તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેમિલી પ્લાનિંગ:મોના સિંહે લગ્નના 4 વર્ષ પહેલાં એગ્ઝ ફ્રીઝ કરાવ્યા હતા, કહ્યું- મેન્ટલી તૈયાર થઇ જઈશ ત્યારે બાળક વિશે વિચારીશ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'થ્રી ઈડિયટ્સ', 'જસ્સી જૈસી કોઈ નહીં'માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ મોના સિંહે તેની લાઈફ સાથે જોડાયેલો મોટો નિર્ણય લગ્ન પહેલાં જ લઇ લીધો હતો. મોનાએ ગયા વર્ષે શ્યામ ગોપાલન સાથે લગ્ન કર્યાં હતા. ત્યારે તેની ઉંમર 38 વર્ષ હતી. પણ મોનાએ 34 વર્ષની ઉંમરે જ એગ્ઝ ફ્રીઝ કરાવી લીધા હતા.

લગ્નનાં 4 વર્ષ પહેલાં નિર્ણય લીધો હતો
મોનાએ ઈ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેં 34 વર્ષની ઉંમરે મારા એગ્ઝ ફ્રીઝ કરાવી લીધા હતા અને હવે હું ફ્રી છું. કારણકે હવે મારા લગ્ન થઇ ગયા છે માટે હું મારા પાર્ટનર સાથે દુનિયાભરમાં ટ્રાવેલ કરીશ. મેં હજુ સુધી એવું નથી કર્યું, હંમેશાં મારા પરિવાર અને મિત્રો સાથે જ મુસાફરી કરી છે. હવે હું મારા પતિ સાથે ટ્રાવેલ કરવા ઈચ્છું છું કારણકે આ એક અલગ અનુભવ હશે. આટલું જ નહીં મને બાળકો ગમે છે. પણ તમે જો મને પૂછો તો હું અત્યારે આના માટે માનસિક રીતે તૈયાર નથી. થોડા સમય પછી હું નિશ્ચિતપણે આ વિશે વિચારીશ.

માતાના સપોર્ટ સાથે નિર્ણય લીધો
મોનાએ કહ્યું કે તેના આ નિર્ણયને માતાનો સપોર્ટ મળ્યો હતો. મોનાએ કહ્યું, મારી માતાએ જ્યારે આ વિશે સાંભળ્યું કે મેં એગ્ઝ ફ્રીઝ કરાવવાનો નિર્ણય લીધો છે તો તે ઘણા ખુશ થયા. અમે બંને પુણેમાં મારા ગાયનેકોલોજિસ્ટ પાસે ગયા. આ પ્રોસેસમાં 5 મહિના લાગ્યા અને હવે જેમ મેં પહેલાં કહ્યું એમ હું ફ્રી છું.

પતિ સાથે આવું બોન્ડિંગ છે
મોનાએ આગળ કહ્યું કે, લગ્ન પછી ઘણી બધી વસ્તુનો અનુભવ પહેલીવાર થયો. લગ્ન પહેલાં હું ગૌરવ સાથે જ મારી બધી વસ્તુ શેર કરતી હતી અને હવે મારા પતિ છે. તે મારા બેસ્ટ કમ્પેનિયન છે અને ઘણા સારા લિસનર પણ છે. હું એક ઓલ્ડ સ્કૂલ કાઈન્ડ પર્સન છું. અમે બંને એડજસ્ટ કરી રહ્યા છીએ. અમારી ખુદની પસંદ- નાપસંદ હોય છે. અ મે બંને સ્ટ્રોંગ છીએ. એકબીજાનો આદર કરીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser