તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેથ ઈન બોલિવૂડ:જિયા ખાનના મોત પર બનેલી ડોક્યુમેન્ટ્રી રિલીઝ બાદ યુઝર્સે સવાલ કર્યાં, પૂછ્યું- જિયાનો ટ્રેક સૂટ તથા ગળાના નિશાન ક્યાં ગયા?

મુંબઈ14 દિવસ પહેલા
જિયા ખાનના મોત પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'ડેથ ઈન બોલિવૂડ' ત્રણ પાર્ટમાં બની છે - Divya Bhaskar
જિયા ખાનના મોત પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'ડેથ ઈન બોલિવૂડ' ત્રણ પાર્ટમાં બની છે
  • 3 જૂન, 2013ના રોજ જિયા ખાન પોતાના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી
  • મુંબઈ પોલીસના મતે, જિયા ખાને આત્મહત્યા કરી હતી, એક્ટ્રેસની માતાએ હત્યા થઈ હોવાનો દાવો કર્યો હતો

જિયા ખાનના વિવાદિત મોત પર ડોક્યુમેન્ટ્રી 'ડેથ ઈન બોલિવૂડ'નો પહેલો એપિસોડ સોમવાર (11 જાન્યુઆરી)ના રોજ BBC પર ટેલિકાસ્ટ થયો હતો. આ જોયા બાદ દર્શકોએ પોતાની નારાજગી પ્રગટ કરી છે અને મુંબઈ પોલીસ કેવી રીતે મુખ્ય પુરાવાઓને ભેગા કરવામાં અસફળ રહી હતી તે વાત કરી હતી. ખાસ કરીને જિયાના ટ્રેક સૂટ અંગે યુઝર્સે પોલીસની ટીકા કરી છે. જિયા ખાનનું જે દિવસે મોત થયું તે દિવસે આ ટ્રેક સૂટ પહેર્યો હતો અને પછી તે ગાયબ થઈ ગયો હતો.

સોશિયલ મીડિયામાં આવી કમેન્ટ્સ થઈ
એક યુઝરે કહ્યું હતું, 'અત્યારે જ 'ડેથ ઈન બોલિવૂડ' જોઈ અને અહીંયા ઘણું બધું અનએક્સપ્લેન્ડ હતું. એક કલાક પહેલાં તે પોતાની માતાને જુએ છે, તેને ખ્યાલ હતો કે કોઈ સંબંધી તેને શોધી કાઢશે. તો પણ હજી સુધી કોઈ નોટ નહીં? ટ્રેક સૂટ ગાયબ, તેના ગળા પરના નિશાન? CCTVમાં જોવા મળે છે કે તે ફોનનો ઉપયોગ કરે છે પરંતુ તે ફોન નષ્ટ કરી દેવામાં આવ્યો છે. આશા છે કે તેના પરિવારને ન્યાય મળશે.'

અન્ય એક યુઝરે લખ્યું હતું, 'મને એ વાતનો ગુસ્સો છે કે સુશાંત સિંહ રાજપૂત તથા જિયા ખાન ન્યાયના હકદાર હતાં, પરંતુ તેમને મળ્યો નહીં.'

એક યુઝરે પોસ્ટ કર્યું હતું, 'ડેથ ઈન બોલિવૂડ' જોઈ રહ્યો છું. હે ભગવાન. આ કેસ સુશાંત સિંહ રાજપૂતના કેસની કેટલી નજીક છે. આનંદ છે કે હું આ બ્રિટિશ ટીવી પર જોઈ રહ્યો છું. આશા છે કે આ અન્ય લોકોને બોલિવૂડની સચ્ચાઈથી રૂબરૂ કરાવશે.'

એક યુઝરે કમેન્ટ કરી હતી, 'આ જોવું ઘણું જ મુશ્કેલ છે અને મને યાદ છે કે ત્યારે શું બન્યું હતું, કારણ કે હું આ કેસને ફોલો કરી રહી છું. જોકે, આમાં અનેક લૂપહોલ્સ હતા. પરિવાર ન્યાયનો હકદાર છે. મને નથી લાગતું કે આ આત્મહત્યા હતી.'

એક યુઝરે કહ્યું હતું, 'હું બોલિવૂડ જોતી નથી અને ના મને તેનો કોઈ અફસોસ છે. જોકે, માત્ર 10 મિનિટમાં એ વાતનો અહેસાસ થઈ ગયો કે કંઈક તો યોગ્ય નથી.'

પહેલાં એપિસોડમાં શું બતાવવામાં આવ્યું?

પહેલાં એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે CBIએ ફરી તપાસ શરૂ કરી છે. જિયા ખાનની માતા રાબિયા કહે છે કે તેમની દીકરીની હત્યા થઈ છે. ફોરેન્સિક એક્સપર્ટ જિયાના ગળા પરના નિશાન તથા તે ટ્રેક સૂટ અંગે વાત કરી રહ્યાં છે, આ સૂટ જિયા ખાનનું મોત થયું તે દિવસે તેણે પહેર્યો હતો. સૂરજ પંચોલી તથા તે સુસાઈડ નોટ પણ ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવી છે. સુસાઈડ નોટમાં જિયાએ સૂરજ સાથેના સંબંધો અંગે વાત કરી હતી.

3 જૂને જિયા ખાન મૃત અવસ્થામાં મળી આવી હતી
3 જૂન, 2013ના રોજ 25 વર્ષીય જિયા ખાન જુહૂ, મુંબઈ સ્થિત પોતાના ઘરના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાના ચાર દિવસ બાદ જિયાની બહેનને સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં જિયાએ સૂરજ પંચોલી સાથેના બગડતાં સંબંધો અંગે વાત કરી હતી. પછી જિયાની માતાએ સૂરજ પંચોલી પર દીકરીની હત્યાનો આક્ષેપ મૂક્યો હતો.

સૂરજે 20થી વધુ દિવસ જેલમાં પસાર કર્યાં હતાં
10 જૂનના રોજ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી અને 2 જુલાઈ, 2013ના રોજ તેને જામીન મળ્યા હતા. એક વર્ષ બાદ એટલે કે જુલાઈ, 2014માં આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. 2016માં CBIએ બોમ્બે હાઈકોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરીને કહ્યું હતું કે જિયાની હત્યા થઈ નહોતી. તેણે આત્મહત્યા કરી હતી.

જિયાના મોતના પાંચ વર્ષ બાદ ફરીવાર કેસ ચર્ચામાં આવ્યો હતો
જિયાના મોતના પાંચ વર્ષ પછી એટલે કે જાન્યુઆરી, 2018માં મુંબઈની સેશન્સ કોર્ટે સૂરજ પંચોલી પર એક્ટ્રેસને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આક્ષેપ નક્કી કરીને કલમ 306 હેઠળ ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

જોકે, પછી સૂરજના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં એક્ટરનો કોઈ હાથ નથી અને તેનો ઘણો સમય બરબાદ થઈ ચૂક્યો છે. CBIની સ્પેશિયલ કોર્ટે સૂરજ પંચોલી વિરુદ્ધની તપાસ રોકવાનો આદેશ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser