તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ટરવ્યૂ:મિથુન ચક્રવર્તીને સ્ટાર બનાવનાર બી સુભાષ એરફોર્સમાં જવા ઈચ્છતા હતા, કહ્યું- મેડિકલ ટેસ્ટમાં પાસ ના થઈ શક્યો

મુંબઈ4 મહિનો પહેલાલેખક: ગગન ગુર્જર
  • કૉપી લિંક

પ્રોડ્યૂસર તરીકે બી સુભાષની પહેલી ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' હતી. આ ફિલ્મથી મિથુન ચક્રવર્તી રાતોરાત સ્ટાર બની ગયો હતો. તેમની ફિલ્મ આજે પણ દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલાં જ પ્રમાણમાં જોવામાં આવે છે. 38 વર્ષ પછી પણ આ ફિલ્મના ગીતો અનેક પ્રોગ્રામ્સમાં ધૂમ મચાવતા હોય છે. બી સુભાષના નામે ભારતના પહેલાં એવા નિર્માતાનો રેકોર્ડ છે, જેમણે અમેરિકન આર્ટિસ્ટની સાથે અંગ્રેજી ફિલ્મ બનાવી છે. ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર સુભાષ બબ્બરને દુનિયા બી સુભાષના નામથી ઓળખે છે. તેમના 75મા જન્મદિવસ પર દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાત કરી હતી અને તેમણે પોતાની જર્ની શૅર કરી હતી. બી સુભાષ સાથે થયેલી વાતચીતના અંશો...

સુભાષ બબ્બરથી બી સુભાષ બનવા સુધીની સફર
મેં મારા કામની શરૂઆત મુંબઈમાં જ કરી હતી. જોકે, એસ એસ વાસનની ફિલ્મ 'શતંરજ' (1969)ના શૂટિંગ માટે મારે મદ્રાસ (હવે ચેન્નઈ) જવું પડ્યું હતું. આ ફિલ્મમાં હું આસિસ્ટન્ટ ડિરેક્ટર કહતો. અહીંયા મને અન્ય ડિરેક્ટર વીરેન્દ્ર સિંહા મળ્યા હતા. તેમની સાથે મેં 'ગંગા તેરા પાની અમૃત' કરી હતી.

વીરેન્દ્રે મને ડિરેક્ટર તરીકે શત્રુધ્ન સિંહા તથા રાકેશ રોશનની ફિલ્મ 'બુનિયાદ'માં તક આપી હતી. ત્યારબાદ મને લાગ્યું કે મારે ચેન્નઈમાં જ રહેવું છે. અહીંયા જે રીતે નામ લખાતા તે રીતે મેં પણ મારા નામને બી સુભાષ લખવાનું શરૂ કર્યું. જોકે, થોડો સમય બાદ મને અહીંયા બહુ મજા ના આવી અને હું મુંબઈ પરત આવી ગયો. જોકે, મારું તો બી સુભાષ જ ચાલતું હતું.

NDAમાં ના જઈ શક્યો તો ફિલ્મમેકર બની ગયો
મારા મનમાં માત્ર બે જ પ્રોફેશન હતા. NDA (નેશનલ ડિફેન્સ એકેડમી) અથવા ફિલ્મ ડિરેક્ટર. હું એરફોર્સમાં જવા માગતો હતો. મેં NDAની એક્ઝામ પણ આપી અને પાસ પણ થયો. જોકે, મેડિકલ ટેસ્ટમાં પાસ ના થઈ શક્યો. ત્યારબાદ ડિેરક્શનમાં આગળ વધ્યો.

1963-64માં કે આસિફ સાહેબ 'લવ એન્ડ ગોડ' બનાવી રહ્યાં હતાં, જેમાં 11 આસિસ્ટન્ડ ડિરેક્ટર હતા અને તેમાંથી એક હું હતો. મારી ઉંમર 18 વર્ષ હતી. સ્ટૂડિયોમાં એક રાઈટરે મને કહ્યું કે જો તમારે ડિરેક્ટર બનવું હોય તો કોઈ નાના યુનિટમાં જાવ. ત્યાં કામ શીખવા મળશે. અહીંયા તો વર્ષોના વર્ષ નીકળી જશે.

હું કોઈને ઓળખતો નહોતો તો તેમણે મને પંજાબી ફિલ્મ 'સાત સાલિયાં'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર બનાવ્યો. આ ફિલ્મના ડિરેક્ટર કરુણેશ ઠાકુર હતા. ત્યારબાદ મને 'દૂર કા રાહી'માં કિશોર કુમાર સાથે કામ કરવાની તક મળી. આ પ્રોસેસમાં મને ઘણું જ શીખવા મળ્યું હતું. વીરેન્દ્ર સિંહાએ મને ડિરેક્ટર તરીકે કામ કર્યું અને મારી પહેલી ફિલ્મ 'બુનિયાદ' આવી.

ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. એક દિવસ પ્યારેભાઈએ મને કહ્યું કે તે પોતાના સેક્રેટરી માટે ફિલ્મ બનાવવા માગે છે અને તેમને મારી સ્ટાઈલ ઘણી જ પસંદ આવી હતી. તેમણે મને ફિલ્મ 'જાલિમ' માટે ડિરેક્ટર તરીકે સાઈન કર્યો હતો. આ ફિલ્મના એક પ્રોડ્યૂસર એસ કે કપૂરે મને હેમા માલિની તથા શશિ કપૂર સ્ટારર ફિલ્મ 'અપના ખૂન' માટે મારી પસંદગી કરી હતી. આ ફિલ્મ પણ સારી ચાલી. પછી પ્રોડ્યૂસર રામદયાલની સાથે 'તકદીર કા બાદશાહ' પ્લાન કરી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતો.

સંતુષ્ટિ ના મળી તો જાતે જ પ્રોડક્શન શરૂ કર્યું
અનેક પ્રોડ્યૂસર્સની સાથે કામ કરવા છતાંય ક્યાંકને ક્યાંક ઊણપ રહી જતી હતી, કારણ કે અનેક બાબતો માટે પ્રોડ્યૂસર તૈયાર નહોતા થતાં. ત્યારે મને લાગ્યું કે મારે મારી ફિલ્મ કરવી જોઈએ. આ રીતે મનમાં 'ડિસ્કો ડાન્સર'નો આઈડિયા આવ્યો. ડિસ્કો તે સમયે લોકપ્રિય થઈ રહ્યો હતો.

તે સમયે એક્શન તથા સોશિયલ ડ્રામા ટાઈપ ફિલ્મ ચાલતી હતી. હું કંઈક અલગ બનાવવા માતો હતો. તે સમયે ભાગ્યે જ મ્યૂઝિકલ અને ડાન્સ ડ્રામા ફિલ્મ બની હશે. મિથુન ત્યારે કંઈક મૂંઝવણમાં હતો. અનેક પ્રયાસ બાદ પણ તે જે પ્રકારે સ્ટાર બનવા માગતો હતો, તે બની શક્યો નહીં. તેણે પોતાના મનની વાત મને કહી હતી.

મેં તે સમયે તેને કહ્યું હતું કે હું તારી સાથે 'ડિસ્કો ડાન્સર' ફિલ્મ બનાવીશ. મને વિશ્વાસ છે કે તું બહુ જ મોટો સ્ટાર બનીશ. પછી મેં આ ફિલ્મ ડિરેક્ટર, રાઈટર તથા પ્રોડ્યૂસર તરીકે બનાવી. અમે આ ફિલ્મમાં ઘણી જ મહેનત કરી હતી અને ફિલ્મ સફળ થાય તેવી અપેક્ષા હતી. જોકે, એવું ક્યારેય નહોતું વિચાર્યું કે ફિલ્મ આ રીતનો ઈતિહાસ રચી દેશે.

મિથુનની સાથે કેવી રીતે કનેક્શન થયું?
હું એક પ્રોડ્યૂસરની ફિલ્મ કરતો હતો પરંતુ તે બની હતી. તેનું તથા મિથુનનું ઘર આસપાસમાં હતું. એક કનેક્શન એ હતું કે મિથુનની પત્ની યોગિતા બાલીએ મારી સાથે 'ગંગા તેરા પાની અમૃત' તથા 'બુનિયાદ'માં કામ કર્યું હતું. 'તકદીર કા બાદશાહ'ના પ્રોડ્યૂસર ફિલ્મમાં અન્ય કોઈને લેવા માગતા હતા. જોકે, મિથુનના ચહેરમાં મને એક સ્ટાઈલ તથા એક અલગ અંદાજ જોવા મળ્યો. મેં પ્રોડ્યૂસરને મિથુનને જ લેવાનો આગ્રહ કર્યો હતો. પછી આ ફિલ્મના સેટ પર અમારી વચ્ચે સમજણ વધી હતી.

'એડવેન્ચર ઓફ ટાર્ઝન' પાછળની વાત શું છે?
'કસમ પૈદા કરને વાલે કી'ની અમે જાહેરાત કરી હતી અને પછી તરત જ ફિલ્મ શરૂ કરી હતી. ફિલ્મ પૂરી થયા બાદ મેં 'ડાન્સ ડાન્સ'નું પ્લાનિંગ કર્યું હતું. આ અંગે મિથુને કહ્યું હતું, 'ગુરુ તમે મને સ્ટાર બનાવ્યો. મેં બહુ બધી ફિલ્મ સાઈન કરી છે. મને 6-8 મહિનાનો સમય આપો. ત્યારબાદ તમે જે ડેટ માગશો તે આપીશ.' સામે મેં જવાબ આપ્યો હતો, 'ઠીક છે. પછી વિચાર્યું કે આ 6-8 મહિનામાં શું કરું? આ ફાજલ સમયનો ઉપયોગ મેં 'એડવેન્ચર ઓફ ટાર્ઝન' બનાવવામાં કર્યો. પહેલાં લોકો આ ફિલ્મને C ગ્રેડમાં બનાવી ચૂક્યા હતા. જોકે, મેં આ ફિલ્મને A ગ્રેડમાં બનાવવાનું નક્કી કર્યું હતું. મેં ફિલ્મને એક મોટા સ્કેલ પર બનાવી અને તે હિટ થઈ.

અમિતાભ બચ્ચનની સાથે કેમ કામ ના કરી શક્યા?
મેં જેટલાં લોકો સાથે પણ કામ કર્યું છે, પછી તે શત્રુધ્ન સિંહા હોય કે વિનોદ ખન્ના કે પછી હેમા માલિની કે પછઈ મિથુન ચક્રવર્તી. તમામ એક્ટર્સ સાંસદ બન્યા છે. જે સમયે મેં ફિલ્મ બનાવવાની શરૂ કરી તે સમયે અમિતાભ રાજકારણમાં હતા. 1990 પછી તેમણે કમબેક કર્યું તો તેમની કરિયર ડામાડોળ હતી. આ ગેપને કારણે અમારી વચ્ચે કોમ્બિનેશન થયું નહીં. મારી ઈચ્છા હતી અને આજે પણ છે. જો ભગવાનને ઈચ્છ્યું તો અમે ભવિષ્યમાં સાથે કામ કરીશું.

આમિરની વધુ પડતી દખલગીરી ગમી નહોતી
આમિરની સાથે મેં 'લવ લવ લવ' કરી હતી. જો તેમનો ટ્રેક રેકોર્ડ જોવામાં આવે તો તે એક ડિરેક્ટર સાથે એક જ ફિલ્મ કરે છે. તેની સાથે કામ કરવામાં વાંધો એ હતો કે તે બહુ દખલગીરી કરે છે. મને આ વાત પસંદ નથી. ફિલ્મના એક સીનમાં આમિરે લગ્ન કરવાના હતા અને પત્ની માટે ઝઘડો કરવાનો હતો. અમે આ માટે બધું જ તૈયાર કરીને રાખ્યું હતું. જોકે, આમિર એ વાત કરવા લાગ્યો કે તે હજી નવો છે અને તેની ઈમેજ લવર બોયની છે. આથી ફિલ્મમાં તેને પરિણીત બતાવવામાં આવે તે યોગ્ય નથી. દરેકની પોતાની વિચારાધાર હોય છે અને આ જ કરાણે ફિલ્મને થોડું નુકસાન પણ થયું. જોકે, તે મને બહુ માન આપે છે. જ્યારે અમે ચીનમાં હતી ત્યારે આમિર 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની રિલીઝ માટે આવ્યો હતો. ત્યાંના ડિરેક્ટર્સની ફોરમમાં હું પણ હતો. ત્યારે આમિરે મારા વિશે કહ્યું હતું કે જ્યારે મારે કામની જરૂર હતી, ત્યારે સરે મને તરત જ કામ આપ્યું હતું.

ભવિષ્યમાં શું કરવાનું વિચાર્યું છે?
મારા મનમાં 'ટાર્ઝન'ની રીમેક છે. 'ડિફેન્ડર' ફિલ્મ મારો બહુ મોટો પ્રોજેક્ટ છે. આ ફિલ્મ પર હું કામ કરી રહ્યો છે. 'ટાર્ઝન' પર પણ કામ ચાલુ છે. આ ફિલ્મને આવવામાં હજી એકાદ બે વર્ષનો સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો