સૂર્યવંશીથી બોક્સ ઓફિસની દિવાળી થશે:ડિસ્ટ્રિબ્યુટર રિલાયંસની શરતો પર સિંગલ અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે

એક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • રેવેન્યુ શેરિંગ 60:55:50ના રેશિયો પર થિયેટરોમાંથી રિકવર પણ કરી રહી છે
  • કોવિડ પહેલા આ રેશિયો પહેલા અઠવાડિયામાં 45, બીજામાં 40, અને ત્રીજા અઠવાડિયામાં 30 ટકા હતો

'સૂર્યવંશી'ને લઈને ટ્રેડ અને ડિસ્ટ્રિબ્યુટરોમાં ઉત્સાહ છે. ફિલ્મને ખુદ રિલાયંસ એન્ટરટેઈનમેન્ટ રિલીઝ કરી રહી છે. ફિલ્મ તેના ટર્મ્સ પર રિલીઝ થઈ રહી છે. તેને ગેટી ગેલેક્સી અને મરાઠા મંદિર થિયેટરના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મનોજ દેસાઈએ કન્ફર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 5 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 5200 કરતા વધારે સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે.

ડોમેસ્ટિક રિઝનમાં 4000 સ્ક્રીન લાઈનઅપ છે. જ્યારે વિદેશી સ્ક્રીન રિલીઝના કિસ્સામાં ફિલ્મ 1250 પ્લસ સ્ક્રીન પર 1000 પ્રિન્ટની સાથે રિલીઝ થશે.

આ રીતે રિસ્ક કવર કરી રહી છે રિલાયંસ
તેમને દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું, મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન બધી રિલાયંસની શરતો સાથે સંમત થઈ છે. હું ગેટી ગેલેક્સી અને મરાઠા મંદિરમાં એડવાન્સ બુકિંગ પણ કરી રહ્યો છું. રિલાયંસ પહેલા અઠવાડિયામાં થિયેટરો પાસેથી કલેક્શનના 60 ટકા લઈ રહ્યું છે. બીજા અઠવાડિયામાં 55 અને ત્રીજા અઠવાડિયામાં તે 50 ટકા કલેક્શન લઈ રહ્યું છે.

તેમની દલીલ છે કે તેઓએ થિયેટરો માટે દોઢ વર્ષથી વધુ રાહ જોઈ છે. આવી સ્થિતિમાં તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ રેશિયો રાખવો પડી રહ્યો છે. તેમની આ શરત મલ્ટિપ્લેક્સિસે પણ માની લીધી છે. કોવિડ પહેલા આ રેશિયો પહેલા અઠવાડિયામાં 45, બીજામાં 40 અને ત્રીજા અઠવાડિયામાં 40 ટકા હતો.

આ રીતે રાઈટ્સ વહેંચવામાં આવ્યા
બીજી તરફ રિલાયંસના અધિકારીઓ અને ટ્રેડ એનાલિસિસ લોકોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મનો ખર્ચ 200 કરોડ છે. તેમાં 180 કરોડ તો OTT અને સેટેલાઈટ રાઈટ્સમાંથી આવી ગયા છે. કેટલાક ટેરેટરીમાં બીજા પાર્ટનરને ફિલ્મ રિલીઝના રાઈટ્સ 22 કરોડમાં આપવામાં આવ્યા છે. તે પાર્ટનર મંગલમૂર્તિ ફિલ્મની ઓનર સંગીતા અય્યર છે. તેમને ઘણા શહેરોમાં રિલીઝ રાઈટ્સ 9.5થી 10 કરોડમાં આપવામાં આવ્યા છે.

તમિલનાડુમાં રિલીઝ માટે હંસા પિક્ચર્સને 2.5 કરોડમાં રાઇટ્સ આપવામાં આવ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના રાઈટ્સ રાહુલ અક્ષરને દસ કરોડમાં આપવામાં આવ્યા છે. આ રીતે 21થી 22 કરોડ માત્ર ત્રણ કેટેગરીમાંથી જ રિલાયંસને રિકવર થઈ ગયા છે. આ રીતે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ફાયદામાં જ છે.