તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમ રાઉત સાથે વાતચીત:‘આદિપુરુષ’ના ડિરેક્ટરે કહ્યું, ‘ફિલ્મ રિસર્ચ પાછળ 19 વર્ષની મહેનત, 7000 વર્ષ જૂની સ્ટોરી દેખાડવી કોઈ સરળ વાત નથી’

2 મહિનો પહેલાલેખક: જ્યોતિ શર્મા
  • કૉપી લિંક
ફિલ્મ તેલુગુ તથા હિંદીમાં બનશે અને તમિળ, મલયાલમ, કન્નડ તથા અન્ય વિદેશી ભાષામાં ડબ કરવામાં આવશે - Divya Bhaskar
ફિલ્મ તેલુગુ તથા હિંદીમાં બનશે અને તમિળ, મલયાલમ, કન્નડ તથા અન્ય વિદેશી ભાષામાં ડબ કરવામાં આવશે
  • ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનાં રોલમાં છે
  • આ મૂવી ‘રામાયણ’ પર આધારિત હશે અને ફિલ્મ 3Dમાં બનાવવામાં આવશે

પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’નું શૂટિંગ મુંબઈના એક સ્ટુડિયોમાં ચાલુ હતું. આ દરમિયાન આશરે 200 લોકોનો ક્રૂ સેટ પર હાજર રહેતો હતો. જો કે, ડિરેક્ટર ઓમ રાઉત દરેક કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા હતા. પ્રોડ્યુસર શૂટિંગ બંધ કરવા ઇચ્છતા નહોતા, પરંતુ કોરોનાની બીજી લહેરે બધા પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન ઓમ રાઉતે ફિલ્મ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો શેર કરી.

‘3D ટેક્નિક આ ફિલ્મની આત્મા છે, રાવણનું કેરેક્ટર સૌથી ચેલેન્જિંગ’
આ ફિલ્મ અમે 3D ટેક્નિકથી શૂટ કરી રહ્યા છીએ. ‘તાન્હાજી’માં પણ અમે આ પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આદિપુરુષમાં અમે તેનાથી પણ એક સ્ટેપ આગળ કામ કરી રહ્યા છીએ. અમારે 7000 વર્ષ પહેલાંની પૃથ્વી દેખાડવાની છે. જે રીતે સબ્જેક્ટ ડિમાન્ડ છે, તેવી જ રીતે કામ ચાલી રહ્યું છે. રાવણ દુનિયાનું સૌથી મુશ્કેલ કેરેક્ટર છે. મેં આ રોલ માટે સૈફની પસંદગી કરી કારણકે તે દરેક રોલ પૂરા પેશન સાથે કરે છે. રાવણનો રોલ નેગેટિવ છે અને તાન્હાજીમાં પણ સૈફનો રોલ નેગેટિવ જ હતો.

‘રિયલ લોકેશન પર શૂટ કરવાનો ક્યારેય પ્લાન બનાવ્યો નહોતો’
ફિલ્મ રિસર્ચ પર આશરે 19 વર્ષનો સમય લાગ્યો છે. 7 હજાર વર્ષ જૂની પૃથ્વીને દેખાડવી એ કોઈ સરળ વાત નથી. અમે તેવો માહોલ તો નહીં દેખાડી શકીએ પણ રિયલ લોકેશન પર પણ ફિલ્મ શૂટ પોસિબલ નથી. આથી એવો કોઈ પ્લાન અમે બનાવ્યો જ નહોતો. હું જે પ્રકારની સ્ક્રિપ્ટ અને સીન લખું છે, તે માટે ઘણું વધારે પ્લાનિંગ હોય છે. અમે અમારા પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યા છીએ. આ ફિલ્મ અમે પ્રથમ દિવસથી જ સ્ટુડિયોમાં શૂટ કરવાના હતા. કોરોનાને લીધે હવે સ્ટુડિયોમાં પણ શૂટ કરવું મુશ્કેલ બન્યું છે.

‘પહેલેથી ઈતિહાસ અને માઈથોલોજી મારા રસનો વિષય છે’
મને હંમેશથી ઈતિહાસ અને માઈથોલોજીમાં ઘણો રસ રહ્યો છે. ઘણીવાર એવું થાય છે કે, અમુક સ્ટોરી અને કેરેક્ટર વાંચતી વખતે તમને એ બહુ ગમી જાય છે. મેં બાળપણમાં મારા નાના-નાની પાસેથી ઘણી વાર્તા સાંભળી છે. ઘણીવાર મને લાગે છે કે, આટલી સારી સ્ટોરી લોકો સુધી અલગ રીતે પહોંચાડવી જોઈએ. આ બધા મારા ગમતા વિષયો છે. હાલ મારો ફોકસ ‘આદિપુરુષ’ પર છે, ટૂંક સમયમાં તેને પૂરી કરવાનો લક્ષ્ય છે.