અનુષ્કા શર્મા બાદ હવે આલિયા ભટ્ટે પણ પશુપ્રેમ બતાવ્યો, કહ્યું - તમારા પાલતુ પ્રાણીને તરછોડો નહીં

Don't Abandon Your Pets: Alia Bhatt, Anushka Sharma Make Heartbreaking Appeal to Animal Owners
X
Don't Abandon Your Pets: Alia Bhatt, Anushka Sharma Make Heartbreaking Appeal to Animal Owners

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:44 PM IST

બોલિવૂડ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસના ફેલાવાને લઈને ઘણી અફવાઓ ફેલાઈ છે. તેમાં એક અફવા એવી પણ હતી કે આ વાઇરસ પ્રાણીઓથી ફેલાઈ છે જેને કારણે લોકો તેમના પાલતુ પ્રાણીઓ જેવા કે શ્વાન અને બિલાડીને તરછોડી રહ્યા હતા. નિર્દયતાથી રોડ પર રેઢા મૂકી રહ્યા હતા. આ બાબતે સરકારે ચોખવટ પણ કરી છે કે હજુ સુધી એવું સાબિત નથી થયું કે આ વાઇરસ પ્રાણીઓથી ફેલાય છે. આલિયા ભટ્ટે લોકોને અપીલ કરતી એક પોસ્ટ શેર કરી છે. સ્વાભાવિક છે કે આલિયા પાસે એડવર્ડ નામની બિલાડી છે એટલે તેને પેટ્સ માટે પ્રેમ હોવાનો જ છે. 

પોસ્ટમાં લખ્યું છે કે, જ્યારથી કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારથી લોકો વાઇરસનું ઇન્ફેક્શન લાગવાના ડરથી તેમના પાલતુ પ્રાણીઓને તરછોડી રહ્યા છે તથા નિર્દયતાથી મારી રહ્યા છે. અત્યારે કોઈ એવા પુરાવા નથી જે સાબિત કરે કે પ્રાણીઓનો ચેપ માણસોને લાગે છે. આલિયાએ આગળ મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટરનો હવાલો આપી કહ્યું કે પ્રાણીઓથી વાઇરસ નથી ફેલાતો માટે તમારા પેટ્સને તરછોડો નહીં.

View this post on Instagram

🙏☀️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Mar 24, 2020 at 3:47am PDT

આલિયાએ પેટ્સ ઓનર્સને હાઇજીન મેન્ટેન કરવા માટે સલાહ આપતા કહ્યું કે, તમારા પેટ્સને અડતા પહેલા અને પછી બરાબર હાથ સાફ કરો. જો તમે બીમાર છો તો પેટ્સના સીધા સંપર્કમાં ન આવો.

અગાઉ અનુષ્કા શર્માએ પણ ઇન્સ્ટા સ્ટોરી શેર કરી વિનંતી કરી હતી કે, દરેક પેટ ઓનર્સને વિનંતી છે કે આ કઠિન સમયમાં મહેરબાની કરીને તમારા પ્રાણીઓને તરછોડો નહીં. તેમનું ધ્યાન રાખો અને તમારી સાથે સુરક્ષિત રાખો. તેમને તરછોડવા અમાનવીય છે.

આ પહેલાં પણ ઘણા બધા સેલેબ્સે સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે અફવા પર ભરોસો કરીને પ્રાણીઓને દૂર ન કરો. લોકોને જાગૃત કરવા પણ પોસ્ટ શેર કરી હતી કે પ્રાણીથી વાઇરસ ફેલાતો નથી. કૃતિ સેનન, ટ્વિન્કલ ખન્ના, અર્જુન કપૂર, પ્રીતિ ઝિન્ટા, સોનાલી બેન્દ્રે, શ્રદ્ધા કપૂર, રિચા ચઢ્ઢા વગેરે સેલેબ્સ આ બાબતે તેમનો મત સોશિયલ મીડિયા પર આપી ચૂક્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી