સેલેબ્સના પરિવારમાં કોરોના:દિશા પટનીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાતનું એક્ટ્રેસની ટીમે ખંડન કર્યું, કહ્યું - એક્ટ્રેસના પિતા સ્વસ્થ છે

2 વર્ષ પહેલા
  • દિશાના પિતા જગદીશ પટની પાવર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી SP છે
  • ટ્રાન્સફોર્મર સ્કેમની તપાસ કરનાર જગદીશ પટની સહિત અન્ય બે ઓફિસર્સ પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર

કોરોના મહામારીની ઝપેટમાં સેલેબ્સની સાથે તેમના પરિવારના લોકો પણ આવી રહ્યા છે. થોડા સમય પહેલાં અનુપમ ખેરના પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે એક્ટ્રેસ દિશા પટનીના પિતા જગદીશ પટનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ બાટનું દિશાની ટીમે ખંડન કરી જણાવ્યું કે, એક્ટ્રેસના પિતા સ્વસ્થ છે. જગદીશ પટની ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટના વિજિલન્સ યુનિટમાં ડેપ્યુટી SP છે. દિશા પટની તો હાલ મુંબઈમાં જ છે.

દિશાના પિતા સહિત 3 ઓફિસર્સ કોરોના પોઝિટિવ
જગદીશ પટની સાથે ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટના વિજિલન્સ યુનિટના અન્ય બે ઓફિસર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. CMO અશોક કુમાર દ્વારા બુધવારે આ માહિતી શેર કરવામાં આવી હતી.

આ ત્રણેય ઓફિસર્સ ટ્રાન્સફોર્મર સ્કેમની તપાસ કરી રહ્યા હતા. કોરોના કેસ આવ્યા બાદ ઝોનલ ચીફ એન્જિનિયરની ઓફિસ આગામી 48 કલાક માટે બંધ કરી દેવાઈ છે.

અત્યારસુધી આ સેલેબ્સને કોરોના થઇ ચૂક્યો છે
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાની ઝપેટમાં ઘણા સેલેબ્સ આવી ગયા છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેરનો પરિવાર, કનિકા કપૂર, સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ, સિંગર અભિજીત ભટ્ટાચાર્યનો દીકરો ધ્રુવ, કનિકા કપૂર, મોહેના સિંહ, પાર્થ સમથાન, શ્રેણુ પારીખ વગેરે સહિત ઘણા સામેલ છે. આમાંથી મોટાભાગના સેલેબ્સ કોરોના સામેની જંગ જીતી ગયા છે.