તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલીપ કુમારના ભત્રીજાનો દાવો:ટ્રેજેડી કિંગના હૃદયથી પેશાવરનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો, અહીંયાના લોકોને પોતાની હવેલી ભેટમાં આપવા ઇચ્છતા હતા

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાકિસ્તાનમાં રહેતા દિલીપ કુમારના એક સંબંધીએ દાવો કર્યો છે કે ટ્રેજેડી કિંગ પોતાની પેશાવરની હવેલી શહેરના લોકોને ભેટમાં આપવા ઇચ્છતા હતા. રિપોર્ટ્સમાં ફુઆક ઇશાક નામના આ માણસને દિલીપ કુમારનો ભત્રીજો ગણાવવામાં આવી રહ્યો છે, જે સરહદ ચેમ્બર્સ ઓફ કોમર્સના અધ્યક્ષ છે. ફુઆકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પ્રોપર્ટીના લીગલ રાઇટ્સ તેમની પાસે છે.

'દિલીપ સાહેબના દિલમાં પેશાવર માટેનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો'
ફુઆકે કહ્યું કે દિલીપ સાહેબ પેશાવરના લોકોનું ઘણું સન્માન કરે છે. આ જ કારણ છે કે તેઓ તેમની પૈતૃક હવેલી અહીંયાના લોકોને આપવા ઇચ્છતા હતા. તેમના દિલથી ક્યારેય પેશાવરને લઈને પ્રેમ અને લાગણી ઓછા ન થયા. ફુઆકે આગળ જણાવ્યું કે હવેલીના પ્રોપર અને લીગલ પાવર ઓફ અટર્ની તેમની પાસે છે. તેમણે દાવો કર્યો કે 98 વર્ષીય દિલીપ કુમારે 2012માં આ પાવર ઓફ અટર્ની કરાવી હતી.

1992માં અહીંયા જ દિલીપ કુમારનો જન્મ થયો હતો
ગયા અઠવાડિયે દિલીપ કુમારના પેશાવર બેઝ્ડ પ્રવક્તાએ જર્નલિસ્ટને જણાવ્યું હતું કે દિલીપ કુમાર હંમેશાં પોતાના જન્મસ્થળ, વિસ્તાર અને ઘરની સુંદર યાદો વિશે વાત કરે છે. 1922માં દિલીપ કુમારનો જન્મ અહીંયા થયો હતો અને 1935માં તેમનો પરિવાર ભારત શિફ્ટ થઇ ગયો હતો.

સરકારી રેટ પર હવેલી નથી વેચવા ઇચ્છતા હાલના માલિક
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આવેલી આ હવેલીને સરકારે સરકારી રેટ પર વેચવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને હાલના માલિકે નકારી દીધો. હવેલી અંદાજે 101 વર્ગમીટરમાં ફેલાયેલી છે અને ત્યાંની સરકારે આની કિંમત 80.56 લાખ રૂપિયા લગાવી હતી.

હવેલીના હાલના માલિક હાજી લાલ મોહમ્મદે આના માટે 25 કરોડ રૂપિયા માગ્યા છે. હાજી લાલ મોહમ્મદનો તર્ક છે કે તેમણે 2005માં આ હવેલી 51 લાખ રૂપિયામાં ખરીદી હતી. આવામાં 16 વર્ષ બાદ તેની કિંમત 80.56 લાખ રૂપિયા લગાવવી અન્યાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો