તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:'ડ્રીમ ગર્લ' ફૅમ એક્ટ્રેસ રિંકુ સિંહનું કોરોનાને કારણે અવસાન, વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિંકુએ ઘણી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે
  • 25 મેના રોજ કોરોના થયો હતો

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની એક્ટ્રેસ રિંકુ સિંહ નિકુંભનું કોરોનાને કારણે અવસાન થયું છે. તે છેલ્લાં કેટલાંક દિવસથી ICUમાં દાખલ હતા. રિંકુની કઝિન ચંદા સિંહે આ અંગેની માહિતી આપી હતી.

રિંકુ છેલ્લે એમેઝોન પ્રાઈમની ફિલ્મ 'હેલ્લો ચાર્લી'માં જોવા મળી હતી. રિંકુને 'ડ્રીમ ગર્લ'થી ઓળખ મળી હતી.

ઘણી સિરિયલમાં કામ કર્યું છે
રિંકુએ ટીવી સિરિયલ 'ચિડિયાઘર', 'મેરી હાનિકારક બીવી' સહિત વિવિધ સિરિયલમાં કામ કર્યું છે.

રિંકુની બહેને કહ્યું, તેને દમ પણ હતો
રિંકુની બહેન ચંદાએ કહ્યું હતું, '25 મેના રોજ રિંકુનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી તે હોમ આઈસોલેશનમાં હતી. જોકે, તેને તાવ મટતો નહોતો. પછી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં નોર્મલ વોર્ડમાંથી તેને ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી. જોકે, અહીંયા તેની તબિયત વધુ બગડી હતી અને તે કોરોના સામે હારી ગઈ હતી. રિંકુને દમ પણ હતો.'

પરિવારના ઘણાં સભ્યો પોઝિટિવ હતા
રિંકુ ઉપરાંત પરિવારના ઘણાં સભ્યોને કોરોના થયો હતો. ચંદાએ 7 મેના રોજ કોરોના વેક્સિનનો ફર્સ્ટ ડોઝ પણ લીધો હતો.