તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેજેડી કિંગની લવ લાઈફ:પરણિત કામિની કૌશલ દિલીપ કુમારની પહેલી ગર્લફ્રેન્ડ હતી, અભિનેત્રીના ભાઈઓએ એકબીજાથી દૂર રહેવાની ધમકી આપી હતી, અને બંને અલગ થઈ ગયા

2 મહિનો પહેલા
  • બંને વચ્ચે રોમાન્સ 1948માં રિલીઝ થયેલી ફિલ્મ 'શહીદ'ના સેટ પર શરૂ થયો હતો
  • કામિની બાદ દિલીપના જીવનમાં મધુબાલા, વૈજયંતી માલા, સાયરા બાનો અને આસમા રહેમાન આવી

98 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર દિલીપ કુમારના જીવનમાં એવી ઘટનાઓ બની છે, જે કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી. હવે તેમની લવ સ્ટોરીની જ વાત કરો. સાયરા બાનો તેમની પત્ની બની. પરંતુ શું તમને ખબર છે કે સાયરા દિલીપની પહેલી ગર્લફ્રેન્ડ નથી. તેમને સૌથી પહેલા જેની સાથે પ્રેમ થયો હતો, તે હતી એક્ટ્રેસ કામિની કૌશલ. બંને વચ્ચે રોમાન્સ 1948માં રિલીઝ થયેલી ફિલ્મ 'શહીદ'ના સેટ પર શરૂ થયો હતો. બંને લગ્ન કરવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા.

એક્ટ્રેસ પહેલા જ જીજાજી સાથે લગ્ન કરી ચૂકી હતી
એક અંગ્રેજી વેબસાઈટમાં પ્રકાશિત આર્ટિકલના અનુસાર, જે સમયે કામિની દિલીપને ડેટ કરી રહી હતી, તે સમયે તેના લગ્ન થઈ ગયા હતા. રસપ્રદ વાત એ છે કે, જેની સાથે કામિનીએ લગ્ન કર્યા, તે તેની મોટી બહેનનો પતિ હતો. હકીકતમાં કામિનીની બહેન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તેમને એક બાળક હતું, જેના કારણે ફિમેલીના દબાણમાં કામિનીએ પોતાના જીજા બી.એસ.સૂદની સાથે લગ્ન કરી લીધા. જ્યારે કામિનાના ભાઈને આ વાતની ખબર પડી કે તેમની બહેન દિલીપ કુમારને ડેટ કરી રહી છે તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે દિલીપ કુમારને ધમકી આપી કે તેઓ કામિની સાથે સંબંધ તોડી નાખે. બીજી તરફ કામિની પણ પરિવારની વિરુદ્ધ જઈ શકતી નહોતી.

કામિનીએ કહ્યું હતું- અમે બંને તૂટી ગયા હતા
2014માં એક ગ્લેમર મેગેઝિન સાથેની વાતચીતમાં કામિનીએ કહ્યું હતું કે, તેમણે (દિલીપ સાહેબે) પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે મારાથી અલગ થયા બાદ તેઓ તૂટી ગયા હતા. પરંતુ હકીકત એ છે કે અમે બંને તૂટી ગયા હતા. અમે એકબીજા સાથે ઘણા ખુશ હતા. પરંતુ શું કરી શકીએ? હું આવું કહીને કોઈને (પતિ) દગો આપી શકતી નહોતી કે હવે બહું થયું, હું જઉં છું. હું મારી દિવંગત બહેનને શું મોં બતાવત. મારા પતિ સારા વ્યક્તિ છે. તેઓ સમજતા હતા કે આવું કેમ થયું? પ્રેમમાં કોઈપણ પડી શકે છે. ફેમસ ઉર્દૂ રાઈટર ઈસ્મત ચુગતાઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દિલીપ કુમારને જેટલો પ્રેમ કામિની કૌશલ સાથે થયો, એટલો પ્રેમ ક્યારે કોઈની સાથે નથી થયો. કામિની બાદ દિલીપના જીવનમાં મધુબાલા, વૈજયંતી માલા, સાયરા બાનો અને આસમા રહેમાન આવી. આસમા દિલીપ સાહેબની બીજી પત્ની હતી, અને લગ્નના બે વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા અને બાદમાં સાયરાની પાસે પાછા આવી ગયા.

2013માં કામિનીને જોઈને ઓળખી નહોતા શક્યા દિલીપ કુમાર
વર્ષો બાદ દિલીપ કુમાર અને કામિની કૌશલનો સામનો 2013માં દિવંગત એક્ટર પ્રાણના બેસણામાં થયો હતો. દિલીપ સાહેબ અહીં પત્ની સાયરાની સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન દિલીપ સાહેબની ખુરશી કામિની કૌશલની બાજુમાં જ હતી. ત્યારે દિલીપ કુમાર 90 વર્ષના હતા અને કામિની 86 વર્ષની. પરંતુ દિલીપ સાહેબ કામિનીને ઓળખી નહોતા શક્યા. 2014માં ઈન્ટરવ્યુ દરમિયાન કામિનીએ કહ્યું હતું, જ્યારે દિલીપ સાહેબે મને બ્લેંક લુક આપ્યો તો મારું દિલ તૂટી ગયું. હકીકતમાં તે સમયે તેમને લોકોને ઓળખવામાં તકલીફ થતી હતી. આ જોઈને ઘણું દુઃખ થયું અને હું ત્યાંથી દૂર જતી રહી.

અન્ય સમાચારો પણ છે...