તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેજેડી કિંગ સુપુર્દ-એ-ખાક:પ્રેમિકા મધુબાલા જુહુના જે કબ્રસ્તાનમાં દફન છે ત્યાં જ 52 વર્ષ બાદ દિલીપ કુમાર પણ દફન થયા

મુંબઈ2 મહિનો પહેલા
  • સાંજે પાંચ વાગે દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા
  • અમિતાભ બચ્ચન દીકરા અભિષેક સાથે કબ્રસ્તાનમાં આવ્યા હતા

દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરે હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના જવાથી હિંદી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. આજે (7 જુલાઈ) સવારે સાડાસાત વાગે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લા એક મહિનામાં તેઓ બેવાર હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમને આજે સાંજે જુહુના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરુહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે. નોંધનીય છે કે મધુબાલાની દફનવિધિ 23 ફેબ્રુઆરી, 1969ના રોજ કરવામાં આવી હતી. 52 વર્ષ બાદ આ જ કબ્રસ્તાનમાં દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેની જાહેરાત બાદ દિલીપ કુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
21 ગન સેલ્યુટ સાથે દિલીપ કુમારને રાજકીય વિદાય આપવામાં આવી હતી. તેમના પાર્થિવદેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.

સેલેબ્સ અંતિમ દર્શન માટે આવ્યા

અમિતાભ તથા અભિષેક બચ્ચન
અમિતાભ તથા અભિષેક બચ્ચન
કબ્રસ્તાનમાં દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા
કબ્રસ્તાનમાં દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા
દિલીપ કુમારનો પાર્થિવદેહ કબ્રસ્તાન આવ્યો હતો
દિલીપ કુમારનો પાર્થિવદેહ કબ્રસ્તાન આવ્યો હતો
સાયરાબાનુ પતિના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં
સાયરાબાનુ પતિના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં
ધર્મેન્દ્ર.
ધર્મેન્દ્ર.
શાહરુખ ખાન તથા સાયરાબાનો.
શાહરુખ ખાન તથા સાયરાબાનો.
રણબીર કપૂર.
રણબીર કપૂર.
જ્હોની લીવર તથા જુનિયર મહેમૂદ.
જ્હોની લીવર તથા જુનિયર મહેમૂદ.
અનિલ કપૂર.
અનિલ કપૂર.
શરદ પવાર.
શરદ પવાર.
CM ઉદ્ધવ ઠાકરેએ સાયરાબાનો સાથે વાત કરી હતી.
CM ઉદ્ધવ ઠાકરેએ સાયરાબાનો સાથે વાત કરી હતી.
ધર્મેન્દ્રે આદિત્ય ઠાકરે સાથે વાત કરી હતી.
ધર્મેન્દ્રે આદિત્ય ઠાકરે સાથે વાત કરી હતી.
શાહરુખ ખાને સાયરાબાનોને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.
શાહરુખ ખાને સાયરાબાનોને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.
કરન જોહર.
કરન જોહર.
શાહરુખ ખાન.
શાહરુખ ખાન.
અનુપમ ખેર તથા મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે.
અનુપમ ખેર તથા મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે.
પતિના નિધન બાદ સાયરાબાનો એકદમ ભાંગી પડ્યાં હતાં.
પતિના નિધન બાદ સાયરાબાનો એકદમ ભાંગી પડ્યાં હતાં.
ધર્મેન્દ્ર.
ધર્મેન્દ્ર.
વિદ્યા બાલન તથા સિદ્ધાર્થ રોય કપૂર.
વિદ્યા બાલન તથા સિદ્ધાર્થ રોય કપૂર.
મધુર ભંડારકર એક્ટર દિલીપ કુમારના પાર્થિવદેહ સાથે.
મધુર ભંડારકર એક્ટર દિલીપ કુમારના પાર્થિવદેહ સાથે.
શબવાહિનીમાં સાયરાબાનો તથા અન્ય પરિવારજનો
શબવાહિનીમાં સાયરાબાનો તથા અન્ય પરિવારજનો
દિલીપ કુમારના પાર્થિવદેહને ઘરે લઈ જવામાં આવ્યો.
દિલીપ કુમારના પાર્થિવદેહને ઘરે લઈ જવામાં આવ્યો.
શબવાહિની હોસ્પિટલની બહાર નીકળી ત્યારે ભીડ જમા થઈ ગઈ હતી.
શબવાહિની હોસ્પિટલની બહાર નીકળી ત્યારે ભીડ જમા થઈ ગઈ હતી.
શબાના આઝમી.
શબાના આઝમી.

પદ્મભૂષણ તથા પદ્મવિભૂષણ અવોર્ડ મળ્યા
1991: પદ્મભૂષણ
1994: દાદાસાહેબ ફાળકે
2015: પદ્મ વિભૂષણ

10વાર ફિલ્મફેર અવોર્ડ જીત્યો
1954: બેસ્ટ એક્ટર (દાગ)
1956: બેસ્ટ એક્ટર (અંદાજ)
1957: બેસ્ટ એક્ટર (દેવદાસ)
1958: બેસ્ટ એક્ટર (નયા દૌર)
1961: બેસ્ટ એક્ટર (કોહિનૂર)
1965: બેસ્ટ એક્ટર (લીડર)
1968: બેસ્ટ એક્ટર (રામ ઔર શ્યામ)
1983: બેસ્ટ એક્ટર (શક્તિ)
1994: બેસ્ટ એક્ટર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
2005: બેસ્ટ એક્ટર સ્પેશિયલ અવોર્ડ

નેશનલ અવોર્ડ
1961: સેકન્ડ બેસ્ટ ફીચર ફિલ્મ (ગંગા જમુના)
1994: દાદા સાહેબ ફાળકે અવોર્ડ
2006: સ્પેશિયલ લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ

ઇન્ટરનેશનલ અવોર્ડ
1998ઃ પાકિસ્તાનનો નિશાન-એ-ઇમ્તિયાઝ અવોર્ડ​​​​​​

અન્ય સમાચારો પણ છે...