઉપયોગ કરે છે, તે કંઈક અલગ લાગી શકે છે. પછી કાયદાની કોર્ટમાં શું હોવું જોઈએ. તે વાતચીતથી શંકા થઈ શકે છે, અને એવું હોવું જોઈએ. જોકે, એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શું આપણે આ છોકરો નશીલા પદાર્થોની દાણચોરી કે ઇન્ટરનેશનલ ડ્રગ્સ દાણચોરીની કોઈ પણ વાતચીતમાં સામેલ છે.
 • દેસાઈઃ જ્યારે આપણે શૌવિક ચક્રવર્તીનો ચુકાદો જોઈએ છે, જેનો ઉલ્લેખ કોર્ટમાં થયો હતો, જેમાં જજે પેડલર્સથી લઈ ખરીદદારો સુધી તમામની લિંક બતાવી હતી અને કોર્ટ એ પરિણામ સુધી પહોંચી હતી કે શૌવિકે જાતે સેવન કર્યું નથી, પરંતુ તે ડ્રગ્સ ખરીદવામાં તથા વહેંચવામાં સામેલ હતો. આ કેસમાં ચાર્જશીટ બાદ તરત જ શૌવિકને જામીન આપી દેવામાં આવ્યા હતા.
 • દેસાઈઃ મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું કે માત્ર ડ્રગ્સની થોડી માત્રા જ મળી આવી છે અને તેમણે NCBને રિમાન્ડ આપવાની ના પાડી. આ તામમ વાતોની આંતરરાષ્ટ્રીય દાણચોરી, ગ્લોબલ પોઇન્ટ...જો ખરીદનાર એ જણાવે છે કે તે ક્યાંથી ખરીદે છે, તો તપાસની આ સિરીઝ પૂરી થઈ ગઈ ને. NCBનું નિવેદન છે કે આર્યને જ અર્ચિતનું નામ લીધું છે. પછી તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મારા ક્લાયન્ટ માટે મહત્ત્વરપૂર્ણ તબક્કો 7 ઓક્ટોબરના રોજ પૂરો થઈ ગયો હતો અને 4 ઓક્ટોબર સિવાય કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી અને કોઈ પૂછપરછ થઈ નથી.
 • દેસાઈઃ અમે એ સ્થિતિમાં છીએ, જ્યાં અમે 3 ઓક્ટોબર અને હવે 14 ઓક્ટોબરની છે. તપાસને સરળ બનાવવા માટે જામીનના ગુનામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ કહી રહ્યા છે કે સિરીઝમાં નીચેની વ્યક્તિ એટલે ખરીદનાર તમે છો. પછી મને સુધારવાને બદલે તમે કહી રહ્યા છો કે તને જેલમાં નાખીશ. જ્યારે તમારા મતે, ષડયંત્ર પરથી પડદો ઊઠી ગયો છે.
 • દેસાઈઃ કલમ 32ની ટ્વિન શરતના સંદર્ભમાં તેમણે પોતાનો પૂરો કેસ બે વાતોમાં કહ્યો કે ષડયંત્ર તથા બીજો અબ્દુલ પાસેથી પ્રોફેશનલ માત્રામાં રિકવરી. અબ્દુલ પાસેથી કમર્શિયલ માત્રામાં મળ્યું છે. જો આ લાંબા સમય સુધી ચાલે છે તો સુધારાવાદી કાયદાનું શું થશે. જો કોઈ સજ્જન જામીન પર છૂટે છે તો તપાસમાં કેવી રીતે અડચણ આવી શકે છે. જો જામીન પર છૂટે છે તો આ તપાસ ક્યાંયથી પણ પ્રભાવિત થતી નથી.
 • દેસાઈ હવે કોર્ટમાં પંચનામું વાંચે છેઃ ફોન સ્વેચ્છાએ લેવામાં આવ્યો પણ કંઈક થવું જોઈએ, પરંતુ પંચનામું કહે છે કે જપ્ત કરવામાં આવ્યા નહોતા. તેના માટે અલગ મેમો હોવો જોઈએ. આપણે તે વાતોને ભૂલી ગયા છીએ. તેમની તપાસને કોઈ રોકતું નથી, તો મારી આઝાદીને કેમ રોકવામાં આવે. આ સ્વતંત્રતા, સ્વતંત્રતા અને સ્વતંત્રતા પર અટકે છે.
 • દેસાઈઃ આપણે કાયદાની સાથે ચાલીએ અને તથ્યો પર વાત કરીએ. આ મોબાઇલ ફોનનો કેસ, હું તેમાં વધુ પડવા માગતો નથી, પરંતુ આ વિષયના જાણકાર મારા સાથીએ ફોન પર ધ્યાન ખેંચ્યું છે.
 • દેસાઈઃ જો આર્યને ડ્રગ્સ લીઈને ગુનો કર્યો છે તો મહેરબાની કરીને તેનું નિવેદન જુઓ..માની લો કે સેવન કર્યા વાત સ્વીકારી છે, તો વધુમાં વધુ શું સજા છે? એક વર્ષ.
 • દેસાઈઃ હું કોર્ટની સામે ઊભા રહીને કહેવા માગું છું કે કોઈ પણ સેલિબ્રિટી કે મોડલને કોર્ટ તરફથી વિશેષ દરજ્જો મળ્યો નથી અને આથી કાયદાની સામે તેમની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. હવે કાયદાના આધારે કેટલાંક સબમિશન કરવા માગું છું, કારણ કે મને લાગે છે કે તેમાં તથ્યો છે.
 • દેસાઈએ રિયા ચક્રવર્તીના ચુકાદામાં ASGની ટિપ્પણી વાંચીઃ ASGએ તર્ક આપ્યો હતો કે સેલિબ્રિટી તથા રોલ મોડલની સાથે કઠોર વ્યવહાર કરવો જોઈએ, કારણ કે તેમનો પ્રભાવ સમાજ પર છે, પરંતુ હાઇકોર્ટ શું કહે છે? હું સહમત નથી.
 • દેસાઈઃ કાયદામાં જે સુધારા થયા, તે તમામ 2001 પહેલાના છે અને આ મારી ચિંતા છે. જ્યારે પણ હું કહું છું કે બંધારણ પ્રત્યે આપણું સમાન કર્તવ્ય છે અને કાયદા પ્રત્ય સમાન કર્તવ્ય છે. હર્ષ શાહના બોમ્બે હાઇકોર્ટના 24 ઓગસ્ટ, 2021નો ચુકાદો છે. મારા મિત્રે જે અંતમાં તર્ક આપ્યો, તેને કારણે હું આ આપી રહ્યો છું. હું કાયદાની કોર્ટમાં છું અને અમને ખ્યાલ છે કે કાયદો શું છે. કયો ચુકાદો અમારી પર લાગુ થાય છે. માદક દ્રવ્યોના જોખમની સમસ્યા ઘણાં સમયથી ચાલે છે, પરંતુ આ રીતના કેસ વધુ જાગૃતતા લાવે છે. આ મીડિયાને કારણે જાગૃતતા આવે છે.
 • દેસાઈઃ હું એ વાતના વખાણ કરું છું કે અધિકારી પોતાના દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમમાં મૂકે છે, પંરતુ સાથે એ વાત પણ મહત્ત્વની છે કે તેમણે જે સ્વાતંત્ર્ય સેનાની ઉલ્લેખ કર્યે છો, તેમણે કાયદાની પ્રક્રિયા માટે બંધારણ માટે લડાલી લડી હતી. જે કંઈ પણ કર્યું છે, તે યોગ્ય છે, પરંતુ તે કાયદા પ્રમાણે થવું જોઈતું હતું. ડ્રગ્સના પ્રકાર તથા ડ્રગના જોખમ અનેક છે. સરકારે એ નક્કી કરવું જોઈએ કે સામાજિક રીતે કોની સામે લડવાનું છે અને શું જોખમ છે.
 • દેસાઈઃ દેશમાં માદક પદાર્થોના મુદ્દે લડવા માટે સરકારે દસ્તાવેજો બહાર પાડ્યા છે. યુવાઓ માટે એ નિશ્ચિત રીતે જરૂરી છે. પરંતુ ન્યાયના સિદ્ધાંતો પર વિચાર કરવો જોઈએ. મુખ્ય ડ્રગ્સ પેડલર્સથી લઈ નાના પેડલર્સ તથા યુઝર્સ સુધીની આ સીરિઝ છે. જ્યારે સ્કૂલ-કોલેજમાં જતા બાળકોને નશીલી દવાઓની દાણચોરીની વાત આવે છે, તો સરકારની નીતિ તેમને સંવેદનશીલ બનાવવાની વાત કરે છે.
 • અમિત દેસાઈ (આર્યનના વકીલ): હું મારા વિદ્વાન મિત્રની છેલ્લી વાત સાથે શરૂ કરું છું અને કોર્ટના એક અધિકારી તથા દેશના નાગરિક તરીકે હું મારી વાત રજૂ કરું છું. રાષ્ટ્રમાં કાયદાનું મહત્ત્વ છે અને તેમાં કોઈ શંકા નથી. આ વાતમાં પણ કોઈ શંકા નથી કે દુનિયા નશાના જોખમ સામે લડી રહી છે. આપણને આઝાદી મળે છે, આપણે તેની રક્ષા કરવી જોઈએ અને સમાજનો વિકાસ સુનિશ્ચિત કરવો જોઈએ. નાગરિકો તરીકે આપણે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી જોઈએ અને તેમાં કોઈ આશંકા નથી. NCB આ અંગે સારું કામ કરી રહી છે અને આશા છે કે તે કાયદાકીય રીતે તપાસ ચાલુ રાખશે.
 • કોર્ટઃ શું તમે વ્હોટ્સએપ ચેટ પર ભરોસો કરી રહ્યા છો?
 • અદ્વૈત સેતનાઃ હા, અમે ચેટ જમા કરાવી દીધી છે.
 • કોર્ટઃ મારે એ જોવી પડશે
 • સેતનાઃ અમે મૂળ ફાઇલ જમા કરાવીશું, આ તમામ તપાસનો હિસ્સો છે.
 • ASG અનિલ સિંહે NCB તરફથી સબમિશન પૂરું કર્યું હતું.
 • ASGએ મુનમુન ધામેચાનો જવાબ વાંચ્યો હતો.
 • ASG: અમારા અધિકારીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે અને માદક પદાર્થોની દાણોચરીનો ખાત્મો બોલાવાવનો પ્રયાસ કરે છે. થોડાં દિવસ પહેલાં મારા 4-5 અધિકારીઓ પર હુમોલ થયો હતો. તે છેલ્લાં એક અઠવાડિયાથી હોસ્પિટલમાં છે.
 • ASG: આ દુર્વ્યવહાર યુવાઓને અસર કરે છે. તે કોલેજ જતાં યુવકો છે, પરંતુ અહીંયા જામીન માટે વિચાર કરવો યોગ્ય નથી. મારે કોર્ટને એ જણાવવાની જરૂર નથી, કે તમે આપણા દેશનું ભવિષ્ય છો. આ પેઢી પર દેશનું ભવિષ્ય નિર્ભર કરે છે.
 • ASG: અમારા સ્વતંત્રતા સેનાનીઓના મનમાં આ વાત નહોતી. આ મહાત્મા ગાંધી તથા બુદ્ધિની ભૂમિ છે. તપાસ શરૂઆતના તબક્કે છે. આ જામીન દેવા માટેનો યોગ્ય સમય નથી. મિલોર્ડ્સ આ જામીન અરજી પર તમે પછીના દિવસોમાં વિચાર કરી શકો છો, પરંતુ આ સ્ટેજ પર નહીં. અમારે હજી એ તપાસ કરવાની છે કે આરોપી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે.
 • ASG: કોર્ટને મારું નિવેદન છે કે જ્યારે આપણે NDPS જોગવાઈ હેઠળ કોઈ પણ કેસ અંગે વાત કરતા હોઈએ તો કોર્ટે કાયદાની કડક જોગવાઈઓ પર વિચાર કરવો જોઈએ. માદક પદાર્થોની દાણચોરી તથા દુરુપયોગને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે આ પ્રકૃતિ તથા દુનિયાને પ્રભાવિત કરી રહ્યા છે. સમય સમય પર તેમાં સુધારો થઈ રહ્યો છે. મને આનંદ છે કે મારા મિત્રોએ મુંબઈમાં NCBની ભૂમિકાના વખાણ કર્યા છે, પરંતુ અમારી પર આરોપો પણ લગાવ્યા છે.
 • ASG: હું અન્ય એક કેસનો સંદર્ભ લેવા માગું છું. ગોપાલ સિંહ વર્સિસ દિલ્હી રાજ્ય, તેમાં પણ ત્રણેય સ્થિતિ એટલે કે રિકરવી, ષડયંત્ર તથા જામીનની વાત છે. અન્ય એક કેસમાં હર્ષમણિ વર્સિસ કસ્ટમ બોમ્બે હાઇકોર્ટનો છે. કોર્ટે એ વાતથી સંતુષ્ટ થવી જોઈએ કે ભલે આરોપ સિદ્ધ થઈ જાય, પરંતુ આ વાતની પૂરી સંભાવના છે કે આરોપીને છોડી શકાય છે. હવે હું અંતિમ બે ચુકાદાની વાત કરું છું, એક ભરત ઠક્કર વર્સિસ મહારાષ્ટ્ર રાજ્ય. આ કલમ 37 પર છે, પરંતુ હું તે ભાગ વાંચતો નથી. એવા અનેક દેશ છે, જેમાં આવા ગુના માટે મોતની સજા મળી રહી છે. હું એટલું જ કહીશ કે આપણા માટે આ કેસમાં જામીન અપવાદ હોવા જોઈએ, પરંતુ નિયમ નહીં.
 • ASG: હું વિવિધ ચુકાદાઓ સંભળાવવા માગું છું. આ ચુકાદો યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ શિવશંકર જયસિંહનો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે આ નિવેદન ટ્રાયલનો કેસ છે. આર્યનના કેસમાં 7 ઓક્ટોબરે પહેલીવાર નિવેદન પાછું ખેંચવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ સ્તર પર આને ટ્રાયલ માટે લેવામાં આવે છે, તપાસ માટે નહીં. એમડી કાલે વર્સિસ મોહમ્મદ અફઝલના કેસમાં બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. હું આ વાંચતો નથી, પરંતુ આ આગળના ચુકાદો જેવો છે. અન્ય એક ચુકાદો તુફાન સિંહ અંગે છે. આ કેસ ટ્રાયલના સ્ટેજ પર છે. જામીનના સ્ટેજ પર આ લાગુ થતો નથી. અન્ય એક ચુકાદો નવાઝ ખાન પર છે. આ રિકવરી અંગે છે. અરજીકર્તા જો રિકવરી સ્વીકાર નહીં તોપણ નવાઝ ખાનના ચુકાદાનો 25મો પેરા જુઓ. અહીં લખ્યું છે કે કોઈપણ રિકવરી ના હોય તોપણ NDPSની કલમ 37 લાગુ પડે છે.
 • ASG: અમે તપાસના શરૂઆતના તબક્કામાં છીએ. મારા મિત્ર કહી રહ્યા છે કે હું આ સમયે કલમ 29 (ષડયંત્ર) લાગુ કરી શકું નહીં, પરંતુ મારી પાસે કલમ 29 લાગુ કરવા અંગે કોઈ રિસ્ટ્રિક્શન નથી. જ્યાં સુધી આરોપોનો સવાલ છે, હું કોઈપણ કલમ લાગુ કરી શકું છું. જેમ જેમ તપાસ આગળ વધશે, મને પુરાવા મળશે. NDPS એક્ટ હેઠળ આમાં ડ્રગ્સની માત્રા સાથે કોઈ લેવાદેવા નથી, આથી એમ કહેવું યોગ્ય નથી કે સજા માત્ર એક વર્ષ માટે જ છે. એકવાર કનેક્શન સ્થાપિત થઈ જશે, પછી ડ્રગ્સની માત્રા મહત્ત્વપૂર્ણ નથી.
 • ASG: હું હાઇકોર્ટમાં શોવિક ચક્રવર્તીના ચુકાદનો ભાગ વાંચવા માગીશ. એ કેસમાં તર્ક હતો કે કોઈ ડ્રગ્સ જપ્ત થયું નથી, પરંતુ અમારા કેસમાં જપ્તી છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું છે કે આરોપી તપાસમાં એક મહત્ત્વપૂર્ણ કડી હતો અને તે એ કે ત્યાં પૈસાની લેવડદેવડ હતી. કોર્ટે સ્વીકાર કર્યો હતો કે NDPS હેઠળ તમામ જામીનપાત્ર ગુના બિનજામીન છે. હાઇકોર્ટે કહ્યું હતું કે જો કોઈ રિકવરી થઈ નથી તોપણ તમે ડ્રગ-ડીલર્સના સંપર્કમાં હતા, આથી જામીન આપી શકાય નહીં. હાલના કેસમાં ડ્રગ-ડીલર અર્ચિત તથા શિવરાજ છે. આ બંનેના સંપર્કમાં આરોપીઓ હતા.
 • ASG: મારું નિવેદન છે કે અહીં જામીન આપી શકાય નહીં. મારી પાસે કેટલાક કેસોના સંદર્ભ છે. વકીલ સૈયદે મોબાઈલ જપ્ત કરવા અંગે વાત કરી હતી. હું કહેવા માગીશ કે આવેદનમાં બતાવો કે આ ગ્રાઉન્ડ ક્યા છે? પંચનામામાં લખેલું છે કે મોબાઇલ ફોન સ્વેચ્છાથી આપવામાં આવ્યા હતા. શું તપાસમાં આવું ના કરી શકાય. હું શું તપાસ કરું છું? હું કેવી રીતે તપાસ કરું છું? હું કોની તપાસ કરું છું? આ એજન્સીના વિશેષાધિકાર છે. હવે કારણે આ આવેદનમાં નથી, આથી અમે અમારા રિપ્લાયમાં આનો જવાબ નથી, નહીંતર અમારી પાસે જવાબ છે. અધિકારી વીવી સિંહે કોર્ટને કહ્યું હતું કે પંચનામું રેકોર્ડ કરનારા લોકોએ સ્વેચ્છાએ ફોન જમા કરાવ્યા હતા.
 • ASG: એક મિનિટ માટે કલમ 35 જુઓ. 35મા ગુનેગારની માનસિક સ્થિતિનું અનુમાન છે, આથી આ ધારણા છે કે જ્યારે કોઈની પાસેથી દવા જપ્ત કરવામાં આવે છે ત્યારે એજન્સી જે કહે છે એ સાચું છે. એજન્સીનું કહેવું છે કે આર્યન પાસે ડ્રગ્સ હતું તો પહેલી નજરમાં આ વાતને સાચી માનવી જોઈએ. બીજું NDPSની જોગવાઈ 54 પ્રમાણે, ગેરકાયદે વસ્તુઓ પોતાની પાસે હોવાથી અનુમાન લગાવવામાં આવે છે અને કેસ દરમિયાન આરોપીએ એ બતાવવાનું હોય છે કે તેની પાસે ગેરકાયદે વસ્તુ નથી, આમાં એક જોગવાઈ એ છે કે જો એજન્સી પાસે આ કેસ આવે છે કે આરોપીની પાસે ડ્રગ્સ છે તો તેને ત્યાં સુધી સાચું માનવામાં આવે છે, જ્યાં સુધી ટ્રાયલ રિજેક્ટ ના થાય. હવે NDPSની કલમ 37 જુઓ, હું 37 તરફ એટલા માટે ઈશારો કરી રહ્યો છું, કારણ કે મેં 29 તરફ ઈશારો કર્યો છે. હું ષડયંત્રનો કેસ લઈને આવ્યો છું. એક કેસમાં જો 15-20 લોકો સામેલ છે તો આ ષડયંત્ર છે, તેમાં કલમ 37 સામેલ થઈ જાય છે.
 • ASG: હાર્ડ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં પર્સનલ ઉપયોગ કરી શકાય નહીં. ચેટ પરથી અંદાજો લગાવી શકાય છે કે પેડલર, કાદિર તથા વિદેશી નાગરિક અચિત કુમારના સંપર્કમાં હતા. વિદેશી નાગરિકની ઓળખ અંગે અમે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છીએ.
 • ASG: હું કોર્ટમાં NCBના જવાબનો પેરા 12 કોર્ટ સામે રજૂ કરવા માગીશ. તથ્યોને આધારે મારું નિવેદન છે કે આર્યન ખાને પહેલીવાર ડ્રગ્સ લીધું નથી. રેકોર્ડ તથા પુરાવાથી ખ્યાલ આવે છે કે તે છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત રીતે પ્રતિબંધિત પદાર્થનું સેવન કરે છે.
 • ASG: આર્યન તથા તેના મિત્ર અરબાઝ પાસેથી 6 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. તેઓ એમ કહી શકે તેમ નથી કે તેમને આ વિશે કોઈ માહિતી નથી. બંને સારા મિત્રો છે અને બંને એન્જોય કરવા માટે જતા હતા.

આર્યન સહિત 6 આરોપીનો ક્વૉરન્ટીન પિરિયડ પૂરો
આર્યન ખાન સહિત 6 આરોપીનો આર્થર રોડ જેલમાં ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થઈ ગયો છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આર્યન સહિત છ આરોપીને આજે, 14 ઓક્ટોબરના રોજ આર્થર રોડ જેલની કોમન કોટડીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ગઈકાલે કોર્ટમાં શું બન્યું હતું?
NCBએ 11.30એ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ત્યાર બાદ આર્યનની જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. આ પહેલાં મેટ્રોપૉલિટન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. ડ્રગ્સ પાર્ટી કેસમાં NCBએ અત્યારસુધી 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાં 2 વિદેશી નાગરિક પણ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોર્ટમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ કહ્યું હતું કે આર્યન પાસેથી ભલે કંઈ ના મળ્યું, પરંતુ તે આ આખા ષડયંત્રમાં સામેલ છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આર્થર રોડ જેલમાં છે. શાહરુખે આર્યન માટે વકીલ અમિત દેસાઈને હાયર કર્યા છે. તેમણે ગઈકાલે સતીશ માનશિંદે સાથે મળીને કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનીય છે કે દેસાઈએ સલમાનને હિટ એન્ડ રન કેસમાં જામીન પર છોડાવ્યો હતો.

શાહરુખની મેનેજર પૂજા કોર્ટમાં હાજર રહી હતી.
શાહરુખની મેનેજર પૂજા કોર્ટમાં હાજર રહી હતી.

આર્યનના રોલને નકારી ના શકાય
આર્યનની જામીન અરજીનો વિરોધ કરતાં NCBએ કહ્યું હતું કે આરોપીઓને એકબીજાથી અલગ કરી શકાય નહીં. આરોપી પાસેથી ભલે કોઈ વસ્તુ ના મળી, પરંતુ તે આ ષડયંત્રમાં સામેલ છે. ખાન પર પ્રતિબંધિત સામગ્રી ખરીદવાનો આરોપ છે. અરબાઝ મર્ચન્ટ પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. વિદેશમાં લેવડ-દેવડ સંબંધિત તપાસ ચાલી રહી છે

વ્હોટ્સએપ ચેટને આધારે આર્યનને ફસાવવાનો પ્રયાસઃ વકીલ
આર્યન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે, 'કથિત વ્હોટ્સએપ ચેટની સત્યતા ચકસ્યા વગર NCB આર્યનને ફસાવવા માટે પૂરી રીતે એની પર વિશ્વાસ કરે છે. આ ઉપરાંત એવું કંઈ જ નથી, જેનાથી ખ્યાલ આવે કે આ કથિત ચેટનો ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે સંબંધ છે.'

જેલમાં આર્યનનો સાતમો દિવસ
NCBએ 3 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડી મળ્યા બાદ 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં છે. આર્યને પૂછપરછમાં ચરસ લીધું હોવાની વાત સ્વીકારી છે.