બે ભાઈઓ ગુમાવવાનું દુઃખ:કોરોનાવાઈરસને કારણે દિલીપ કુમારના બે ભાઈઓનું મોત, પત્ની સાયરાએ કહ્યું- આ વર્ષે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરીશું નહીં

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
96 વર્ષીય દિલીપ કુમાર તથા 76 વર્ષીય સાયરાબાનોએ 11 ઓક્ટોબર, 1966ના રોજ લગ્ન કર્યા હતા - Divya Bhaskar
96 વર્ષીય દિલીપ કુમાર તથા 76 વર્ષીય સાયરાબાનોએ 11 ઓક્ટોબર, 1966ના રોજ લગ્ન કર્યા હતા

11 ઓક્ટોબરના રોજ દિલીપ કુમાર તથા સાયરાબાનોના લગ્નને 54 વર્ષ થશે. જોકે, આ વખતે કપલે પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ ના કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે માત્ર 13 દિવસની અંદર દિલીપ કુમારે પોતાના બે નાના ભાઈઓ અહસાન તથા અસલમને ગુમાવ્યા હતા.

સાયરાએ કહ્યું, 11 ઓક્ટોબર મારા જીવનનો સૌથી સુંદર દિવસ
સાયરાએ ટ્વીટ કરીને કહ્યું હતું, '11 ઓક્ટોબર હંમેશાં મારા જીવનનો સૌથી સુંદર દિવસ છે. દિલીપ સાહેબે આ દિવસે મારી સાથે લગ્ન કર્યા હતા અને મારા સપનાઓને સાકાર કર્યા હતા. આ વર્ષે અમે સેલિબ્રેશન કરીશું નહીં. તમને ખ્યાલ છે કે અમે અમારા બે ભાઈઓ અહસાનભાઈ તથા અસલમભાઈને ગુમાવ્યા છે.'

અન્ય એક ટ્વીટમાં સાયરાએ કહ્યું હતું, 'કોવિડ 19ને અનેકના જીવ લઈ લીધા છે અને અનેક પરિવાર દુઃખમાં છે. હાલની પરિસ્થિતિને જોતા અમે તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે એકબીજાની સુરક્ષા તથા સ્વસ્થ રહેવા માટે પ્રાર્થના કરો. ભગવાન આપણી બધાની સાથે રહે. સલામત રહો.'

કોરોનાને કારણે અહસાન-અસલમનું મોત
દિલીપ કુમારના બંને નાના ભાઈનું અહસાન તથા અસલમનું કોરોનાને કારણે મોત થયું હતું. 15 ઓગસ્ટના રોજ શ્વાસમાં તકલીફ તથા ઓક્સિજન લેવલ ઓછું થતાં બંનેને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 21 ઓગસ્ટના રોજ 88 વર્ષીય અસલમનું તો 2 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષીય અહસાનનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...