બોલિવૂડની બોલ્ડ એન્ડ સિઝલિંગ એક્ટ્રેસ દિશા પટનીએ ચાહકો માટે રવિવાર ખાસ બનાવી દીધો હતો. એક્ટ્રેસે સો.મીડિયામાં પોતાની ગોર્જિયસ તસવીરો શૅર કરી હતી.
બિકીનીમાં દિશા પટની
દિશા પટની સ્ટ્રેપલેસ બિકીનીમાં જોવા મળી હતી. દિશાની આ મિરર બિકીની તસવીરો વાઇરલ થઈ હતી. દિશા પટની નેચરલ ગ્લોસી મેકઅપમાં જોવા મળે છે. તેણે વાળ ખુલ્લા રાખ્યા છે.
હાલમાં જ ટાઇગર શ્રોફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
દિશાના રિલેશન ટાઇગર સાથે હોવાની ચર્ચા
ટાઈગર તથા દિશા બંને એકબીજાને સારા મિત્રો જ ગણાવે છે. જોકે, બંને વચ્ચે અફેર હોવાનું માનવામાં આવે છે. બંને વર્કઆઉટ, ડિનરડેટ પર ઘણીવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં દિશા પટનીની પોસ્ટ પર ટાઈગરની માતા આયેશા શ્રોફ તથા બહેન ક્રિષ્ના શ્રોફ અવાર-નવાર કમેન્ટ્સ કરતાં રહે છે. દિશાને શ્રોફ પરિવાર સાથે ઘણું જ સારું બને છે.
દિશા 'એક વિલન 2'માં જોવા મળશે
દિશા પ્રોડ્યસૂર એકતા કપૂરની ફિલ્મ 'કેટીના', 'એક વિલન 2' તથા 'યૌદ્ધા'માં જોવા મળશે. છેલ્લે દિશા ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. ટાઈગરની વાત કરીએ તો તે 'હીરોપંતી 2', 'ગણપત' તથા 'બાગી 4'માં કામ કરી રહ્યો છે. ટાઈગર છેલ્લે 'બાગી 3'માં જોવા મળ્યો હતો. તે પહેલાં તે રીતિક રોશન સાથે ફિલ્મ 'વૉર'માં જોવા મળ્યો હતો. યશરાજ બેનરની આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.