અન્ડરટેકરનું રિટાયરમેન્ટ:'ખિલાડીયોં કા ખિલાડી' ફિલ્મમાં અક્ષય કુમાર સાથે લડનાર અન્ડરટેકર નહીં બ્રાયન લી હતા, લિફ્ટ કરવા સમયે ઈજાગ્રસ્ત થયા હતા

એક વર્ષ પહેલા

WWE ચેમ્પિયન અન્ડરટેકરે રેસલિંગમાંથી રિટાયરમેન્ટ લઇ લીધું છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અક્ષય કુમાર અને તેની ફાઇટનો વીડિયો શેર કરી રહ્યા છે, પણ શું તમે જાણો છો કે 'ખિલાડીયોં કા ખિલાડી' ફિલ્મમાં તે સ્પેશિયલ ફાઇટ સીનમાં અન્ડરટેકર ન હતા. તે બ્રાયન લી હતા જે અન્ડરટેકરનું ટેમ્પરરી રિપ્લેસમેન્ટ હતા. બ્રાયનને 'અન્ડરટેકર ઈંપર્સનેટર'નો ટેગ મળ્યો હતો અને આ રીતે તેમણે બોલિવૂડ ફિલ્મ મેળવી.

આ ફિલ્મના સીનમાં અક્ષય કુમારે બ્રાયન લીને ઉપાડ્યા હતા, જેમાં તેની પીઠમાં ઇજા થઇ હતી. ત્યારબાદ તે અમુક સમય સુધી હોસ્પિટલાઇઝ પણ રહ્યા હતા. તે બોલિવૂડની પહેલી ફિલ્મ હતી, જેમાં કોઈ WWF રેસલર દેખાયો હતો.

બ્રાયન 8 મહિના સુધી અન્ડરટેકરનું રિપ્લેસમેન્ટ હતા
વિન્સ મેકમોહન જ બ્રાયન લીને WWFમાં લાવ્યા હતા, તે સમયે તેને વર્લ્ડ વાઈડ ફેડરેશન કહેવામાં આવ્યું હતું. બ્રાયન ઈજાગ્રસ્ત માર્કનું એક રિપ્લેસમેન્ટ હતા. તે અંદાજે 8 મહિના સુધી રિંગથી દૂર હતા. આટલું જ નહીં જ્યારે માર્ક સાજા થઇ ગયા, તો તેમણે બ્રાયન સાથે પણ ફાઇટ કરી અને WWFથી રિટાયર થયા. બ્રાયન ત્યારે SMW અને ECW જેવી ફાઇટ્સનો હિસ્સો હતા, જ્યાં તેમણે ટોમી ડ્રિમર સાથે ફાઇટ કરી હતી.

અન્ડરટેકર અને બ્રાયન મિત્ર હતા
IMDB અનુસાર બ્રાયન 1993માં અન્ડરટેકરના લગ્નમાં બેસ્ટ મેન પણ બન્યા હતા. ફિલ્મ માટે ટોરંટો કેનેડામાં તેમની પાસે અન્ડરટેકરનો કોસ્ચ્યુમ તે સમયે પાસે હતો. આ WWE અને WWFના કન્સેન્ટ વગર થયું હતું. લોકોને ત્યારે એવું જ લાગ્યું હતું કે અન્ડરટેકર જ ફિલ્મમાં હતા. જોકે વર્ષો બાદ પર્સનલ કારણોને લઈને અન્ડરટેકર અને બ્રાયનની દોસ્તી તૂટી ગઈ હતી.