કબીર ખાનની ફિલ્મ 83 ઘણા સમયથી આખી બની ગઈ છે અને રિલીઝ માટે તૈયાર છે પરંતુ લોકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ ન થઇ શકી. થોડા મહિના પહેલાં એવા સમાચાર ફરી રહ્યા હતા કે એક મોટા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફિલ્મના મેકર્સને 143 કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. પરંતુ કબીર ખાને તેને નકારી દીધા હતા. હવે ફરી ચર્ચા છે કે ફિલ્મની રિલાયન્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર વચ્ચે ડીલ થવાની છે.
હોટસ્ટાર સાથે જોડાયેલ અધિકારીઓએ જણાવ્યું કે રિલાયન્સે ગયા અઠવાડિયે કંપનીને અપ્રોચ કરી હતી. 200 કરોડ રૂપિયામાં આઉટરાઈટ આપવાની ઓફર હતી. આ અમાઉન્ટ મોટી હોવાથી મેનેજમેન્ટ આ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે. અંદાજો લગાવાઈ રહ્યો છે કે આટલી મોટી રકમ જો ઈન્વેસ્ટ કરવામાં આવે તો શું હાલના સબસ્ક્રાઇબર્સના બેઝ પર તેની રિકવરી પોસિબલ છે? મેનેજમેન્ટના અમુક લોકો આ ડીલને લીલી ઝંડી આપવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે આપણા પ્લેટફોર્મ પર સ્પોર્ટ્સના સબસ્ક્રાઇબર્સ પણ છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા છે. આવામાં ત્યાંના ટિપિકલ સબસ્ક્રાઇબર્સ પણ ફિલ્મ જોનાર સબસ્ક્રાઇબર્સ બેઝમાં વધારો કરશે. હાલ આ બાબતે કોઈ નિર્ણય આવવાનો બાકી છે. સ્ટાર ઇન્ડિયાના ચેરમેનનો દિવ્ય ભાસ્કરે આ બાબતે સંપર્ક સાધ્યો પરંતુ આ સમાચાર લખ્યા ત્યાં સુધીમાં તેમનો રીસ્પોન્સ આવવાનો બાકી હતો.
ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે
ડીલની અપડેટ વિશે જાણવા દિવ્ય ભાસ્કરે ફિલ્મના ડિરેક્ટર કબીર ખાન સાથે વાત કરી. તેમણે કહ્યું, આ બધી અટકળો છે. આવું કઈ નથી. રોજ કોઈ નવા ડેપલપમેન્ટ આવતા રહે છે. અમે લોકોએ મન મનાવી લીધું છે. આ થિયેટરમાં જ રિલીઝ થશે. ભલે તે શરૂ થવા માટે અમારે છ મહિના કે આખું વર્ષ રાહ જોવી પડે. ફિલ્મ વિઝ્યુઅલ ટ્રીટવાળી છે.
ફિલ્મમાં VFXનો ઉપયોગ: કબીર ખાન
મોટા પડદા પર જોવામાં જ રોમાંચનો અનુભવ થશે. આમાં VFX પણ છે. પરંતુ તેના પર હાલ ચર્ચા કરવી યોગ્ય નથી. તે એટલા માટે કે આ ઓડિયન્સને ઓવર એનલાઈઝ કરવા જેવું થશે. ફિલ્મમાં કેટલી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ યુઝ થઇ છે કે કેટલું રીઅલ તેનાથી તેમને શું? આ બાબતે અત્યારે વાત કરવી એ ફિલ્મનું બિનજરૂરી પોસ્ટમોર્ટમ કરવા જેવું છે. બાકી અન્ય ફિલ્મમેકર્સની જેમ મેં પણ લોકડાઉનમાં અમુક સ્ટોરીઝ ડેવલપ કરી છે. હવે વિચારીશ કે તેને કોની સાથે બનાવવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.