તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્કરમાં વધુ એક દાવેદારી:એકેડમી અવોર્ડ્સ 2021ની જનરલ કેટેગરીમાં નીલા માધબ પાંડાની ફિલ્મ 'કલિરા અતિતા' પહોંચી

મુંબઈ7 દિવસ પહેલા

નીલા માધબ પાંડાની ઉડિયા ફિલ્મ 'કલિરા અતિતા' ઓસ્કર રેસમાં સામેલ થઈ છે. નીલાએ પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં આ અંગેની માહિતી શૅ કરી હતી. આ ફિલ્મ ભારતના પૂર્વીય તટ વિસ્તાર એટલે કે ઓરિસ્સાથી ગુમ થતાં ગામોની વાર્તા છે. જળવાયુ પરિવર્તનને કારણે દરિયાનું સ્તર વધી રહ્યું છે અને તેને કારણે ગામોનો વિનાશ થાય છે. આ ફિલ્મને જનરલ કેટેગરીમાં મૂકવામાં આવી છે.

તમામનો આભારીઃ નીલા
નીલાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'પડકારોથી ભરેલા આ વર્ષમાં આ વાત જણાવતા આનંદ થાય છે કે 'કલિરા અતિતા'એ ઓસ્કરની જનરલ કેટેગરીમાં એન્ટ્રી કરી છે. આ એકેડમી સ્ક્રીનિંગ માટે તૈયાર છે. દરેકનો આભારી છું. ન્યૂ યોર્ક તથા લોસ એન્જલસમાં થિયેટર બંધ હોવાને કારણે અમારા માટે ક્વોલિફાઈ થવું ઘણું જ મુશ્કેલ હતું. અમે પબ્લિસિટી કરવાનું શરૂ કર્યું અને જ્યૂરી સુધી પહોંચ્યા અને તેઓ ફિલ્મ જોઈ શકે.

2021 ઓસ્કર અવોર્ડમાં અત્યાર સુધી આટલી ફિલ્મ પહોંચી છે
'કલિરા અતિતા' પહેલાં કરિશ્મા દેવ દુબેની 'બિટ્ટુ' તથા 'સૂરારાઈ પોટ્રુ'એ ઓસ્કરમાં સ્થાન મેળવ્યું છે. 15 માર્ચે ઓસ્કરના ફાઈનલ નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. અવોર્ડ સેરેમની 25 એપ્રિલે યોજાશે. ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી 'જલિકટ્ટુ' રેસની બહાર નીકળી ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો