ટ્રેલર આઉટ:'ડૉક્ટર અરોરા' સેક્સ સમસ્યાઓનું સમાધન કરશે, 'ગુપ્ત' સવાલોના જવાબ આપશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

'ડૉક્ટર અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વેબ સિરીઝમાં તમામ ગુપ્ત સમસ્યાઓનો ઉકેલ બતાવવામાં આવ્યો છે. કુમુદ મિશ્રાએ લીડ રોલ પ્લે કર્યો છે. સિરીઝ 22 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.ઉલ્લેખનીય છે કે આ સિરીઝ સોનાક્ષી સિંહાની ફિલ્મ 'ખાનદાની શફાખાના'થી ખાસ્સી મળતી આવે છે. સોનાક્ષીની આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને શિલ્પી દાસગુપ્તાએ ડિરેક્ટ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

ટ્રેલરમાં 'ડૉક્ટર અરોરા'ની વાત જોવા મળે છે. તે સેક્સ કન્સલ્ટન્ટ છે અને તેમની પાસે વિવિધ પ્રકારના દર્દીઓ આવે છે. સિરીઝનું ટ્રેલર ઘણું જ શાનદાર છે. હળવી કોમેડીની વચ્ચે ગંભીર મુદ્દા અંગે વાત કરવામાં આવી છે. સિરીઝની વન લાઇન સ્ટોરી એ છે કે જ્યાં સુધી ગુપ્ત રહેશે, ત્યાં સુધી તે રોગ રહેશે.

સિરીઝના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કુમુદ મિશ્રા સેક્સ કન્સલ્ટન્ટ તરીકે ધમાલ મચાવે છે. સિરીઝમાં તેમણે ડૉક્ટર અરોરાનો પ્લે કર્યો છે. ડૉ. અરોરા જાણીતા ડૉક્ટર છે અને તેમનું ક્લીનિક સવાઈ માધોપુર, મોરેના તથા ઝાંસીમાં છે. સિરીઝને સાજિદ અલી તથા અર્ચિત કુમારે ડિરેક્ટ કરી છે. સિરીઝમાં કુમુદ મિશ્રા ઉપરાંત વિદ્યા માલવાડે, વિવેક મુસરાન, સંદીપા ધર, અજિતેશ ગુપ્તા જેવા કલાકારો છે.

દર્શકોને ટ્રેલર પસંદ આવ્યું
ટ્રેલર દર્શકોને ઘણું જ ગમ્યું છે. સિરીઝની રિફ્રેશિંગ સ્ટોરીના વખાણ કરવામાં આવ્યા છે. કુમુદ મિશ્રા દમદાર રોલમાં જોવા મળે છે.

ઈમ્તિયાઝે શું કહ્યું?
આ સિરીઝને ઈમ્તિયાઝ અલીએ ક્રિએટ કરી છે. ઈમ્તિયાઝે કહ્યું હતું કે તેને જમશેદપુરથી દિલ્હી વચ્ચેની ટ્રેન મુસાફરીમાં આ સિરીઝ અંગેનો વિચાર આવ્યો હતો. તેણે જોયું કે આ રસ્તામાં લોકલ સેક્સ ડૉક્ટર્સની પુષ્કળ જાહેરાત કરવામાં આવે છે. તે ટ્રેનની બારી આગળ બેસીને આ પ્રકારની જાહેરાતો જોતો હતો. તેને વિચાર આવ્યો કે આ કેટલું રમૂજી બની શકે છે. આ જ વિચારોમાંથી તેને ડૉક્ટર અરોરા બનાવવાનો વિચાર આવ્યો હતો. આ સિરીઝમાં મહત્ત્વના મુદ્દાને શક્ય તેટલો નોર્મલાઇઝ કરીને બતાવવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ ઘણો જ અલગ છે.

અન્ય સમાચારો પણ છે...