તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાંથી પહેલી તસવીર:98 વર્ષીય દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જોવા મળ્યા, તસવીર વાઇરલ

મુંબઈ7 દિવસ પહેલા
  • દિલીપ કુમાર ઉંમરને કારણે એકદમ વીક જોવા મળ્યા

સોમવાર, 7 જૂનની સાંજે દિલીપ કુમારની તસવીર સો.મીડિયામાં શૅર કરવામાં આવી હતી. આ તસવીરમાં તારીખ તથા ફોટો કયા સમયે ક્લિક કરવામાં આવ્યો એ પણ લખવામાં આવ્યો છે. તસવીરમાં દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જોવા મળ્યા છે, આના પરથી ખ્યાલ આવે છે કે તેમની તબિયત હવે પહેલાં કરતાં સારી છે.

રવિવારે એડમિટ થયા હતા
98 વર્ષીય વરિષ્ઠ બોલિવૂડ એક્ટર દિલીપ કુમારની છ જૂન, રવિવારના રોજ અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને છેલ્લા ઘણા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમની ઘરે જ સારવાર ચાલતી હતી. જોકે તબિયતમાં કોઈ સુધારો ના થતાં તેમને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમનું ઓક્સિજન લેવલ ઘટી જવાને કારણે તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. હાલમાં તેઓ ડૉ. નીતિન ગોખલેની દેખરેખમાં છે.

ફૈઝલ ફારુખી સો.મીડિયા અપડેટ કરે છે
દિલીપ કુમારની હેલ્થ અપડેટ તેમના સો.મીડિયા અકાઉન્ટમાં અપડેટ કરવામાં આવી છે. આ પોસ્ટ સાયરા બાનો તથા ફૈઝલ ફારુખી અપડેટ કરે છે. સોમવાર, 7 જૂનની સાંજે સાયરાએ પોસ્ટમાં કહ્યું હતું, છેલ્લા કેટલાક દિવસથી મારા પ્રેમાળ પતિ યુસુફ ખાનની તબિયત ઠીક નથી. તેઓ મુંબઈની હોસ્પિટલમાં એડમિટ છે. હું તમામનો આભાર માનવા માગું છું કે તમામે તેમના માટે દુઆ કરી. મારા પતિ, મારા કોહિનૂર, આપણા દિલીપ સાહેબની તબિયત હવે સ્થિર છે અને ડૉક્ટર્સે આશ્વાસન આપ્યું છે કે તેમને જલદીથી રજા આપવામાં આવશે. હું વિનંતી કરું છું કે અફવા પર વિશ્વાસ ના કરો. આ દરમિયાન હું તમને સાહેબની તબિયત માટે દુઆ કરવાનું કહી રહું છે તો હું પણ તમારા માટે કોરોનામાં સલામતીની દુઆ કરું છું.

ગયા મહિને પણ એડમિટ થયા હતા
ગયા મહિને દિલીપ કુમાર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. રજા આપ્યા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરજો કે તેઓ સારા રહે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી લાગેલા લૉકડાઉનના સમયથી દિલીપ તથા સાયરા હોમ આઈસોલેશનમાં છે

ગયા વર્ષે બે ભાઈના મોત
ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓના કોરોનાને કારણે મોત થયા હતા. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાસ ખાન (90)નું મોત કોરોનાને કારણે થયું હતું. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા. જોકે, દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈના મોત અંગે ખબર નથી.

પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

8 વાર ફિલ્મફેર અવોર્ડ મળ્યો
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ આઠ વાર મળ્યો છે. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવોર્ડથી સન્માનિત કર્યા હતા.