દિવાળી 2021:પ્રિયંકાએ લોસ એન્જલસથી તો અમિતાભે જૂની તસવીર શેર કરી પાઠવી દિવાળીની શુભેચ્છા, શિલ્પાએ ઘર આંગણે પૂરી રંગોળી

એક મહિનો પહેલા
  • અમિતાભ બચ્ચને દિવાળીના ખાસ પ્રસંગે પોતાનો અને જયાનો એક જૂનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો

આજે આખો દેશ દિવાળીનો તહેવાર મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડના ઘણા સેલેબ્સે પોતાના ફેન્સે આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે.

બોલિવૂડના એક્ટર રિતેશ દેશમુખે પોતાના પરિવારની સાથે એક સુંદર વીડિયો શેર કરતા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે, કે દિવાળીની હેપ્પી, હેપ્પી શુભેચ્છાઓ. અમારા પરિવારની તરફથી તમારા પરિવારને.

પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસથી તેના ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, હેપ્પી દિવાળી, લવ, લાઈટ, હેપ્પીનેસ દરેક માટે. આ તહેવારની શરૂઆત ઘણી કૃતજ્ઞતા અને પ્રેમથી કરી રહી છું.

શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં એક વીડિયો શેર કરતા કહ્યું કે, ભગવાન દરેકના જીવનમાંથી અંધકાર દૂર કરે. આ વીડિયોની સાથે એક્ટ્રેસે લખ્યું કે, આ દિવાળી, ખુશીઓ તમારા જીવનને રોશન કરે અને તમારા પ્રિયજનોનો પ્રેમ તમારા જીવનમાં મધુરતા ભરી દે. તમને બધાને દીવાળીની હાર્દિક શુભેચ્છા.

અમિતાભ બચ્ચને દિવાળીના ખાસ પ્રસંગે પોતાનો અને જયાનો એક જૂનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. બંને આ તસવીરમાં પોતાના બાળકોની સાથે દિવાળી મનાવી રહ્યા છે. તે સાથે બિગ બીએ લખ્યું, હેપ્પી દિવાળી.

કરિના કપૂર ખાને આ ખાસ પ્રસંગે સૈફ અલી ખાન અને નાના દીકરા જહાંગીર અલી ખાનની એક સુંદર તસવીર શેર કરી છે. તે સાથે એક્ટ્રેસે લખ્યું, પ્રેમ અને રોશની.