• Home
  • Entertainment
  • Bollywood
  • 'Dil Bechara' actress Sanjana Sanghi interrogated at Bandra police station, Mumbai police seek information from Twitter India

સુશાંત સુસાઈડ કેસ / ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ, મુંબઈ પોલીસે ટ્વિટર ઈન્ડિયા પાસે માહિતી માગી

'Dil Bechara' actress Sanjana Sanghi interrogated at Bandra police station, Mumbai police seek information from Twitter India
X
'Dil Bechara' actress Sanjana Sanghi interrogated at Bandra police station, Mumbai police seek information from Twitter India

  • પોલીસે સંજનાને સોમવારે બોલાવી હતી પરંતુ તે દિલ્હીમાં હોવાથી આવી શકી નહીં
  • ચર્ચા છે કે સંજનાએ MeToo હેઠળ સુશાંત સિંહ રાજપૂત પર છેડતીનો આક્ષેપ કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:07 PM IST

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મંગળવાર, 30 જૂનના રોજ તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘી બાંદ્રા પોલીસ સ્ટેશન આવી છે. સંજનાને પોલીસે પૂછપરછ માટે સોમવારે બોલાવી હતી પરંતુ તે દિલ્હીમાં હોવાથી 29 જૂને આવી શકી નહોતી. 

ચર્ચા એ પણ છે કે થોડાં સમય પહેલાં ‘MeeToo’ કેમ્પેન હેઠળ સુશાંત સિંહ રાજપૂત પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. સંજનાની પૂછપરછ આ જ કારણથી વધુ મહત્ત્વની છે. કહેવાય છે કે સુશાંત આ આક્ષેપ બાદથી ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. 

તો બીજી બાજુ પોલીસે ટ્વિટર ઈન્ડિયા પાસેથી સુશાંતે છેલ્લા છ મહિનામાં કઈ કઈ ટ્વિટ કરી તેને લઈ રિપોર્ટ માગ્યો છે. પોલીસ જાણવા માગે છે કે સુશાંતે ટ્વિટર પર કોઈ ટ્વીટ કરી હતી કે નહીં અને જો કરી હતી તો તેને ડિલીટ કરી નાખી હતી? નોંધનીય છે કે સુશાંતે છેલ્લી ટ્વીટ ડિસેમ્બર, 2019માં કરી હતી અને ત્યારબાદ તેણે એક પણ ટ્વીટ કરી નહોતી. 

સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી હતી.

યશરાજની કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ થઈ હતી
શનિવાર (27 જૂન)ના રોજ યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરવામાં આવી હતી. શાનુ 12 વાગે બાંદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસે તેને કેટલાંક દસ્તાવેજો સાથે લઈને આવવાનું કહ્યું હતું. 2012માં શાનુએ જ સુશાંતને યશરાજની ત્રણ ફિલ્મ માટે કાસ્ટ કર્યો હતો. આ પહેલાં યશરાજના બે મોટા પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ત્યારે આ બંને અધિકારી યશરાજ સાથે જોડાયેલા હતાં. સૂત્રોના મતે, આ બંને અધિકારીઓને કોન્ટ્રાક્ટની શરતોને લઈ સવાલ કરવામાં આવ્યા હતાં. DCP અભિષેક ત્રિમુખે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ સુશાંત સુસાઈડ કેસની દરેક એન્ગલથી તપાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી 27 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. કૂપર હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે ગળેફાંસો ખાધો હોવાને કારણે શ્વાસ રૂંધાવવાને કારણે અવસાન થયું છે. આ વાત ડોક્ટર્સે સ્પષ્ટ રીતે રિપોર્ટમાં લખી છે. 

ગયા અઠવાડિયે પોલીસને કોન્ટ્રાક્ટની નકલ મળી હતી
ગયા અઠવાડિયે યશરાજે સુશાંત સાથે થયેલા કોન્ટ્રાક્ટની કોપી પોલીસને આપી હતી. આમાં ત્રણ ફિલ્મનો ઉલ્લેખ છે, એમાં બે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ તથા ‘બ્યોમકેશ બક્ષી’ બની ગઈ છે પરંતુ ‘પાની’ બની નહીં. સામાન્ય રીતે યશરાજ ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કરે છે. ફિલ્મની સફળતાને આધારે કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવે છે. ‘પાની’નું બજેટ વધુ હોવાથી આ ફિલ્મ બનાવવામાં આવી નહોતી. 

અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ થશે
યશરાજ ઉપરાંત મુંબઈ પોલીસ અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ કરશે. આ પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતે ફિલ્મ સાઈન કરી હતી. પોલીસની એક અન્ય ટીમ સુશાંતના આર્થિક પાસાઓની તપાસ કરી રહી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી