'રેવ પાર્ટી' પછી દાળ-ભાત ને બિરયાની:આર્યન ખાને NCBની કસ્ટડીમાં રોડસાઇડ રેસ્ટોરાંમાંથી ભોજન લીધું, ઘરેથી કપડાં આવ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • NCBની ઓફિસમાં આર્યન ખાનના 72 કલાક

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન શનિવાર, 2 ઓક્ટોબરની મોડી રાતથી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડીમાં છે. 4 ઓક્ટોબરના રોજ કોર્ટે વધુ ત્રણ દિવસની એટલે કે 7 ઓક્ટોબર સુધી રિમાન્ડ મોકલ્યો છે. NCB હાલમાં આર્યન ખાનની પૂછપરછ કરી રહ્યું છે.

આર્યન ખાનને ક્યાં રાખવામાં આવ્યો છે?
રિપોર્ટ પ્રમાણે, આર્યનની કસ્ટડી વધતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. NCBની પૂછપરછમાં આર્યન સહયોગ આપી રહ્યો છે. આર્યન તથા અરબાઝની સામસામે બેસાડીને પૂછપરછ પણ કરવામાં આવી છે. આર્યન ખાનને બલાર્ડ એસ્ટેટમાં આવેલી NCBની ઓફિસના બીજા માળે રાખવામાં આવ્યો છે.

આ બિલ્ડિંગના બીજા માળે આર્યન ખાન છે
આ બિલ્ડિંગના બીજા માળે આર્યન ખાન છે

ઘરેથી ભોજન મગાવ્યું નથી
કસ્ટડીમાં હોવાને કારણે નિયમ પ્રમાણે, ઘરના ભોજન માટે કોર્ટની પરવાનગી જરૂરી છે. આર્યને આવી કોઈ પરવાનગી લીધી નથી. આથી આર્યન સહિતના આરોપીઓને NCBએ બિલ્ડિંગના રોડ પર આવેલી રેસ્ટોરાંમાંથી ભોજન મગાવવામાં આવ્યું હતું. NCBએ પેપર પ્લેટ્સમાં ભોજન આપ્યું હતું.

પહેલા દિવસે (શનિવાર રાત્રે) NCBને પણ ખ્યાલ નહોતો કે કેટલા કલાક પૂછપરછ ચાલશે, આથી જ અધિકારીઓએ રેસ્ટોરાંનો સંપર્ક કરીને જનરલ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલી રેસ્ટોરાંમાંથી બિરયાની, પૂરીભાજી, પરાઠા તથા દાળ-ભાત મગાવ્યા હતા. NCBની ઓફિસમાં કેન્ટિન નથી અને તેથી જ તેઓ બિલ્ડિંગની આસપાસ આવેલી રેસ્ટોરાંમાંથી ભોજન મગાવે છે.

ઘરેથી કપડાં આવ્યા
આર્યન ખાન તથા અન્ય આરોપીઓના ઘરેથી કપડાં આવ્યા છે. નિયમ પ્રમાણે, આર્યન ખાને સોમવાર, 4 ઓક્ટોબરના રોજ પિતા શાહરુખ ખાન સાથે 2 મિનિટ વાત કરી હતી.

નેઝલ ડ્રોપ મગાવ્યું
આર્યન ખાને પોતાના એજ્યુકેશન અંગેની માહિતી NCBને આપી છે. તેણે કહ્યું હતું કે તેને ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો છે. તેણે વિદેશમાં હાયર એજ્યુકેશન કર્યું છે. આ પહેલાં આર્યને નેઝલ ડ્રોપ માગ્યું હતું અને તેને તે આપી દેવામાં આવ્યું છે. આર્યનને લગભગ ચાર પેજનું નિવેદન NCBની સામે લખ્યું છે.

NCB આર્યનને લઈ બહાર જાય તેવી શક્યતા
માનવામાં આવે છે કે NCB મંગળવાર, 5 ઓક્ટોબરના રોજ આર્યનને મુંબઈની કેટલીક જગ્યાઓએ લઈ જશે. આ પહેલાં NCBની ટીમ આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટને લઈને બહાર ગઈ હતી.