દીકરા માટે ગળપણ છોડ્યું:ગૌરી ખાને સ્ટાફને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, જ્યાં સુધી આર્યન ઘરે ના આવે ત્યાં સુધી મન્નતના રસોડામાં ગળી વસ્તુ નહીં બને

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફે લંચમાં ખીર બનાવી હતી, આથી ગૌરીએ ઘરમાં ગળી વસ્તુ ન બનાવવાનું કહ્યું હતું

શાહરુખ-ગૌરી ખાનનો દીકરો આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ક્રૂઝ પરથી અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. ત્યારથી જ આર્યન પહેલા NCB લૉકઅપમાં અને હવે આર્થર રોડ જેલમાં બંધ છે. શાહરુખ-ગૌરીએ દીકરાને જામીન મળે એ માટે ઘણા જ પ્રયાસો કર્યા છે. આર્યનની જામીન અરજીનો ચુકાદો 20 ઓક્ટોબરે આવશે. હાલમાં મન્નતમાં નવરાત્રિ સેલિબ્રેટ કરવામાં આવી નહોતી. ગૌરી તથા શાહરુખ ઘણાં જ ઉદાસ છે.

મન્નતમાં ગળ્યું બનતું નથી
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે, ગૌરીએ મન્નતના સ્ટાફને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી આર્યન ઘરે ના આવે ત્યાં સુધી ગળ્યું બનશે નહીં. સ્ટાફે લંચમાં ખીર બનાવી હતી અને જ્યારે ગૌરીને આની જાણ થઈ ત્યારે તેણે ચોખ્ખા શબ્દોમાં સ્ટાફને કહી દીધું છે કે કોઈ ગળી વસ્તુ બનશે નહીં.

દીકરાને જામીન ના મળ્યા ત્યારે કોર્ટની બહાર ગૌરી ખાન કારમાં બેસીને રડતી હતી.
દીકરાને જામીન ના મળ્યા ત્યારે કોર્ટની બહાર ગૌરી ખાન કારમાં બેસીને રડતી હતી.

ગૌરી ખાન સતત પ્રાર્થના કરે છે
જ્યારથી આર્યનની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ગૌરી ખાન ટેન્શનમાં છે. તે સતત ભગવાનને પ્રાર્થના કરે છે. બીજી બાજુ, શાહરુખ ખાને મિત્રોને વિનંતી કરી છે કે તેઓ આ સમયે મન્નત ના આવે. તે ફોન તથા મેસેજથી મિત્રોના સંપર્કમાં છે. શાહરુખે ના પાડી હોવા છતાંય સલમાન ખાન, પ્રીટિ ઝિન્ટા, કરન જોહર, ફરાહ ખાન, સાજિદ નડિયાદવાલા મન્નત આવ્યાં હતાં.

ગૌરીએ ગળ્યું ના ખાવાની માનતા માની
ઉલ્લેખનીય છે કે ગૌરીએ માનતા માની છે કે જ્યાં સુધી આર્યન ખાન જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તે ગળ્યું ખાશે નહીં. નવરાત્રિના તહેવારમાં પણ ગૌરીએ કંઈ જ ગળપણ લીધું નહોતું.

દીકરો જેલમાં હોવાથી ગૌરી અને શાહરુખ ચેનથી સૂઈ શકતાં નથી.
દીકરો જેલમાં હોવાથી ગૌરી અને શાહરુખ ચેનથી સૂઈ શકતાં નથી.

આર્યનને 4500 રૂપિયા મોકલ્યા
આર્યનના કેન્ટીનના ખર્ચ માટે શાહરુખ-ગૌરીએ મની ઓર્ડરથી 4500 રૂપિયા આર્થર રોડ જેલમાં જમા કરાવ્યા છે. હાલમાં જ આર્યને 10 મિનિટ પોતાના પેરન્ટ્સ સાથે વાત કરી હતી. આ દરમિયાન તે રડી પડ્યો હતો. નોંધનીય છે કે કોરોનાને કારણે જેલમાં કેદીને પરિવાર મળવા આવી શકતો નથી, આથી જ તેમને વીડિયો-કૉલ પર પરિવાર સાથે મહિનામાં 2-3 વાર વાત કરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...