તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ બુક ડે:ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું-અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ ફિલ્મ મહાકવિ ચંદબરદાઈનાં મહાકાવ્ય ‘પૃથ્વીરાજ રાસો’ પર આધારિત છે

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • ડિરેક્ટરે જણાવ્યું, પૃથ્વીરાજ જેવા મહાન કેરેક્ટર્સ ઘણી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે
  • ત્રણ વર્ષમાં પ્રોડ્યુર્સે 150 બુક્સના રાઈટ્સ ખરીદ્યા

દુનિયાભરમાં આજે એટલે કે 23 એપ્રિલે ‘વર્લ્ડ બુક ડે’નું સેલિબ્રેશન કરવામાં આવે છે. આ અવસરે અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજના પ્લોટ વિશે સ્પેસિફિક માહિતી મળી છે. પૃથ્વીરાજ ફિલ્મ મધ્યકાલીન ભારતના મહાકવિ ચંદબરદાઈની રચના ‘પૃથ્વીરાજ રાસો’ બેઝ્ડ છે. ફિલ્મનાં ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ વાતની પુષ્ટિ કરી છે. ડિરેક્ટર આની પહેલાં મોહલ્લા અસ્સી, ચાણક્ય, પિંજર, ઝેડ પ્લસ પર ફિલ્મ અને સિરિયલ બનાવી ચૂક્યા છે, આ દરેક બુક એડપ્ટેશન હતી.

વર્લ્ડ બુક ડેના અવસરે ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ જણાવ્યું, પૃથ્વીરાજ ફિલ્મ પૃથ્વીરાજ રાસો નામનાં એક મધ્યકાલીન કાળના મહાકાવ્ય પર આધારિત છે. તેની રચના મહાકવિ ચંદરબાઈએ કરી હતી. ફિલ્મમાં મૂળ રાસોના ઘણા વર્ઝન છે.

બુક એડપ્ટેશન ગ્રેટ કેરેક્ટર્સની સાથે કમ્યુનિકેટ કરવાની પ્રક્રિયા ડૉ. દ્વિવેદીએ કહ્યું, પૃથ્વીરાજ ફિલ્મ બનાવવા માટે માટે શૂરવીર સમ્રાટ વિશે વધારે રિસર્ચ કરવું પડ્યું. હું વ્યાપક અને ગંભીર રિસર્ચમાં ડૂબી જઉં છું કારણકે મને ભારતના મહાનાયકો અમે તેમના કાળખંડોની સ્ટોરીને દુનિયા સામે લાવવામાં ઘણી ખુશી મળે છે. આ ગ્રેટ કેરેક્ટર્સને તેમના જ સમયમાં જઈને તેમની સાથે કમ્યુનિકેટ કરવાની પ્રક્રિયા છે. મને વિશ્વાસ છે કે, આની પહેલાં પણ જે ફિલ્મ મેકર્સે બુક એડપ્ટેશન કર્યું હશે તેમને આ અનોખો અનુભવ ચોક્કસ થયો હશે.

પૃથ્વીરાજ જેવા મહાન કેરેક્ટર્સ ઘણી પેઢીઓને પ્રેરણા આપે છે વધુમાં ડિરેક્ટરે કહ્યું, સાચું કહું તો હું પૃથ્વીરાજ જેવા મહાન કેરેક્ટરને યંગ ઓડિયન્સ માટે કે તેમને રિલેવન્ટ બનાવવા માટે સિલેક્ટ કરતો નથી. હું સિનેમા માટે તેમને મારો વિષય બનવું છું કારણકે પૃથ્વીરાજ જેવા કેરેક્ટર્સ દરેક યુગમાં રિલેવન્ટ થશે. પૃથ્વીરાજ જેવા હિસ્ટોરિકલ કેરેક્ટર્સ ગેલેક્સીના ચમકતા તારા છે, જે આગામી ઘણી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.

ત્રણ વર્ષમાં પ્રોડ્યુર્સે 150 બુક્સના રાઈટ્સ ખરીદ્યા હોલિવૂડમાં તો બુક એડપ્ટ કરીને ફિલ્મ બનાવવાનું ચલણ વધારે છે. બોલિવૂડમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં આ મામલે સ્પીડ આવી ગઈ છે. સ્ટોરી ઇન્ક કંપનીના ફાઉન્ડર સિદ્ધાર્થ જૈને કહ્યું, કોવિડ પહેલાંના ત્રણ વર્ષમાં મેં 150 બુક્સના રાઈટ્સ પ્રોડ્યુસને સેલ કરાવ્યા. મહામારી પહેલાં દર વર્ષે આશરે 50થી 60 બુક્સના રાઈટ્સ ફિલ્મ પ્રોડ્યુસર ખરીદતા હતા. કોવિડ પછી આ આંકડો 30 પર આવી ગયો. હાલ ફિલ્મનું શૂટિંગ પણ બંધ છે. તેવામાં પ્રોડ્યુસર બુક્સના રાઈટ્સ લઇ રહ્યા નથી. મોટાભાગે ક્રાઈમ, થ્રિલર અને સાચી ઘટનાઓ પર આધારિત બુક્સની ડિમાન્ડ વધારે છે. પ્રોડ્યુસર માઈથોલોજિકલ ઝોનરવાળી બુક્સના રાઈટ્સ લેતા નથી કારણકે તેમાં વિવાદમાં સપડાવવાના ચાન્સ વધારે રહે છે.

વધુમાં તેમણે કહ્યું, જોવા જઈએ તો કોવિડ પછી 30 બુક્સના રાઈટ્સ પ્રોડ્યુસરે લીધા પણ હાલ એક જ સિરીઝ બની રહી છે. તે નીલમ અને શેખર કૃષ્ણમૂર્તિની બુક છે. તે સિનેમા કાંડ પર બેઝ્ડ છે. સિરીઝનું શૂટિંગ હાલમાં જ શરુ થયું છે. જે બુક્સ પર વધારે બજેટના પ્રોજેક્ટ શરુ થવાના છે, તેની પર હજુ કામ શરુ થઇ રહ્યું નથી. વિનીત બાજપેયીની હડપ્પા ટ્રિલોજીની જાહેરાત બે વર્ષ પહેલાં થઇ હતી. તેને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને રિતિક રોશન સાથે બનાવવાના હતા. તેનું બજેટ 200 કરોડ રૂપિયા નક્કી કર્યું હતું. વધારે રકમ અને કોરોનાને લીધે હાલ ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું છે.