તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશ્રુભીની આંખે અંતિમ વિદાય:અંતિમ તસવીર વાઇરલ, દિલીપ કુમારના પાર્થિવદેહને ગળે લગાવીને સાયરાબાનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં

મુંબઈ2 મહિનો પહેલા
  • 98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારે હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

લિજેન્ડરી એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરમાં સાત જુલાઈના રોજ નિધન થયું હતું. જોકે, તેમના અવસાનથી 76 વર્ષીય સાયરાબાનો ઘણાં જ વ્યથિત છે. તેઓ હવે એકલા પડી ગયા છે. દિલીપ કુમારના નિધન બાદ સાયરાની અનેક તસવીરો સામે આવી હતી. આ તસવીરમાં સાયરાબાનોનું દુઃખ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. દિલીપ કુમારની અંતિમ તસવીર હાલમાં સો.મીડિયામાં વાઇરલ થઈ છે. દફનવિધિ પહેલા સાયરાબાનો દિલીપ કુમારના પાર્થિવદેહ ગળે વળગીને ઘણું જ રડ્યાં હતાં.

કબ્રસ્તાનમાં સાયરાની આંખમાંથી વહ્યાં આંસુ
દિલીપ કુમારના જનાઝામાં પણ સાયરાબાનો રડતાં હતાં. આ સમયે નિકટના પરિજનોએ સાયરાને હિંમત આપી હતી. સાયરાબાનોએ કબ્રસ્તાનમાં જઈને દિલીપ કુમારને છેલ્લી સલામ કરી હતી.

શાહરુખ ખાને સાંત્વના પાઠવી હતી
દિલીપ કુમાર તથા સાયરાબાનો શાહરુખ ખાનને પોતાનો દીકરો માનતો હતો. દિલીપ કુમારના અંતિમ દર્શનાર્થે શાહરુખ ખાન આવ્યો હતો. તેને જોતા જ સાયરાબાનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ સમયે શાહરુખે તેમને સાંત્વના આપીને શાંત પાડ્યા હતા. જોકે, સાયરાબાનોના આંસુ બંધ થવાનું નામ જ લેતા નહોતા.

પતિની અંતિમ સફરમાં દુઃખી સાયરાબાનોની તસવીરો...

પતિના પાર્થિવદેહ આગળ દુઃખી સાયરા, ધર્મેન્દ્ર પણ રડી પડ્યા હતા
પતિના પાર્થિવદેહ આગળ દુઃખી સાયરા, ધર્મેન્દ્ર પણ રડી પડ્યા હતા
મહારાષ્ટ્રના CMએ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
મહારાષ્ટ્રના CMએ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
શાહરુખ ખાને સાયરાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો
શાહરુખ ખાને સાયરાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો
શાહરુખ ખાન તથા સાયરાએ થોડીવાર વાત કરી હતી
શાહરુખ ખાન તથા સાયરાએ થોડીવાર વાત કરી હતી
જનાઝામાં સાયરાના આંસુ લૂંછતા પરિજનો
જનાઝામાં સાયરાના આંસુ લૂંછતા પરિજનો
પરિવારના સહારે જનાઝામાં જતાં સાયરાબાનો
પરિવારના સહારે જનાઝામાં જતાં સાયરાબાનો
અન્ય સમાચારો પણ છે...