'બ્રહ્માસ્ત્ર' બાદ 'દૃશ્યમ 2' બિગ ઓપનર બની:પહેલા દિવસે 15.38 કરોડની કમાણી કરી, અક્ષય કુમારની 'રામસેતુ'ને પાછળ મૂકી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ 2' આ વર્ષની બીજી બિગ ઓપનર બની છે. ફિલ્મે રિલીઝના દિવસે એટલે કે પહેલા દિવસે 15.38 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અક્ષય કુમારની 'રામસેતુ'ને ફર્સ્ટ ડે કલેક્શનમાં પાછળ મૂકી દીધી છે. 3300 સ્ક્રીન્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે સારો બિઝનેસ કર્યો છે. અજયની છેલ્લા બે વર્ષમાં આવેલી ફિલ્મમાં 'દૃશ્યમ 2'ને સૌથી વધારે ઓપનિંગ મળ્યું છે.

વર્ષની બીજી ડે વન પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
2022માં રિલીઝ થયેલી તમામ હિંદી ફિલ્મમાં 'બ્રહ્માસ્ત્ર'એ સૌથી વધુ વકરો પહેલા દિવસે કર્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે 37 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા નંબર પર 'રામસેતુ' 15.25 કરોડ સાથે હતી. જોકે, હવે 'દૃશ્યમ 2'એ 15.38 કરોડનું કલેક્શન કરતા તે બીજા સ્થાને આવી ગઈ છે. આ પહેલા 2020માં આવેલી અજયની ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર'એ 15.10 કરોડનો બિઝનેસ કર્યો હતો.

તરણ આદર્શે ફિલ્મનું કલેક્શન શૅર કર્યું
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં 'દૃશ્યમ 2'નું કલેક્શન શૅર કરીને કહ્યું હતું, 'ઇન્ડસ્ટ્રી ખરાબ સમયમાઁથી ફરી બેઠી થઈ છે. ફિલ્મે પહેલા દિવસે શાનદાર શરૂઆત કરી છે. વર્ષની બીજી સૌથી બિગ ઓપનર બની છે. આશા છે કે વીકેન્ડ પૂરું થશે ત્યાં સુધીમાં 50 કરોડનો આંકડો પાર કરી લેશે. શુક્રાવર 15.38 કરોડ.'

મલયાલમ ફિલ્મની રીમેક છે
'દૃશ્યમ 2' સાઉથ સુપરસ્ટાર મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ 'દૃશ્યમ 2'ની હિંદી રીમેક છે. આ ફિલ્મનો પહેલો ભાગ પણ મોહનલાલની ફિલ્મનો જ રીમેક હતો.

નિશિકાંત કામતને બદલે અભિષેક પાઠકે ડિરેક્ટર કરી
અભિષેક પાઠકના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન, તબુ, શ્રિયા સરણ તથા અક્ષય ખન્ના છે. ફિલ્મના પહેલા ભાગને નિશિકાંત કામતે ડિરેક્ટ કર્યો હતો, પરંતુ તેમને અવસાન થતાં આ ફિલ્મને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકો બંનેએ વખાણી છે.

અન્ય સમાચારો પણ છે...