ડૉન 3:અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન સાથે જોવા મળશે, પ્રોડક્શન કંપની એક્સેલ સીક્વલના પ્લાનિંગમાં વ્યસ્ત

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ 'ડૉન'નો ત્રીજા ભાગ બનાવવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા શાહરુખ ખાન એક સાથે જોવા મળશે. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સીક્વલના પ્લાનિંગમાં વ્યસ્ત છે. ફરહાન સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.

'ડૉન 3'ને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ જ બનાવશે
પ્રોડક્શન કંપનીના નિકટના સૂત્રોએ કહ્યું હતું, 'એક્સેલ કંપનીની સૌથી નિકટ હોય તેવો એક માત્ર સબ્જેક્ટ 'ડૉન' છે. ટીમ છેલ્લાં કેટલાંક સમયથી ફિલ્મના ત્રીજા પાર્ટ અંગે વિચારે છે, પરંતુ સારી સ્ક્રિપ્ટ ના હોવાથી તેના પર કામ થતું નહોતું. હવે ટીમને સારો સબ્જેક્ટ મળી ગયો છે.'

રણવીર સિંહ પણ લિસ્ટમાં
સૂત્રોના મતે, 'ફરહાને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી દીધી છે. આ વખત અલગ તથા કમાલનો આઇડિયા છે. એકવાર સ્ક્રીનપ્લે લૉક થઈ જાય પછી શાહરુખ ખાનને વાર્તા સંભળાવશે. રણવીર સિંહ પણ મેકર્સની યાદીમાં છે, પરંતુ મેકર્સ ઈચ્છે છે કે ફિલ્મમાં શાહરુખ-અમિતાભ સાથે કામ કરે.'

ઓરિજિનલ 'ડૉન'ની સ્ક્રિપ્ટ પર કોઈ ફિલ્મ બનાવવા તૈયાર નહોતું
ચંદ્ર બારોટના ડિરેક્શનમાં બનેલી 'ડૉન' 1978માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અમિતાભ ઉપરાંત ઝિન્નત અમાન, પ્રાણ મહત્ત્વના રોલમાં હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હોય છે. ચંદ્ર બારોટ પહેલાં કોઈ પણ ડિરેક્ટર સલીમ-જાવેદની આ સ્ક્રિપ્ટ પર ફિલ્મ બનાવવા તૈયાર નહોતા.

અન્ય સમાચારો પણ છે...