તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસમેનને પ્રેમ કર્યો:દિવ્યા ખોસલાએ માત્ર 18 વર્ષની ઉંમરે ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યાં હતા, ટીનાએ અનિલ અંબાણી સાથે લગ્ન કરીને બોલિવૂડ છોડ્યું હતું

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટી સીરિઝના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારનો 27 નવેમ્બરના રોજ 43મો જન્મદિવસ છે. ભૂષણ કુમારે ટી સીરિઝ કંપનીને ટોચે લાવીને મૂકી દીધી છે. ટી સીરિઝ કંપની ભારતની સૌથી મોટી મ્યૂઝિક તથા ફિલ્મ પ્રોડક્શન કંપની છે.

ભૂષણ પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. ભૂષણ કુમારે બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા સાથે લગ્ન કર્યા છે. દિવ્યા જ્યારે 18 વર્ષની હતી ત્યારે ભૂષણે 13 ફેબ્રુઆરી, 2005ના રોજ વૈષ્ણોદેવી કટરામાં લગ્ન કર્યાં હતા. બંનેને દીકરો રૂહાન છે.

દિવ્યા બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ નથી, જેણે બિઝનેસ ટાયકૂન સાથે લગ્ન કર્યાં હોય. આ પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસે બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પાએ બ્રિટિશ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યાં છે. બંનેએ 2009માં લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. રાજની કંપની મેટલ, કન્સ્ટ્રક્શન, માઈનિંગ તથા એનર્જી પ્રોજેક્ટ્સમાં ડીલ કરે છે. રાજે અનેક ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

જૂહી ચાવલા

જૂહી ચાવલાએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે 1995માં લગ્ન કર્યાં હતાં. બંનેને દીકરી જાહન્વી તથા દીકરો અર્જુન છે. જૂહીએ સાત વર્ષ મોટા જય મહેતા મલ્ટીનેશનલ કંપના મહેતા ગ્રુપના ઓનર છે. આ સાથે જ તેમની સિમેન્ટની બે કંપનીઓ છે. શાહરુખ ખાન સાથે IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર પણ છે.

અસિન

અસિને 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. રાહુલ શર્મા માઈક્રોમેક્સ કંપનીનો કો-ફાઉન્ડર છે. બંનેને દીકરી એરિન છે.

ટીના અંબાણી

80ના દાયકાની બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યાં છે. 1991માં અનિલ સાથે લગ્ન કર્યાં બાદ તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું હતું.