બોલિવૂડના કિંગ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચિટ મળી ગઈ છે. આ કેસમાં તેણે લગભગ 26 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જોકે આ કેસમાં ક્લીનચિટ મળ્યા પછી આર્યનની તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં NCBના એક સિનિયર ઓફિસર સંજય સિંહે આર્યન ખાનની ધરપકડ અને જેલમાં તેના દ્વારા આપવામાં આવેલાં નિવેદનો વિશે જણાવ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે દીકરાની ચિંતામાં શાહરુખ ખાન રડી પડતો હતો.
સર, તમે ઘણું ખોટું કર્યુંઃ આર્યન
NCB ઓફિસર સંજય સિંહે આ કેસની તપાસ કરી રહી રહેલી SITનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આર્યનને મને જણાવ્યું હતું કે એજન્સી મારી સાથે ઈન્ટરનેશનલ ડ્રગ સ્મગલરની જેમ વર્તણૂક કરી રહી છે. મને એવી રીતે બતાવવામાં આવી રહ્યો છે કે હું ડ્રગ્સ વેચું છું. શું આ આરોપ પાયાવિહોણા નથી? ક્રૂઝમાંથી મારી પાસે કોઈ ડ્રગ્સ નહોતું મળ્યું, એમ છતાં મારી ધરપકડ કરવામાં આવી. આર્યને મને પૂછ્યું કે જ્યારે મારા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા તો મને આટલા લાંબા સમય સુધી જેલમાં કેમ રાખવામાં આવ્યો? શું હું વાસ્તવમાં એને લાયક છું? સર, તમે ઘણું ખોટું કર્યું છે અને મારી ઈજ્જત ખરાબ કરી દીધી છે.
શાહરુખની આંખોમાં આંસુ આવી ગયાં હતાં
સંજય સિંહે આગળ જણાવ્યું હતું કે આ કેસ દરમિયાન હું આર્યનની સાથે સાથે શાહરુખ ખાનની પણ સાથે હતો. તે દીકરાની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ વિશે ચિંતિત હતો. વાતચીત દરમિયાન શાહરુખની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેણે કહ્યું, અમને કોઈ ક્રિમિનલ અથવા મોન્સ્ટરની જેમ બતાવવામાં આવ્યા, જેઓ માત્ર સમાજને બરબાદ કરવા માટે ઘરની બહાર નીકળે છે.
આ આધારે આર્યનને ક્લીનચિટ મળી
3 ઓક્ટોબરે ધરપકડ થઈ હતી
ગયા વર્ષે 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ‘કોર્ડેલિયા’ ક્રૂઝ શિપ પર NCBએ દરોડો પાડ્યો હતો. ક્રૂઝ શિપમાં યોજાનારી પાર્ટીમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન પણ હાજર હતો. ક્રૂઝના ટર્મિનલ પરથી આર્યનની અટકાયત કરાઈ હતી. 24 કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.