તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત આત્મહત્યા કેસ:મૃતદેહ લઈ જનાર ડ્રાઈવરનો ઘટસ્ફોટ- જ્યારે તે પહોંચ્યો તો મૃતદેહ બેડ પર હતો, પોલીસે જ ડેડબોડીની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુશાંતના મોત બાદ ડ્રાઇવર કરીમ જ પોતાના સાથીઓની સાથે સુશાંતના ઘરે પહોંચ્યો હતો
  • ડ્રાઈવરે એક સ્ટિંગમાં કબૂલાત કરી હતી કે, પોલીસે જ સુશાંતના મૃતદેહની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી

સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ લઈ જનાર એમ્બ્યુલન્સના ડ્રાઇવર શાહનવાઝ અબ્દુલ કરીમે દાવો કર્યો છે કે, તેને વિદેશી નંબરો પરથી ધમકીભર્યા કોલ આવી રહ્યા છે અને આ બાબતે ચૂપ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. સુશાંતના મૃત્યુ બાદ કરીમ તેના સાથીઓની સાથે સુશાંતના ઘરે પહોંચ્યો હતો અને તેનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં લઈ ગયો હતો

શાહનવાઝે એક અંગ્રેજી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો છે કે, જ્યારે તે બાંદ્રાના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે સુશાંતનો મૃતદેહ લટકતો ન હતો પરંતુ તેને નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને તેમની ટીમે જ એક સફેદ કપડામાં લપેટ્યો હતો અને તેને લઈને એમ્બ્યુલન્સ સુધી ગયો હતો.

પોલીસે સોશિયલ મીડિયા સુશાંતની તસવીર અપલોડ કરી હતી
તે ઉપરાંત શાહનવાઝે ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, સુશાંતની ડેડબોડીની તસવીરો મુંબઈ પોલીસના લોકોએ અપલોડ કરી હતી. તેમણા જણાવ્યા પ્રમાણે, પોલીસે તેમને પહેલા નાણાવટી હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતુ પરંતુ બાદમાં કહ્યું કે, મૃતદેહને કૂપર હોસ્પિટલમાં લઈ જવાનો છે.

એમ્બ્યુલન્સ બદલવાનું આ પણ કારણ હતું
સુશાંતના ઘરે બે એમ્બ્યુલન્સ મોકલવા પર એમ્બ્યુલન્સના માલિકે જણાવ્યું કે જે દિવસે સુશાંતે આત્મહત્યા કરી હતી, તે દિવસે તે ગામડે હતો તેથી તેનો ભાઈ અક્ષય એમ્બ્યુલન્સ લઈને સુશાંતના ઘરે પહોંચ્યો હતો. અક્ષય જ્યારે સુશાંતના ઘરે પહોંચ્યો તો તેમની બોડી પહેલેથી નીચે ઉતારી દેવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તેમના મૃતદેહને સ્ટ્રેચર પર રાખીને બિલ્ડિંગથી નીચે લાવ્યા હતા. પરંતુ એમ્બ્યુલન્સના વ્હીલચેરમાં થોડી સમસ્યાના કારણે સુશાંતનો મૃતદેહ તે એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતો, તેથી રાહુલે તેની બીજી એમ્બ્યુલન્સ બોલાવી અને ત્યાંથી રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...