આર્યનનો કેસ લડનારા સતીશ માનશિંદે કોણ છે?:સંજુબાબા-સલમાન ખાનથી લઈ રિયા ચક્રવર્તી માટે લડી ચૂક્યા છે કેસ, 10 લાખ ફી લેતા હોવાની ચર્ચા

મુંબઈ24 દિવસ પહેલા
  • 56 વર્ષીય સતીશ માનશિંદેનો જન્મ કર્ણાટકમાં થયો છે
  • 1983માં મુંબઈ આવીને કરિયરની શરૂઆત કરી હતી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ક્રૂઝ પર દરોડા પાડીને શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે. આર્યન ખાનનો કેસ ભારતના જાણીતા ક્રિમિનલ વકીલ સતીશ માનશિંદે લડવાના છે. આ એ જ સતીશ માનશિંદે છે, જેમણે રિયા ચક્રવર્તીનો કેસ લડ્યો હતો.

કોણ છે સતીશ માનશિંદે?
1965માં કર્ણાટકના ધારવાડમાં જન્મેલા સતીશ માનશિંદના પિતા બિઝનેસમેન તથા માતા હોમમેકર હતા. તેમણે કર્ણાટક યુનિવર્સિટી કોલેજ ઓફ લોમાંથી બેચલર ઓફ કોર્મસની ડિગ્રી લીધી હતી. ત્યારબાદ તેમણે LLB (બેચરલ ઓફ લો)ની ડિગ્રી લીધી હતી. નાનપણથી જ તેમને કાયદા પ્રત્યે ઘણો જ લગાવ હતો.

રામ જેઠમલાણી સાથે સતીશ માનશિંદે
રામ જેઠમલાણી સાથે સતીશ માનશિંદે

1983માં મુંબઈ આવ્યા
સતીશ માનશિંદેએ 1983માં પોતાની કરિયર શરૂ કરી હતી. આ વર્ષે તેઓ મુંબઈ આવ્યા હતા. અહીંયા તેમણે સ્વ. રામ જેઠમલાણી સાથે ઇન્ટર્નશિપ શરૂ કરી હતી. સતીશ માનશિંદેએ જુનિયર વકીલ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. અંદાજે 10 વર્ષ સુધી તેમણે રામ જેઠમલાણીના હાથ નીચે કામ કર્યું હતું. તેમણે સિવિલ તથા ક્રિમિનલ કેસ હેન્ડલ કર્યા હતા. આ દરમિયાન તેમણે મોટાભાગે કલાકારો, રાજકારણીઓ તથા અન્ય સેલેબ્સના જ કેસ લડ્યા હતા.

સંજય દત્તના કેસને કારણે ચર્ચામાં આવ્યા
1993માં જ્યારે સંજય દત્ત વિરુદ્ધ મુંબઈ બ્લાસ્ટ કેસ થયો ત્યારે સતીશ માનશિંદેએ એક્ટરનો કેસ લડ્યો હતો. આ કારણે તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. 1998માં સલમાન ખાન પર કાળિયાર શિકાર કેસ કરવામાં આવ્યો ત્યારે પણ સતીશ માનશિંદેએ જ સલમાન તરફથી કેસ લડ્યો હતો. આ ઉપરાંત સલમાને જ્યાર હિટ એન્ડ રન કેસમાં ફસાયો ત્યારે પણ સતીશ માનશિંદે જ એક્ટરના વકીલ હતા.

સંજય દત્ત સાથે સતીશ માનશિંદે
સંજય દત્ત સાથે સતીશ માનશિંદે

આ કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા
સતીશ માનશિંદેએ મુંબઈ પોલીસ દયાનાયકનો સંપત્તિ કેસ, બુકી શોબન મહેતા મેચ ફિક્સિંગ કેસ, છોટા રાનજની પત્ની સુજાતાનો કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા.

10 લાખ ફી હોવાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સતીશ માનશિંદેએ એક સુનાવણીના 10 લાખ રૂપિયા ફી લેતા હોવાની ચર્ચા છે. જોકે, ગયા વર્ષે સતીશ માનશિંદેએ ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં ફી અંગે કહ્યું હતું, '10 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક અહેવાલને આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મારી ફી 10 લાખ રૂપિયા છે. 10 વર્ષ જૂનો આર્ટિકલ કેમ જોવામાં આવે છે? આ પ્રમાણે તો હાલના સમયે મારી ફી ક્યાંય વધારે હશે.'

બાળ ઠાકરે સાથે સતીશ માનશિંદે
બાળ ઠાકરે સાથે સતીશ માનશિંદે

વધુમાં તેમણે કહ્યું હતું, 'હું મારા ક્લાયન્ટ્સ પાસેથી જે પણ ફી લેતો હોઉં, તેનાથી અન્ય કોઈને કોઈ ફરક પડવો જોઈએ નહીં. જો ઈનકમ ટેક્સ મારી ફી જાણવા માંગશે તો હું સારી રીતે તેમને કહીશ. મારી તથા મારા ક્લાયન્ટ વચ્ચેની અંગત વાતોની હું ક્યારેય ચર્ચા કરવા માગતો નથી.'

અન્ય સમાચારો પણ છે...