તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેજેડી કિંગને અસાધ્ય બીમારી:દિલીપ કુમારને એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર હતું, કિડની પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ કુમારને કેન્સર અન્ય અંગો પણ ફેલાઈ ગયું હતું
  • સાયરાબાનોએ ઘરમાં 10 લોકોની ટીમ રાખી હતી, ઘરમાં મિની ICU સેટઅપ ઊભું કર્યું હતું

98 વર્ષીય દિલીપ કુમારને સાત જુલાઈએ સુપુર્દ-એ-ખાક કરી દેવામાં આવ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ બીમાર હતા. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે છેલ્લાં ત્રણ ચાર મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. તેમને એડવાન્સ્ડ પ્રોસ્ટેટ કેન્સર હતું અને તે શરીરના અન્ય અંગોમાં ફેલાઈ ચૂક્યું હતું.

ઘણીવાર લોહી ચઢાવવામાં આવ્યું
અંગ્રેજી ન્યૂઝપેપર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, દિલીપ કુમારને ફેફસામાં પાણી ભરાઈ જતું હતું અને તેમની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી. આટલું જ નહીં તેમને ઘણીવાર લોહી ચઢાવવામાં આવ્યું હતું. તેમને છેલ્લીવાર લોહી ચઢાવવામાં આવ્યું, પરંતુ તેનાથી તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં.

7 જૂનના રોજ હોસ્પિટલમાં દિલીપ કુમાર
7 જૂનના રોજ હોસ્પિટલમાં દિલીપ કુમાર

છેલ્લાં કેટલાંક મહિનાઓથી દિલીપ કુમાર પથારીવશ હતા અને થોડાં દિવસથી તે કોઈ જાતનો પ્રતિભાવ આપતા નહોતા. ડૉક્ટર્સે કહ્યું હતું, 'તેમના ફેફસામાંથી ઘણીવાર પાણી કાઢવામાં આવ્યું હતું. તેમનું બ્લડ પ્રેશર સતત ઘટતું જતું હતું અને હિમોગ્લોબીન પણ ખાસ્સું એવું ઘટી ગયું હતું. તેમનું કેન્સર એ હદે ફેલાઈ ગયું હતું કે તેમની સારવાર શક્ય જ નહોતી.'

PD હિંદુજા હોસ્પિટલના COO જોય ચક્રવર્તીએ કન્ફર્મ કર્યું હતું કે દિલીપ કુમારનું અવસાન સવારે 7-7.30ની વચ્ચે થયું હતું. પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલિલ પારકરે કહ્યું હતું, 'કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિતિન ગોખલેની હાજરીમાં દિલીપ કુમારે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. હું ઈચ્છતો હતો કે તેઓ 100 વર્ષ સુધી જીવે, પરંતુ ભગવાને તેમને આપણી પાસેથી છીનવી લીધા. છેલ્લાં ઘણાં વર્ષોથી સાયરાજી તેમનું ઘણું જ ધ્યાન રાખતા હતા. દિલીપ કુમારની સારવાર ડૉ. નિતિન ગોખલે કાર્ડિયોલોજીસ્ટ, ડૉ. અનિતા પટેલ યુરોલોજિસ્ટ, ડૉ. જયદીપ પલેપ સર્જન તથા હું સારવાર કરતા હતા.

દિલીપ કુમારના નિધનથી સાયરાબાનો એકદમ ભાંગી પડ્યાં છે
દિલીપ કુમારના નિધનથી સાયરાબાનો એકદમ ભાંગી પડ્યાં છે

ઘરમાં 10 લોકોની ટીમ હતી
PD હિંદુજા હોસ્પિટલના સીનિયર ડૉક્ટરે કહ્યું હતું કે સાયરાબાનોના ઘરે 10 લોકોની ટીમ હતી અને તેમણે ઘરમાં જ મિની ICU સેટઅપ ઊભું કર્યું હતું. જ્યારે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થાય, ડાયલિસિસ કરાવવાનું હોય અથવા લોહી ચઢાવવાનું હોય ત્યારે જ સાયરાબાનો તેમને હોસ્પિટલ લઈને આવતા હતા.

પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે, તેઓ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા.

8 વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...