તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

53 વર્ષની થઇ જુહી:સલમાન ખાન જુહી ચાવલા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, એક્ટ્રેસના પિતાએ પ્રપોઝલ નકારી દીધું હતું

5 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા 53 વર્ષની થઇ ગઈ છે. પોતાના બબલી અંદાજને કારણે જુહીએ ફેન્સ સિવાય સલમાન ખાનના દિલમાં પણ જગ્યા બનાવી લીધી હતી. એક સમય એવો હતો જ્યારે સલમાન, જુહી ચાવલા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ જુહીના પિતાએ સલમાનનું પ્રપોઝલ નકારી દીધું હતું. આ વાતનો ખુલાસો સલમાને ખુદ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

વાત એમ છે કે, અંદાજે 28 વર્ષ જુના એક વીડિયોમાં સલમાન આ વાતનો ખુલાસો ખુદ કરતો દેખાયો હતો જે ઘણો વાઇરલ થયો હતો.

જુહીના પિતાએ પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું

વીડિયોમાં સલમાન, જુહી વિશે વાત કરતા કહે છે, તે ઘણી સ્વીટ છે. મેં તેના પિતા સાથે લગ્ન બાબતે વાત કરી હતી. પછી તેણે કહ્યું કે જુહીના પિતાએ તેનું પ્રપોઝલ સ્વીકાર્યું નહીં. સલમાને જુહીના પિતા વિશે કહ્યું- ખબર નહીં તેમને શું જોઈએ છે. સલમાને તેના બાળપણ વિશે પણ વાત કરી. એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, બાળપણમાં તોફાન કરવા માટે તેને ક્યારેય માર પડ્યો નથી.

જુહીના લગ્ન જય મેહતા સાથે થયા
અત્યારે સલમાન 53 વર્ષનો થઇ ગયો છે પણ હજુ સુધી તેના લગ્ન નથી થયા. જુહીની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. જુહીએ એક વિવાહિત સાથે લગ્ન કર્યા હતા. તેના પતિનું નામ જય મેહતા છે. જોકે, જયને જ્યારે પહેલીવાર જુહી મળી ત્યારે તેની પત્ની સુજાતા બિડલાનું મૃત્યુ થઇ ગયું હતું. સુજાતાનું મૃત્યુ એક પ્લેન ક્રેશમાં થયું હતું. આ ઘટના પછી જ જુહી અને જય ક્લોઝ થતા ગયા અને બંનેએ લગ્ન કરી લીધા. જુહીના પતિ તેનાથી 7 વર્ષ મોટા છે. તેમને બે બાળકો, દીકરી જાહ્નવી અને દીકરો અર્જુન છે.

જુહીના પતિ જય મેહતા મલ્ટિનેશનલ કંપની મેહતા ગ્રુપના ઓનર છે. તેમની સિમેન્ટની બે કંપનીઓ પણ છે. શાહરુખ ખાન સાથે તે IPL ટીમ કોલકતા નાઈટ રાઈડર્સના કો-ઓનર પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો