તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાનું ટ્રોલિંગ:રિહાનાને મૂર્ખ કહી તો દિલજિતે કંગનાને ગરોળી કહી દીધી, પોર્ન સ્ટાર મિયા ખલિફા પણ ખેડૂતોના સપોર્ટમાં આવી

23 દિવસ પહેલા

પોપ સિંગર રિહાનાના ખેડૂત આંદોલનના સમર્થન બાદ કંગનાએ તેને મૂર્ખ ગણાવી. જોકે ત્યારબાદ કંગનાને ટ્રોલ કરવામાં આવી રહી છે. પહેલેથી જ સતત સોશિયલ મીડિયા પર એકબીજાની ઝાટકણી કરતા દિલજિતે પણ હવે કંગનાની સરખામણી ગરોળી સાથે કરી છે. જોકે તેણે આ પોસ્ટમાં કંગનાને ટેગ નથી કરી પણ આ પોસ્ટ કંગનાના રિએક્શન પછી જ આવી છે.

પંજાબી કહેવતમાં ગરોળી કહી દીધું
જાટ દી કોહડ- કિર્લિ, શાતિરો કે જફ્ફે... દિલજિતે આવું લખ્યું, ત્યારબાદ અમુક લોકોએ તેનો અર્થ પણ પૂછ્યો. જોકે દિલજિતના બાકીના ફેન્સે તેનો અર્થ પણ શેર કર્યો છે. એક યુઝરે લખ્યું, જ્યારે ઓછી ક્ષમતાવાળા વ્યક્તિ પોતાની પહોંચથી ઉપર કોઈ વસ્તુની આકાંક્ષા રાખવાની ટ્રાય કરી રહ્યો હોય, ઠીક તે જ રીતે જેમ કોઈ ગરોળી છતના પિલર બીમ સાથે ચોંટવાની લાગમાં હોય.

પોર્ન સ્ટાર મિયા ખલિફાએ પણ પોસ્ટ કરી
રિહાના, ગ્રેટા થનબર્ગ પછી પોર્ન સ્ટાર મિયા ખલિફાએ પણ ખેડૂત આંદોલન વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. મિયાએ એક ફોટો શેર કરી લખ્યું, પેડ એક્ટર્સ? કાસ્ટિંગ ડિરેક્ટરને કહેજો મને આશા છે કે અવોર્ડ સીઝન દરમ્યાન તેમને નજરઅંદાજ નહીં કરવામાં આવે. હું ખેડૂતોની સાથે છું.

કંગનાનું અકાઉન્ટ બ્લોક કરો- કોંગ્રેસ સાંસદ
આ વચ્ચે કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ દીપેન્દ્ર એસ હુડ્ડાએ કંગનાના ટ્વિટર અકાઉન્ટને બેન કરવાની માગ કરી છે. તેમણે લખ્યું છે, હું ટ્વિટર ઇન્ડિયાને અપીલ કરું છું કે તે કંગનાનું અકાઉન્ટ તરત બ્લોક કરે. તેનું આ ટ્વીટ હરિયાણામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધની એક પોસ્ટના જવાબમાં છે. હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનારા ખેડૂતોને 'આતંકવાદી' કહેવું ઘણું જ ભડકાઉ અને ઘૃણાસ્પદ છે. સૌથી મોટી વિડંબણા એ છે કે ખેડૂતો સૌથી મોટા દેશભક્ત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો