વાજયેપી અને દિલીપ કુમારના સંબંધો:પૂર્વ વડાપ્રધાન વાજપેયીને દુઃખી જોઈને દિલીપ કુમારે પાકિસ્તાનના PM નવાઝ શરીફને ખખડાવી નાખ્યા હતાં

3 મહિનો પહેલા
એક સમયે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીને દુઃખી જોઈને દિલીપ કુમારે પાક.ના PM નવાઝ શરીફને ખરું-ખોટું સંભાળ્યું હતું.
  • .દિલીપ કુમારનો અવાજ સાંભળીને નવાઝ શરીફ પણ ગભરાઈ ગયા હતા
  • પાકિસ્તાને દિલીપને તેના સર્વોચ્ચ સન્માન 'નિશાન-એ-ઇમ્તિયાઝ' થી પણ સન્માનિત કર્યા હતા

બોલિવૂડના 98 વર્ષીય ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. દિલીપ કુમારને જેટલો પ્રેમ અને સન્માન ભારતમાં મળ્યું એટલું પાકિસ્તાનમાં પણ મળ્યું છે. દિલીપ કુમાર બંને દેશો વચ્ચેના સંબંધો પર ધ્યાન પણ રાખતા હતા. કહેવાય છે કે એક વખત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને દુઃખી જોઈને દિલીપ કુમારે તાત્કાલિક પાકિસ્તાનના PM નવાઝ શરીફને ખરું-ખોટું સંભાળ્યું હતું. અટલ બિહારી વાજપેયી અને દિલીપ કુમારની વચ્ચે સારા સંબંધો હતા.

દિલીપ કુમારનો અવાજ સાંભળીને નવાઝ શરીફ ગભરાઈ ગયા
આ કિસ્સાનો ઉલ્લેખ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ કસુરએ પોતાનો પુસ્તક ‘નાઈધર ધ હૉક નૉર અ ડવ’માં કર્યો છે. ખુર્શીદના જણાવ્યા અનુસાર, હું એક દિવસ નવાઝ શરીફ સાથે હતો ત્યારે ભારતમાંથી PM વાજપેયીનો ફોન શરીફ પર આવ્યો હતો. વાજપેયીએ કહ્યુ હતુ કે, અમે તો લાહોર મિત્રતાનો સંદેશો લઈને આવ્યા હતા અને તમે તેના બદલામાં અમને કારગિલનુ યુધ્ધ આપ્યુ.

આટલું કહેતા વાજપેયીએ બાદમાં દિલીપ કુમારને ફોન આપી દીધો. દિલીપ કુમારે તે સમયે નવાઝ શરીફને કહ્યુ હતુ કે, મિયાં સાહેબ, તમે તો હંમેશા બંને દેશો વચ્ચે શાંતિના પક્ષમાં રહ્યા છો. તમારી પાસેથી મને આવી અપેક્ષા નહોતી. બંને દેશો વચ્ચે તનાવ સર્જાય છે ત્યારે ભારતના મુસ્લિમો અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેથી પરિસ્થિતિને સંભાળવા માટે તમે કંઈક કરો.દિલીપ કુમારનો અવાજ સાંભળીને નવાઝ શરીફ પણ ગભરાઈ ગયા હતા. પાકિસ્તાને દિલીપને તેના સર્વોચ્ચ સન્માન 'નિશાન-એ-ઇમ્તિયાઝ' થી પણ સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...