તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિરેક્ટરને ઇજા થઇ:'ધ કશ્મીર ફાઇલ્સ'ના સેટ પર બીજી ઘટના, મિથુનને ફૂડ પોઇઝનિંગ બાદ હવે વિવેક રંજનને પગમાં ફ્રેક્ચર થયું

2 મહિનો પહેલા

થોડા દિવસ પહેલાં 'ધ કશ્મીર ફાઇલ્સ'ના સેટ પર મિથુન ચક્રવર્તીને ફૂડ પોઇઝન થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે હવે મિથુન દા ઠીક છે પણ ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી ઈજાગ્રસ્ત થયા છે, તેમના ડાબા પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું છે. 'ધ કશ્મીર ફાઇલ્સ'નું શૂટિંગ હાલ મસૂરી અને દેહરાદૂનમાં ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મને મિશન જણાવ્યું
વિવેકે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે લાકડીના સહારે ચાલતા દેખાઈ રહ્યા છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે, જ્યારે તમે એક મિશન પર હોવ છો ત્યારે તમારો ભાંગેલો પગ પણ તમને રોકી નથી શકતો. બસ આટલો ભરોસો રાખો કે તમારી આત્મા ક્યારેય ન તૂટે. કાશ્મીરી પંડિતોની સ્ટોરી પર બની રહેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી પણ છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

વિવેકે કહ્યું- શો મસ્ટ ગો ઓન
રિપોર્ટ્સ મુજબ સેટ પર જ વિવેકનો પગ વળી ગયો હતો. પગમાં સોજો આવ્યા પછી તેમણે પગ સ્ટ્રેચ પણ કર્યો પરંતુ દુખાવાને કારણે ઘણી તકલીફ પડી. ત્યારબાદ ડોકટરે હેરલાઇન ફ્રેક્ચરની વાત કરી. જોકે, યુનિટ તેમની તબિયતને લીધે ચિંતિત છે, પણ વિવેકે આ જ હાલતમાં શૂટિંગ ચાલું રાખ્યું છે. વિવેકે કહ્યું- 'આ મારા માટે માત્ર ફિલ્મ નહીં એક લાઈફ મિશન છે. મારી તે લાખો લોકો પ્રત્યેની જવાબદારી છે, જેને મારાથી આશા છે. જ્યારે મિથુન દા બીમાર થયાના બીજા જ દિવસે કામ પર પરત ફર્યા તો હું કઈ રીતે અટકી જાઉં, અને પછી ભલે ગમે તે થાય, શો મસ્ટ ગો ઓન.'

વિવેકે આ પહેલાં 'ધ તાશકંદ ફાઇલ્સ' બનાવી હતી જે લાલ બહાદુર શાસ્ત્રીજીના રહસ્યમયી મૃત્યુની સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થઇ હતી, જેના ઘણા વખાણ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો