તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ પ્રોજેક્ટ:'ડ્રીમ ગર્લ 2'માં અલગ- અલગ અવાજ નહીં કાઢે આયુષ્માન, જૂન પછી રાજ શાંડિલ્યે લખેલી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે

એક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

આયુષ્માન ખુરાના હાલ નોર્થ ઇસ્ટમાં અનુભવ સિન્હાની સસ્પેન્સ થ્રિલર શૂટ કરી રહ્યો છે. ત્યારબાદ તે બેક ટુ બેક કોમેડી કરવાનો છે. તેમાં એક 'ડોક્ટર જી' અને ત્યારબાદ રાજ શાંડિલ્યની 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ છે. 'ડોક્ટર જી'નું અનાઉન્સમેન્ટ થઇ ગયું છે. 'ડ્રીમ ગર્લ 2'નું શૂટ શેડ્યુઅલ થોડા જ દિવસમાં અનાઉન્સ કરવામાં આવશે.

ઘણી ફિલ્મો લાઈન અપ
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રાજ શાંડિલ્યે આ ડેવલપમેન્ટની પુષ્ટિ કરી. રાજે કહ્યું, 'આ ફિલ્મ તો છે જ, સાથે જ હું જે ફિલ્મોને ટાઈમ ન હોવાના કારણે કરી શકતો ન હતો તેને પ્રોડ્યુસ કરી રહ્યો છું. ફૌજા સિંહની બાયોપિક. ઉમંગ કુમાર તેને ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટ પણ નક્કી થઇ ગઈ છે. અમે ટૂંક સમયમાં નામ અનાઉન્સ કરવાના છીએ. આવા વિષય પર ફિલ્મો બનવી જોઈએ. આને અમે ઓગસ્ટમાં શૂટ કરશું. વિપુલ અમારા રાઇટર છે. તે ફૌજા સિંહથી ઘણા પ્રેરિત થયા હતા તો તેણે તેમના પર સ્ટોરી લખી.'

નુસરત ભરૂચા અને આયુષ્માન સાથે ડ્રીમ ગર્લના રાઇટર રાજ શાંડિલ્ય.
નુસરત ભરૂચા અને આયુષ્માન સાથે ડ્રીમ ગર્લના રાઇટર રાજ શાંડિલ્ય.

99% આયુષ્માન જ બોર્ડ પર છે
રાજ આગળ જણાવે છે કે, 'ડિરેક્ટર તરીકે ડ્રીમ ગર્લ 2 હજુ લખાઈ રહી છે. પહેલો પાર્ટ લખ્યા લખ્યા બાદ મેં આયુષ્માનને કહ્યું પણ હતું કે હું જે પણ ફિલ્મ લખીશ, સૌથી પહેલા તેને જ પીચ કરીશ. તે કોઈ કારણસર ના પાડે છે તો જ બીજે જઈશ. હાલ તો ફિલ્મ રાઇટિંગ સ્ટેજ પર છે. હજુ તેને સ્ટોરી તો નરેટ નથી કરી પણ એટલું જરૂર કહીશ કે તે આ ફિલ્મમાં લીડ હશે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ વગેરે સાઈન ન થઇ જાય, ત્યાં સુધી 1% અનિશ્ચિત માનીને ચાલો. બાકી કાસ્ટમાં નુસરત ભરૂચા પણ છે. અન્નુ કપૂર પણ છે. આ બંને 100% ઓન બોર્ડ છે.'

આયુષ્માન કોલ સેન્ટર વાળો નહીં હોય
રાજે જણાવ્યું કે આ વખતે અમારા હીરોનું પ્રોફેશન અલગ હશે. આ ફિલ્મની અમે સિક્વલ અને ફ્રેન્ચાઇઝી ડેવલપ કરી રહ્યા છીએ. એટલે કે જ્યાં પાર્ટ વનની સ્ટોરી પૂરી થઇ હતી, ત્યાંથી સ્ટોરી આગળ વધશે. બેકડ્રોપ પણ મથુરા, વૃંદાવન રહેશે. માત્ર હીરોનું પ્રોફેશન અલગ રહેશે.

મહામારીના સમયમાં કોમેડીનું ઘણું મહત્ત્વ
આ સિવાય અન્ય એક સોશિયલ ઈશ્યુ પર કોમેડી લખી રહ્યો છું. તેમાં ઈમોશન પણ ઘણા છે. તે 'આનંદ'વાળી સ્પેસની છે, તેના પર પણ કામ ચાલી રહ્યું છે. તેનું ટાઇટલ નથી વિચાર્યું. જોનર તરીકે કોમેડીને ઘણું હલકું ક્રાફ્ટ માની લેવામાં આવે છે. પણ કોરોના પછીથી જ કોમેડીનું જોનર ઘણું મહત્ત્વનું થઇ ગયું છે.

રાજ કહે છે કે આગામી બે વર્ષ તો એકતા કપૂરના બેનર સાથે જ કામ થતું રહેશે. એ વાત પણ સાચી છે કે માર્કેટની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ફિલ્મોના બજેટમાં 15થી 20% કાપ આવ્યો છે. પહેલાં જે વસ્તુ 100માં બનતી હતી તે હવે 90થી 85માં બનાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો