તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદોમાં દિલીપ કુમાર:ડિરેક્ટરે સુભાષ ઘઈએ કહ્યું, તેઓ મારા સાચા ગુરુ હતા, તેમણે જ ફિલ્મ સ્કૂલ શરૂ કરવાનો આઇડિયા આપ્યો હતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે, સાત જુલાઈના રોજ દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર સામે આવતા જ સો.મીડિયામાં તેમના ચાહકો, મિત્રો તથા ફેમિલી મેમ્બર્સે તેમની યાદો શૅર કરી હતી. આ દરમિયાન સુભાષ ઘઈએ એક વીડિયો શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે ફિલ્મ સ્કૂલ શરૂ કરવાનો વિચાર દિલીપ કુમારે જ આપ્યો હતો. સુભાષ ઘઈએ 2015માં વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ સ્કૂલની શરૂઆત કરી હતી.

દિલીપસાહેબ મારા ગુરુ હતા, 20 વર્ષ તેમની સાથે કામ કર્યું
સુભાષ ઘઈએ કહ્યું હતું, 'હું નિઃશબ્દ છું. દિલીપ સાહેબને અવસાનનું દુઃખ હું વ્યક્ત કરી શકું તેમ નથી. છેલ્લાં 15 વર્ષમાં તેમણે ઘણું જ સહન કર્યું હતું. તે ભારતીય સિનેમાના યુગપુરુષ હતા. તે મારી સૌથી મોટી પ્રેરણા હતા. મેં તેમની સાથે 20 વર્ષ સુધી કામ કર્યું છે. અમે 'વિધાતા', 'કર્મા' તથા 'સૌદાગર'માં સાથે કામ કર્યું હતું. તેમણે મારા જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો હતો. સિનેમા, સમાજ તથા રાષ્ટ્ર અંગે તે અલગ જ વિચારતા હતા. તેઓ મારા સાચા ગુરુ હતા.'

ફિલ્મ સ્કૂલ ખોલવાનો આઇડિયા દિલીપ સાહેબે જ આપ્યો હતો
વધુમાં સુભાષ ઘઈએ કહ્યું હતું, 'હું તેમને હંમેશાં મિસ કરીશ. તેમના જેવું કોઈ નહોતું અને ના હવે કોઈ થશે. તેઓ વ્યક્તિ તરીકે ઘણાં જ સારા હતા. તેમણે મને સારી ફિલ્મ કેવી રીતે બનાવવા અને સારા વ્યક્તિ કેવી રીતે બનવું તે શીખવ્યું હતું. હું તેમના માટે, સાયરાભાભી તથા પરિવાર માટે દુઆ કરું છું. ફિલ્મ સ્કૂલ શરૂ કરવાનો વિચાર ઓરિજિનલી દિલીપ સાહેબનો હતો. તે હંમેશાં કહેતા કે સુભાષ તારે આગામી પેઢી કંઈક કરવું જોઈએ. તેઓ મારા શિક્ષક તથા ભાઈ હતા.'

મેરા સૌથી મોટા આઇડલને ગુમાવ્યા
વીડિયો કેપ્શનમાં સુભાષ ઘઈએ કહ્યું હતું, 'એક યુગ જતો રહ્યો અને તેનું નામ દિલીપ કુમાર હતું. ભારતીય સિનેમાના ઈતિહાસના ગોલ્ડન પાનાઓ પર તેમનું નામ આગામી અનેક સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. RIP સાહેબ.' અન્ય એક પોસ્ટમાં સુભાષ ઘઈએ કહ્યું હતું, મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ. દિલીપ સાહેબ ઉર્ફે યુસુફ ભાઈ જતા રહ્યાં. વ્યક્તિગત રીતે નુકસાન થયું છે. મારા સૌથી મોટા આઇડલને ગુમાવી દીધા. મારી પાસે કોઈ શબ્દ નથી. RIP સાહેબ.

રેસુલ પુકુટ્ટીએ પણ દિલીપ કુમારને યાદ કર્યા
સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પુકુટ્ટીએ કહ્યું હતું, દિલીપ સાહેબના જવાથી માત્ર ઇન્ડિયન સિનેમાને નહીં, પરંતુ મરા વ્યક્તિગત જીવનમાં ખાલીપો આવી ગયો છે. તેમની ગેરહાજરી મારા માટે એક મોટો આઘાત છે. દિલીપ સાહેબ અમારી જનરેશન માટે નેહરૂવિયન ઇન્ડિયાના કનેક્ટ છે, જેને આપણાં પૂર્વજોએ બનાવ્યું હતું. તે કડી હવે તૂટી ગઈ છે. હવે મુંબઈ દિલીપ સાહેબ વગરનું થઈ ગયું, આ વિચારવું ઘણું જ મુશ્કેલ છે.

વધુમાં રેસુલે કહ્યું હતું, FTIIમાં તેઓ અમારા કોન્વોકેશનમાં આવ્યા હતા. મને તેમના હાથે ડિગ્રી મળી હતી. ફિલ્મી કરિયરની શરૂઆત તેમના આશીર્વાદથી થઈ હતી. હવે હું તેમને જતા જોઉં છું. તેઓ એક એવા એક્ટર હતા, જે ફોર્મલ ટ્રેનિંગ વગર ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા. તેમના ગયા બાદ જે પણ મેથડ એક્ટર છે, તે બધા જ દિલીપ સાહેબને જ ફોલો કરતા હતા. કહેવાનો અર્થ એ જ કે તેઓ એક એવા વ્યક્તિ હતા, જેમણે એક્ટિંગની ટ્રેનિંગ નહોતી લીધી અને તેઓ એક્ટિંગના ઇન્સ્ટિટ્યૂશન બની ગયા.