બ્રેકઅપનું કારણ સામે આવ્યું:દિશા પટનીએ BFને કહ્યું, 'શાદી કરો મુજસે'; ટાઇગર શ્રોફ બોલ્યો- 'અભી નહીં' ને બંને અલગ થઈ ગયા

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તથા દિશા પટની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બંને છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે, બંનેએ એકબીજા સાથેના સંબંધો કેમ તોડ્યા તે વાત હવે સામે આવી છે.

બંને લિવ ઇનમાં રહેતા હતા
દિશા-ટાઇગરના કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંને લગભગ સાથે જ રહેતા હતા. ટાઇગર છેલ્લાં ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટાભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી.

દિશા લગ્ન માટે ઉતાવળી હતી
ગયા વર્ષે દિશા પટનીને લગ્નની વાત કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ ટાઇગર સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. દિશાએ ઘણીવાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે, દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો.

જેકી શ્રોફે પણ કહ્યું હતું, ટાઇગર હાલમાં લગ્ન કરશે નહીં
માર્ચ, 2022માં દિશા તથા ટાઇગરના લગ્નની વાતો થવા લાગી હતી. આ વાતની ચર્ચા થયા બાદ ટાઇગરના પિતા જેકીએ કહ્યું હતું કે હાલમાં ટાઇગર લગ્ન કરવાનો નથી. ટાઇગર માત્રને માત્ર કામ પર ફોકસ કરી રહ્યો છે.

પાછા ભેગા થઈ પણ જાય
સૂત્રોએ એવો દાવો કર્યો છે કે હાલમાં જ ટાઇગર તથા દિશાના અલગ-અલગ રસ્તાઓ થઈ ગયા છે, પરંતુ ભવિષ્ય કોણે જોયું છે? બની શકે કે થોડાં સમય બાદ બંને પાછા એક પણ થઈ જાય.

મિત્રોની જેમ સાથે રહેશે
ટાઇગર તથા દિશાએ કડવાશથી સંબંધો તોડ્યા નથી. બંને સારા મિત્રો બનીને રહેશે. આટલું જ નહીં બંને સો.મીડિયામાં પણ એકબીજાને ફોલો કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ આ સંબંધને ટકાવા રાખવા ઘણાં પ્રયાસો કર્યા હતાં અને તેણે આ સંબંધ માટે ઘણું બધું આપ્યું હતું.

બ્રેકઅપ બાદ જેકી શ્રોફે શું કહ્યું?
જેકીએ દીકરાના બ્રેકઅપ અંગે વાત કરતાં કહ્યું હતું, 'ટાઇગર તથા દિશા હંમેશાંથી મિત્રો રહ્યા હતા અને આજે પણ મિત્રો છે. મેં તેમને અવાર-નવાર સાથે બહાર જતાં જોયા છે. એવું નથી કે હું મારા દીકરાની લવ લાઇફ પર નજર રાખું છું. મને લાગે છે કે તેઓ સારા મિત્રો છે. તેઓ કામ ઉપરાંત પણ એકબીજા સાથે સમય પસાર કરતાં હોય છે. હવે તે તેમની પર નિર્ભર છે કે તેઓ આજીવન સાથે રહેવા માગે છે કે નહીં. જેમ મારી ને મારી પત્ની આયેશાની અલગ લવ સ્ટોરી છે. તેવી જ રીતે દિશા-ટાઇગરની પણ અલગ છે. દિશા સાથે અમારા સારા સંબંધો છે. બંને એક સાથે ઘણાં જ ખુશ હોય છે.'